________________
ભરડેસર-સજ્ઝાય-વિવેચન
૧૧૭ બીજો પુંડરીક વિરાધક છે. અહીં આરાધક પુંડરીકની કથાનો સંક્ષેપ રજૂ કરીએ છીએ. જે આગમમાં નાયાધમકહા સૂત્ર-૨૧૩ થી ૨૧૮માં ઘણાં જ વિસ્તારથી રજૂ થયેલ છે. મરણસમાધિ તથા આવશ્યકચૂર્ણિમાં પણ આ કથા છે.)
પંડરીકિણી રાજધાનીમાં મહાપદ્મ રાજા હતો. તેને પદ્માવતી નામે રાણી હતી અને પુંડરીક તથા કંડરીક નામે બે પુત્રો હતા. મહાપદ્મ રાજાએ સ્થવિર મુનિ પાસે દીક્ષા લીધી. પુંડરીક રાજા બન્યો, કંડરીક યુવરાજ બન્યા. ઘણાં સમય બાદ ફરી
સ્થવિર મુનિઓ તે નગરીમાં પધાર્યા ત્યારે તેમની દેશના સાંભળીને પુંડરીકે શ્રાવકધર્મ અંગીકાર કર્યો, કંડરીક દીક્ષા ગ્રહણ કરવા માટે તૈયાર થયો. પુંડરીક રાજાએ તેને ઘણી યુક્તિ-પ્રયુક્તિપૂર્વક દીક્ષા ન લેવા સમજાવ્યું, પણ વૈરાગ્ય વાસિત કંડરીકે જ્યારે તેમના બધાં કથનના પ્રત્યુત્તર આપ્યા, ત્યારે પુંડરીક રાજાએ તેને દીક્ષા માટે અનુમતિ આપી. કંડરીક મુનિએ ઘણાં વર્ષ દીક્ષાનું પાલન કર્યું, તેમનું શરીર તપશ્ચર્યાદિથી ગ્લાન થયું. દાડમ્પર ઉત્પન્ન થયો, વિચરતા પોતાની નગરીમાં આવ્યા. પુંડરીકે તેની ઘણી જ વૈયાવચ્ચ કરી, પણ રોગમુક્ત કંડરીકમુનિના પરિણામો ક્ષીણ થયા, રાજ્યની લાલસા થઈ, પુંડરીક રાજાએ તેને રાજ્ય સોંપ્યું, પોતે મુનિવેશ ધારણ કરી ત્યાંથી નીકળી ગયા. આવીર ભગવંત પાસે વિધિવત્ ચતુર્યામ ધર્મ અંગીકાર કર્યો. છઠના પારણે ગ્રહણ કરેલ શીત-રૂક્ષ આહાર પરિણત ન થતા પ્રગાઢ વેદના થઈ, અનશન કરી, તે જ રાત્રિએ કાળધર્મ પામી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા.
(* આ કથા ઘણાં જ વિસ્તારથી નાયાધમ્મકહા આગમના સૂત્ર-૨૧૩ થી ૨૧૮ માં છે. તદુપરાંત આવ.નિ. ૭૬૪ની વૃત્તિ, ચૂર્ણિમાં, આચારાંગ સૂત્ર-૭૩ની વૃત્તિ ચૂર્ણિ આદિમાં આપેલી છે.)
(૧૭) કેશી સ્વામી :
કેશીકુમાર શ્રમણ ભગવંત પાર્શ્વનાથના સંતાનીય શિષ્ય હતા. તેમની કથા બે પ્રસંગોથી જૈન જગતમાં સવિશેષ પ્રસિદ્ધ બની છે. (૧) નાસ્તિક એવા પ્રદેશી રાજાને તેમણે પ્રતિબોધ કરીને શ્રાવક બનાવેલો હતો. (૨) ગૌતમસ્વામી સાથે વિશદ્ ધર્મસંવાદ દ્વારા સત્ય સમજી, સ્વીકારીને પાંચ મહાવ્રતોનો સ્વીકાર કર્યો હતો. બંને પ્રસંગોથી તેમની વિદ્વતા અને નમ્રતાનો પરીચય મળે છે. (ગ્રંથોમાં તેમનો ઉલ્લેખ ગણધરરૂપે થયેલો છે.)
( આગમોમાં આ બંને પ્રસંગો વિસ્તારથી છે. રાયuસેણીય સૂત્ર-પ૩ અને ઉત્તરાધ્યયન સૂત્ર-૮૪૭ થી ૯૩૫માં જોવું)
(૧૮) કરકંડૂ-પ્રત્યેકબુદ્ધ રાજર્ષિ :
ચંપાનગરીમાં દધિવાહન રાજા હતા. તેને પદ્માવતી નામે રાણી હતા કે જે ચેડારાજાની પુત્રી હતી. ગર્ભના પ્રભાવે રાણીને રાજાનો વેશ ધારણ કરી, પટ્ટહસ્તિ પર બેસી ઉદ્યાનમાં વિચરવાનો દોહદ થયો. રાજા દધિવાહને તેનો દોહદ પૂર્ણ કરવા તૈયારી કરી, હાથી પર બેસી નીકળ્યા ત્યારે ઉન્મત્ત થયેલો હાથી દોડ્યો પરિણામે