________________
૪૫
ક્ષેત્ર દેવતા-થોય-વિશેષ કથન
(૩) સાધ્વીજી તથા શ્રાવિકા વર્ગ સંધ્યાકાલીન સર્વે પ્રતિક્રમણમાં નિત્ય આ થોય બોલે છે.
૦ સૂત્ર માહામ્ય :
મોક્ષમાર્ગની સાધના કરવામાં, સ્વાધ્યાય-ધ્યાન-કાયોત્સર્ગમાં ક્ષેત્ર, વસતિ, ભૂમિ સદા આવશ્યક છે. જો વસતિ-ક્ષેત્રની અનુજ્ઞા જ ન મળે તો સાધુ-સાધ્વી પોતાના નિત્ય સ્વાધ્યાયાદિ અનુષ્ઠાન કરે ક્યાં ? હવે ક્ષેત્ર-વસતિની પ્રાપ્તિ પણ થઈ જાય, પછી તે ક્ષેત્ર નિરુપદ્રવી છે કે નહીં? તે પણ એટલું જ મહત્ત્વનું છે. જો ક્ષેત્ર વિદનરહિત હશે આરાધના વધારે સરળતાથી અને એકાગ્ર ચિત્તે થઈ શકશે. આ ક્ષેત્રની નિરુપદ્રવ સ્થિતિ માટે ક્ષેત્રદેવતાને નિમિત્તે કાયોત્સર્ગ કરી તેમને પ્રાર્થના કરાય છે.
પૂર્વાચાર્યોએ પણ વિશિષ્ટ આરાધના, સંલેખનાદિ કાર્યો આદિ પ્રસંગોએ આ રીતે ક્ષેત્રદેવતાની આરાધના-કાયોત્સર્ગ કરેલા હોવાના વિધાનો પ્રાપ્ત થાય જ છે.
- સૂત્ર-નોંધ :– આ સૂત્ર-થોય સંસ્કૃત ભાષામાં રચાયેલી છે. – થોય “ગાહા' છંદમાં તૈયાર થયેલ છે.
- આવશ્યક સૂત્ર આદિ કોઈ આગમમાં તેનું પ્રમાણ મળતું નથી પણ પ્રાચીન સામાચારીથી પ્રાપ્ત એવી “જીસે ખિન્ને સ્તુતિનું કિંચિત્ ફેરફાર સાથે સંસ્કૃત રૂપાંતર હોય તેવું જણાય છે.