Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
તાણા.બે ચાર સંબંધીઓને સાથે લઈને આવ્યા અને ખીમરાજજીને બળજબરીથી મુંબઈ લઈ ગયા.
સિંહ પાછો પિંજરામાં પૂરાય. એટલે તેની પ્રતિકારક્ત વધી. મોહ મમતાની રેશમી જાળ તેડીને પણું મુક્ત થવાની તાલાવેલી વધી ગઈ અને તક સાધીને તેમણે પુનઃ ઘર છોડી દીધું.
ખંભાત, પાલીતાણું અને અમદાવાદના જિનચૈત્યને ભાવપૂર્વક જુહારતા મુમુક્ષુ ખીમરાજજી પિતાના ઉપકારી ગુરૂની શોધ કરવા લાગ્યા. છેવટે ગુજરાતના એક ગામમાં તેઓશ્રીને ભેટ ખીમરાજજીને થઇ ગયા. તેમનું નામ પૂ. પં. શ્રી ભક્તિવિજયજી ગણિવર (સમીવાળા). ઝરણું સરિતામાં સમાય તેમ ખીમરાજ પૂજ્યશ્રીના ચરણોમાં સમપિત થઈ ગયા અને ભક્તિ સાથે વિધિપૂર્વક અભ્યાસ શરૂ કર્યો.
બે વર્ષમાં ખીમરાજજીએ એક દીક્ષાર્થી તરીકેની પિતાની ગ્યતાને તપ-જપ, શાસ્ત્રાભ્યાસ–સ્વાધ્યાય, ગુરુભક્તિ આદિ દ્વારા ખૂબ ઝળકાવી, આ અરસામાં તેમણે શ્રી વર્ધમાન આયંબીલ તપને પાયો પણ નાખ્યો.
દીક્ષા માટેની યોગ્યતા અને તમન્ના બરાબર ઝળકતાં ખીમરાજજીને દીક્ષા આપવાનો નિર્ણય લેવાયો. અને વિ. સં. ૧૯૮૬માં પરમ પૂજ્ય, પ્રાતઃસ્મરણીય, સુરિસમ્રાટ, શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજાનાં શાસ્ત્રમર્મજ્ઞ શિષ્યરત્ન પૂ. ૫. શ્રી અમૃતવિજયજી ગણિવરના વરદ હસ્તે તેમની દીક્ષા થઈ તેમજ તેમનું નામ પૂ. મુ. શ્રી ખાંતિવિજયજી આપવામાં આવ્યું.
પૂ. શ્રી ખાંતિવિજયજી મહારાજ પિતાને બધો સમય ગુરૂભક્તિ અને જ્ઞાનધ્યાન પાછળ સાર્થક કરવા લાગ્યા.
દીક્ષા પછીનું પહેલું માસું પૂજયશ્રીએ. પિતાના ગુરુદેવની