________________ પૂર્વજીવન દુઃખના પ્રસંગો જ આપણા હિતનાં બારણાં ખેલે છે. આપણે શાણપણ કેળવી શકીએ તે માટે ભગવાન સારા ટા પ્રસંગે વડે આપણું કટી કરે છે અને ડહાપણના પાઠ શીખવે છે. પણ એ શીખવાને બદલે આપણે મૂઢ અને ઠેઠ નિશાળિયાની જેમ વારંવાર ભગવાનના હાથની લાકડીને માર ખાઈએ છીએ. કોઈક પુણ્યશાળી જ આવા પ્રસંગોમાંથી ભગવાનની ઈચ્છા જાણીને વધુ ને વધુ ડાહ્યા બને છે. સર્વજ્ઞ ભગવાન જે કરે છે તે આપણા હિત માટે જ કરે છે એ અડગ વિશ્વાસ પુણ્યશાળી લોકોને હોય છે. " જે કાંઈ થશે તે મારા હિત માટે.” જેવું સુખદાયક સૂત્ર, તત્તવાક્ય તે ઉચ્ચારે છે અને તેને આધારે જ મહાન આપત્તિ વખતે પણ એ અડગ રહી શકે છે. સામાન્ય માણસોમાં અને મહાત્માઓમાં આ જ મોટો ફરક છે. દુઃખેના ડુંગરા જેમ જેમ વધુ ખડકાય છે, તેમ તેમ તેમની નિષ્ઠા વધુ મજબૂત થાય છે. તુકેબા ઉપર આટલાં બધાં દુઃખ આવી પડ્યાં અને દુકાળમાં હજારો માણસને ટપોટપ મરતાં તેમણે જોયાં ત્યારે મૃત્યુલેકની રીત સમજાઈ અને તેમના મનમાં વૈરાગ્ય પદા થયો. આ ભવસાગરમાંથી પાંડુરંગ સિવાય કઈ તારનાર નથી એ તેમને નિશ્ચય થયા. માતા-પિતા અને પત્ની-પુત્ર મરી ગયાં ત્યારે પણ આ ધીર પુરુષ, •ષિ ! તારું-મારું રાજ, નહિ બીજા કે"નું કાજ.” Scanned by CamScanner