________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪
ભરત ચક્રવર્તીની વિસ્તૃત કથા આગમોમાં મુખ્યત્વે-(૧) જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં સૂત્ર ૫૫ થી ૧૨૬માં અને (૨) આવશ્યક ચૂર્ણિમાં છે.) (૨) બાહુબલી :
ભરત ચક્રવર્તીના નાનાભાઈ અને ભગવંત ઋષભ તથા સુનંદાના પુત્ર એવા ‘બાહુબલી' થયા. પૂર્વના ભવે ‘સુબાહુ' નામક મુનિ રૂપે ઘણા સાધુની વિશ્રામણા દ્વારા તેમને ઘણું જ બાહુબળ પ્રાપ્ત થયેલું હતું. ભગવંતે તેમને તક્ષશિલાનું રાજ્ય આપેલ હતું. ભરતે જ્યારે છ ખંડની સાધના કરી અને ચક્ર આયુધશાળા પ્રવેશતુ ન હતું ત્યારે બધાં ભાઈઓને આજ્ઞા કરી કે ભરતનું શરણું સ્વીકારે. બાકીના ભાઈઓએ દીક્ષા લીધી, પણ બાહુબલીએ ભરતની આજ્ઞા ન સ્વીકારી. તેથી ભરત અને બાહુબલી વચ્ચે યુદ્ધ થયું. બાર વર્ષ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું. પછી ફક્ત બંને ભાઈઓએ લડવાનું નક્કી કર્યું, તેમાં દૃષ્ટિયુદ્ધ, વાગ્યુદ્ધ, બાયુદ્ધ અને દંડયુદ્ધ કર્યું. આ ચારે યુદ્ધમાં ભરત હારી ગયો. છેવટે મુષ્ટિયુદ્ધ આવ્યું. જો બાહુબલીની મુટ્ઠી ભરતના મસ્તકે પડી હોત તો ભરતના પ્રાણ નીકળી જાત. પરંતુ તે વખતે જ બાહુબલીની વિચારધારા બદલાણી. રાજ્યને માટે ભાઈની હત્યા કરવાનું તેને ઉચિત ન લાગ્યું. તેથી ઉગામેલી મૂઠીને પાછી વાળવાને બદલે પોતાના મસ્તક અને દાઢી-મૂછના વાળ એક જ હાથે ખેંચી કાઢ્યા. પછી ભગવંત ઋષભદેવ પાસે જવા તૈયાર થયા. પણ તેજ વખતે તેમને માન કસાયનો ઉદય થયો. તેને થયું કે જો હું ભગવંત પાસે જઈશ, તો મારાથી અઠાણુ નાના ભાઈઓ કે જેઓ કેવળજ્ઞાન પામેલ છે, તેઓને વંદન કરવું પડશે. હું મારાથી નાના ભાઈઓને વંદન કેમ કરું ? તેના કરતા કેવળજ્ઞાન પ્રાપ્તિ પછી જ ત્યાં જઈશ. એમ માન કસાય યુક્ત એવા બાહુબલી કાયોત્સર્ગમાં સ્થિર રહ્યા. એક વર્ષપર્યન્ત તેઓ ઉગ્ર તપ, અનશન, કાયકલેશ, સંલીનતા આદિ સહિત કાયોત્સર્ગમાં સ્થિર રહ્યા. પણ માન કસાયના કારણે તેમને કેવલજ્ઞાનની પ્રાપ્તિ ન થઈ. ભગવંત ઋષભદેવે યોગ્ય અવસર થયો જાણી પોતાની પુત્રી અને બાહુબલીની બહેનો એવા સાધ્વી બ્રાહ્મી અને સુંદરીને બાહુબલીને બોધ પમાડવા મોકલ્યા. બહેન સાધ્વીએ જઈને તેમને જણાવ્યું કે, ભગવંતે કહ્યું છે કે, હાથી પર ચડીને કેવળજ્ઞાન ન થાય. બાહુબલીના મન પર આ વાક્યથી ચોંટ પહોંચી, તુરંત જ ભગવંતનું વચન સમજાઈ ગયું. અભિમાન રૂપી હાથી પરથી ઉતરીને વિશુદ્ધ ભાવોને સ્પર્ધા. પગ ઉપાડતા તુરંત જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ, પછી કેવલિની પર્ષદામાં જઈને રહ્યા. ચોર્યાશી લાખનું સર્વાયુ પાળીને મોક્ષે ગયા. * આવશ્યક ચૂર્ણિ, કલ્પસૂત્ર અને આવશ્યક વૃત્તિમાં બાહુબલીની કથા વિસ્તારથી મળે છે.)
૧૧૦
(૩) અભયકુમાર :
બુદ્ધિનિધાન તરીકે પ્રસિદ્ધિ પામેલા એવા અને રાજા શ્રેણિકના તથા માતા સુનંદાના પુત્ર એ અભયકુમાર. બાલ્યાવસ્થાથી જ તેઓએ પોતાની બુદ્ધિ પ્રતિભાનું દર્શન કરાવેલું. તેમના બુદ્ધિના ચમત્કારથી પ્રભાવિત થયેલા રાજા શ્રેણિકે તેમને