________________
લઘુશાંતિ-સ્તવ-વિવેચન-ગાથા-૧૪, ૧૫
– જો કે “ફ ફ' શબ્દનું પાઠાંતર ‘ફૂટું ફૂ’ પણ મળે છે.
૦ ૐ નમો નમો હૉ હીં છું હું ય લઃ હીં ટુ ફટ્ સ્વાહા એ ષોડશ અક્ષરી મંત્ર પણ કહેવાય છે. તે ષોડશી દેવી મંત્ર' છે.
– હૉ હીં હું હુઃ વગેરે મંત્રાલરોનો અર્થ મંત્રાધિરાજ દ્વિતીય પટલ મુજબ આ પ્રમાણે છે–
૦ હાં - આ મંત્રાલર સર્વ સંપત્તિઓનું પ્રભવ સ્થાન છે. રૂ૫, કીર્તિ, ધન, પુણ્ય, પ્રયત્ન, જય અને જ્ઞાનને આપનારો છે.
૦ હીં - આ મંત્રાલર અતિ દુઃખના દાવાનળને શમાવનારો, ઘોર ઉપસર્ગને દૂર કરનારો, વિશ્વમાં ઉપસ્થિત થતાં મહાસંકટોને હરણ કરનારો તથા સિદ્ધવિદ્યાનું મુખ્ય બીજ છે. જો કે અહીં આ મંત્રાલર “અતિશય"ને આપનાર – એવા અર્થમાં યોજાયેલ છે.
૦ છું - આ મંત્રાક્ષર વિજય તથા રક્ષણને આપનારો અને પૂજ્યતાને લાવનારો છે.
૦ હૂઃ - આ મંત્રાલર શત્રુઓના કૂટતૂહોનો નાશ કરનારો છે. ૦ યઃ - આ મંત્રાલર સર્વ અસિવોનું પ્રશમન કરનારો છે.
૦ ક્ષઃ - આ મંત્રાલર ભૂત, પિશાચ, શાકિની તથા ગ્રહોની માઠી અસરને દૂર કરનારો છે. તથા દિગુબંધનનું બીજ છે. ( ૦ હીં - આ મંત્રાલર સર્વ ભયોનો નાશ કરનારો છે. જે અહીં નૈલોક્યાક્ષર રૂપે યોજાયેલો છે.
૦ ફટ ફટ - આ મંત્રાલરો અસ્ત્રબીજ છે. જે અહીં “રક્ષણ કર" એવા અર્થમાં યોજાયેલ છે. તેના પાઠાંતર રૂપે “ફૂટ ફૂટ' બોલાય છે - જે તાડન અર્થમાં છે.
૦ સ્વાહા - આ મંત્રાક્ષરો શાંતિકર્મ માટેનું પલ્લવ છે. – સર્વ પ્રકારની શાંતિ માટે આ આખો મંત્ર ગણવો જોઈએ. ૦ અન્વયપદ્ધતિએ ગાથા-૧૪નો અર્થ :
5 - કર કર. શું કરવાનું કહે છે ? – શિવ, શાંતિ, સુષ્ટિ, પુષ્ટિ અને સ્વસ્તિ. – શિવ, શાંતિ આદિ ક્યાં કરવાનું કહે છે ? “અહીં" - આ સ્થળે, આ કાળે, આ પ્રસંગે. – શિવ, શાંતિ આદિ કોના કરવાનું કહે છે ? જનાનાં' - ભયગ્રસ્ત કે દુઃખપીડિત લોકોના – આ શિવ, શાંતિ આદિ કોણ કરે ? ભગવતિ, ગુણવતિ-ત્રિગુણાત્મક દેવી ! તું કર. - આ દેવી કેવી છે ? મંત્રરૂપિણી. કયો મંત્ર ? ૐ નમો નમો હાઁ હું છું હું યઃ ક્ષઃ હું ફટ્ ફટ્ સ્વાહા. ૦ હવે ગાથા-૧૫ થકી નવરત્નમાલાની નવમી સ્તુતિ કહે છે–