________________
“મન્નડ જિણાણં' સઝાય-વિવેચન
૧૪૧
– સામાયિક વિશે વિશેષ વ્યાખ્યા અને વિવેચન માટે સૂત્ર-૯ “કરેમિભંતે" અને સૂત્ર-૧૦ “સામાઇયવયજુરો" જોવું.
(૫) [ર્વશતત્તર - ચોવીશે જિનની સ્તુતિ કરવી તે. - વિશેષ જાણકારી માટે સૂત્ર-૮ “લોગસ્સ" જુઓ. (૬) વંદન - નમવું, અભિવાદન કરવું, પંચાંગ પ્રણિપાત કરવો તે.
– વિશેષ જાણકારી માટે સૂત્ર-૩ “ખમાસમણ" અને સૂત્ર-૨૯ “વાંદરા સૂત્ર' જોવું.
(૭) પ્રતિમા :
– પ્રમાદને લીધે સ્વસ્થાનથી પરસ્થાનમાં ગયેલા આત્માની ફરી તે જ મૂળ સ્થાને જવાની ક્રિયા કરે તે પ્રતિક્રમણ કહેવાય.
– પાપકર્મોની નિંદા, ગણ્ડ અને આલોચના કરીને નિઃશલ્ય થયેલા એવા યતિનું મોક્ષફળ આપનાર શુભ યોગોને વિશે પુનઃ પુનઃ પ્રવૃત્ત થવું તે જ પ્રતિક્રમણ જાણવું
– પ્રતિક્રમણ વિશે વિશેષ વ્યાખ્યા અને વિવેચન માટે સૂત્ર-૫ “ઇરિયાવહી, સૂત્ર-૨૬ “દેવસિઅ પડિક્કમસે કાઉ" સૂત્ર-૩૫ “ઇચ્છામિ પડિક્કમિઉ", સૂત્ર૩૫ “શ્રાદ્ધપ્રતિક્રમણ” વંદિતુ સૂત્ર જોવા.
(૮) યોત્સા :- કાયાનો ઉત્સર્ગ-મમત્વ ત્યાગ કરવો તે. – શરીરની ક્રિયાઓ અને શરીરના મમત્વનો ત્યાગ કરવો - તે કાયોત્સર્ગ. – સ્થાન, મૌન, ધ્યાનપૂર્વક મલિન અધ્યવસાયોનું વિસર્જન કરવું તે.
- કાયોત્સર્ગનું વિવેચન સૂત્ર-૬ “તસ્સઉત્તરી"માં જોવું. સૂત્ર-૭ “અન્નત્થ” તથા સૂત્ર-૧૯ “અરિહંત ચેઇયાણં' પણ જોવું.
(૯) પ્રત્યાધાન - પાપથી અટકવાની પ્રવૃત્તિ કે વિરમવું તે. – અમુક મર્યાદામાં અવિરતિથી પ્રતિકૂળ કથન કરવું તે.
– પ્રત્યાખ્યાન એટલે પરિત્યાગ કરવાની પ્રતિજ્ઞા કે નિયમ જે નિવૃત્તિ, વ્રત કે વિરમણ તરીકે ઓળખાય છે.
– પ્રત્યાખ્યાનના મૂલગુણ અને ઉત્તરગુણ એવા બે ભેદ કહ્યા છે અને દ્રવ્ય તથા ભાવથી પ્રત્યાખ્યાન એવા પણ બે ભેદ છે. વળી અનાગત, અતિક્રાંત આદિ પ્રત્યાખ્યાનના દશ ભેદો પણ છે.
૦ આ સામાયિક આદિ છ આવશ્યકમાં પ્રતિદિન ઉદ્યમવંત રહેવું કેમકે (૧) સામાયિક વડે ચારિત્રની વિશુદ્ધિ થાય છે, (૨) ચતુર્વિશતિ વડે દર્શનાચારની વિશુદ્ધિ થાય છે, (૩) વંદન વડે જ્ઞાનાદિ ગુણોની વિશુદ્ધિ થાય છે, (૪) પ્રતિક્રમણ વડે મૂલગુણ-ઉત્તરગુણની વિશુદ્ધિ થાય છે, (૫) કાયોત્સર્ગ વડે ચારિત્રના અતિચારોની શુદ્ધિ થાય છે અને (૬) પ્રત્યાખ્યાન વડે તપના અતિચારોની શુદ્ધિ થાય છે. તત્ત્વાર્થસૂત્રના અધ્યાય-૬ સૂત્ર-૨૩ના ભાષ્યમાં ઉમાસ્વાતિજી કહે છે કે, “સામાયિકાદિ છ આવશ્યકનું યથાવિહિત યોગ્ય કાલે ભાવથી આસેવન” તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરાવે છે.
4
છે