________________
૨૨ અને રાજનૈતિક ઈતિહાસનાં તો તથા કવિચરિતો જાળવી રાખવા પ્રયત્ન કર્યો છે તે પ્રશંસા માગી લે છે. કૌતુકકથાઓને સંગ્રહ કરીને પછીના કાળે રચાતી અકબર બિરબલની અને બીજી કૌતુક કથાના લેખકોને તે પુરોગામી બન્યા છે. ગુજરાતમાં તે કાળે લખતા સંસ્કૃત ભાષાના ગ્રન્થના લેખકોમાં સાધારણ લોકગમ્ય પ્રાદેશિક સંસ્કૃતિની છાપ ઊભી કરનારામાંના એક છે. દાર્શનિક છતાં કૌતુકપ્રેમી અને રમૂજી કથાઓ દ્વારા વ્યાવહારિક સત્યો રજુ કરનારા સંસ્કૃત લેખમાં કદાચ અદ્વિતીય સ્થાન ધરાવે એવા આ આચાર્ય છે.
સુપ્રતિષ્ઠિત હર્ષપુરીય મલધારીગચ્છમાં આચાર્ય તિલકસૂરિના શિષ્ય રાજશેખર છે. દીલ્હીના બાદશાહ મહંમદના માનીને અને લોકોને દુકાળમાં મદદ કરનાર તથા ષડુદર્શનના પાક એવા મહયાસિંહે દિલ્હીમાં રાજશેખરસૂરિને રહેવાની સગવડ કરી આપી હતી અને ત્યાં જ રહી વિ. ૧૪૦૫ માં તેમણે પ્રબંધકોષની રચના કરી હતી તેથી જણાય છે કે તે કાળના તેઓ પ્રતિષ્ઠિત આચાર્ય હશે. તેમણે પ્રતિમાની પ્રતિષ્ઠાઓ પણ કરાવી છે. આ સિવાય તેમના જીવન વિષે વિશેષ જાણવા મળતું નથી.
તેમના ગ્રની પ્રશસ્તિ તથા પ્રતિષ્ઠા લેખોને આધારે કહી શકાય કે તેઓ વિ. સં. ૧૩૮૫થી માંડી ૧૪૧૦ સુધી તે વિદ્યમાન હતા.8
(૧) પ્રસ્તુતમાં મુદ્રિત રત્નાકરાવતારિકાપંજિકા ઉપરાંતના 2 નીચે પ્રમાણે છે--
(૨) ન્યાયકદલીપજિકા–-વૈશેષિક દર્શનના પ્રશસ્તભાષ્ય નામે પ્રસિદ્ધ ગ્રન્થની શ્રીધરે ન્યાયકંદલી નામે ટીકા રચી હતી. તેના ઉપર આ પંજિકા નામની ટીકા છે. તેની પ્રશસ્તિમાં તે કયારે રચાઈ તે નિર્દિષ્ટ નથી.૪ પરંતુ બ્રહટ્ટિપ્પનિકામાં તેને રચનાકાળ સં. ૧૩૮૫ જણાવ્યો છે. જેની નોંધ જૈન પરંપરાના ઈતિહાસમાં અને જિનરત્નષમાં લેવામાં આવી છે.
(૩) સ્યાદ્વાદકલિકા અથવા સ્યાદ્વાદદીપિકા–ચાલીશ પઘોમાં રચિત આ કૃતિ અતિસંક્ષિપ્ત છનાં અનેક દર્શનમાં અને વિવિધ શાસ્ત્રોમાં કેવી રીતે સ્યાદ્વાદ અનિવાય છે તેનું તેમાં સુંદર નિરૂપણ છે, અન્ય દાર્શનિકોએ વિરોધાદિ દોષ આપ્યા છે તેનું નિરાકરણ કરવાનો પ્રયત્ન રાજશેખરસૂરિએ આમાં કર્યો છે. તેનું પ્રકાશન હીરાલાલ હંસરાજ તરફથી પદ્મસાગરકૃત યુતિપ્રકાશ અને હરિભદ્રના અષ્ટ સાથે જામનગરથી થયું છે. રચ્યા સંવત નિર્દિષ્ટ નથી.
() સંઘમહોત્સવપ્રકરણ-અથવા દાનષત્રિશિકી-૩૬ પધોમાં રચિત અવચૂરિ સાથેની આ કૃતિમાં રાજશેખર કલિકાલના પુરુષ દાતાનાં ગુણગાન કરે છે અને ૧ હર્ષપુરીયગચ્છના જયસિંહરિથી રાજશેખર સુધીના વંશવૃક્ષ માટે જુઓ, અતિ
હાસિક લેખ સંગ્રહ (લા. ભ. ગાંધી), ૧૯૬૩, પૃ૦ ૧૨૯ ૨ પ્રબંધકોષ (સિંધી સિરીજ) પ્રશસ્તિ ૬-૭. ૩ રન પરંપરનો ઈતિહાસ ભા. ૨, પૃ. ૩૩૭, જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ
પૃ. ૪૩૭ ૪ પિટર્સન. તીજે રિપેર્ટ, ૧૮૮૭, પૃ. ૨૭૨