________________
સુઅદેવયા હોય-વિશેષ કથન
૩૧
આરંભ્યો. સળંગ એકવીસ દિવસના ઉપવાસ સાથે સરસ્વતી દેવીનો સવા લાખનો જાપ કર્યો. દેવીના વરદાનથી વિદ્વતા સાથે વાદ-વિજેતા પણ બન્યા કહેવાય છે કે અભણ અને વૃદ્ધ મુનિ સરસ્વતી દેવીની કૃપાથી પ્રખર જ્ઞાની અને વાદી-શિરોમણિ બન્યા. તેમને આચાર્ય પદવી પ્રદાન થઈ અને વૃદ્ધવાદીસૂરિજી તરીકે ખ્યાતિ પામ્યા. સિદ્ધસેન દિવાકર સૂરિજી જેવા પ્રકાંડ પંડિતના પણ ગુરુ બન્યા.
આવી જ વાત બપ્પભટ્ટસૂરિજી, અભયદેવસૂરિજી આદિ માટે પણ મૃતદેવીની આરાધનાથી પ્રાપ્ત જ્ઞાનલબ્ધિ માટે જૈન જગના ઇતિહાસમાં પ્રસિદ્ધ છે.
- સૂત્ર-નોંધ :- આ સૂત્ર પ્રાકૃત ભાષામાં રચાયેલ છે.
– પ્રાચીન સામાચારીના આધારે રચાયેલું જણાય છે, જો કે આગમોમાં આ સૂત્રનો આધાર મળેલ નથી.