Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૨૯
જોઈ તેમને દોક્ષા આપવાનો નિર્ણય, તેમના પિતા શ્રી હજારમલજી તથા મોટાભાઈ ઉમેદમલજીની સંમતિથી તેમની હાજરીમાં જ લેવાયે.
વિ. સં. ૧૯૯૧માં મૈત્ર વદ બીજને શનિવારના દિવસે શ્રી કદમ્બગિરિમાં સત્તર વર્ષની વયવાળા શ્રી નવલમલજીને, શાસનસમાટે ભાગવતી દીક્ષા અઠ્ઠાઇ મહત્સવપૂર્વક આપી અને તેમને મુનિ શ્રી ખાંતિવિજયજીના શિષ્ય જાહેર કર્યા. તેમનું નામ મુનિશ્રી. નિરંજનવિજયજી રાખવામાં આવ્યું.
પૂ. મુનિ શ્રી ખોતિવિજયજી સ્વચ્છ અને પરગચ્છના ભેદ સિવાય વૃદ્ધ ગ્લાન તારવી મહાત્માઓની સેવામાં સદા અગ્રેસર રહેતા.
તેમની જ પુનિત પ્રેરણાથી મુનિ શ્રી નિરંજનવિજયજીમાં બાલપયોગી કથા-સાહિત્યના સર્જનની વૃત્તિ સાકાર બની.
પ્રવતક પદે બિરાજતા અને સાહિત્યપ્રેમી' નામે જન સમાજમાં સુવિખ્યાત આ પૂ. મુનિ ભગવતે આજ સુધીમાં અનેક ગ્રંથ. રત્નોનું સંયોજન કર્યું છે અને આજેય શાસન અને સંસ્કૃતિ માટે ઉપકારી સાહિત્યના પ્રકાશનની જનાઓ વિચારી રહ્યા છે જે પૈકી શ્રી જિનામૃત ગ્રંથમાળાનું કામ શરૂ પણ થઈ ગયું છે. આ ગ્રંથ. માળાનું પહેલું સચિત્ર પુસ્તક “મારે જવું પેલે પાર યાને ચરમ કેવળી શ્રી જંબૂસ્વામી” તે ચાલુ સાલે વિ સં. ૨૦૩રના વૈ. સુ. ૧૦ના રોજ મુંબઈ–ણાટકોપર મુકામે “તપગચ્છ જૈન સંઘ'ના સહકારથી ઉદ્ઘાટન થયું.
અમદાવાદમાં આરોગ્ય બગડતા પૂ. શ્રી. ખાંતિવિર્યજીએ ૨૦૨૮ ની સાલમાં વાલી તરફ વિહાર કર્યો. ત્યાંની સૂકી અને શુદ્ધ હવા તેમને માફક આવી પણ ખરી, પણ ત્રણ વર્ષ પછી એકાએક ડાબા અંગે લકવાને હુમલે થયે