________________
મન્નત જિણાણં' સક્ઝાય-વિવેચન
૧૪૫
૦ (૨૧) પુરુથુન :- ગુરુની સ્તુતિ કરવી.
૦ ૦ - શબ્દની વ્યાખ્યા સૂત્ર-૨ “પંચિંદિય" સૂત્ર-૧૧ “જગચિંતામણિ”માં “જગગુર” શબ્દથી, સૂત્ર-૧૮ “જયવીયરાય” અથવા તો સૂત્ર-૧ના ત્રીજા, ચોથા, પાંચમાં પદથી જાણવી.
૦ યુગ એટલે સ્તુતિ કે ગુણગાન કરવું તે. – ગુરુ સ્તુતિથી કુગતિનું નિવારણ થાય અને બોધિનો લાભ થાય છે. ૦ (૨૨) સાન્નિસાન વચ્છ8 - સાધર્મિકનું વાત્સલ્ય કરવું. ૦ સાગ - સાધર્મિક - સમાન ધર્મ પાળે તે સાધર્મિક. ૦ વ89 - વાત્સલ્ય, સ્નેહ, હાર્દિક પ્રેમ, આદરભાવ.
- સાધર્મિકનું વાત્સલ્ય દ્રવ્ય અને ભાવથી એમ બે પ્રકારે કરવું જોઈએ. દ્રવ્ય વાત્સલ્યમાં તેને અન્ન, પાન, વસ્ત્ર, પાત્ર આદિ આપવા અને ભાવ વાત્સલ્ય તે સાધર્મિકને ધર્મ માર્ગે ચડાવવો, માર્ગમાં હોય તો સ્થિર કરવો, સ્થિર હોય તો આગળ વધારવો તે.
- સાધર્મિક વાત્સલ્ય (પ્રવચન ભક્તિ)થી તીર્થંકર નામકર્મ પણ બંધાય છે. ભગવંત સંભવનાથે પૂર્વના ભવે સાધર્મિક ભક્તિ વડે જ તીર્થંકર નામકર્મ બાંધેલું હતું.
• (૨૩) હરસ ય સુદ્ધી - વ્યવહારમાં શુદ્ધિ રાખવી તે.
– સર્વજ્ઞ ભગવંતે ધર્મનું મૂળ વ્યવહાર શુદ્ધિને કહ્યું છે, શુદ્ધ વ્યવહાર કરીને જ અર્થની શુદ્ધિ થાય છે.
– લેવડ-દેવડમાં પ્રામાણિકપણું રાખવું તે વ્યવહારશુદ્ધિ કહેવાય. વ્યાપારમાં વ્યવહાર શુદ્ધિ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચાર પ્રકારે રાખવાનું “શ્રાદ્ધગુણ વિવરણ'માં કહેલું છે.
૦ (૨૪) હળતા - રથયાત્રા કાઢવી, રથયાત્રા કરવી.
- જેમાં રથની મુખ્યતા છે તેવી યાત્રા અથવા રથમાં પરમાત્માને બિરાજમાન કરી ઋદ્ધિપૂર્વક નીકળતી યાત્રા તે રથયાત્રા.
– સારી રીતે શણગારેલા ઉત્તમ રથમાં શ્રી જિનપ્રતિમાજીને પધરાવીને મહોત્સવપૂર્વક સ્નાત્ર પૂજાદિ ભક્તિ સત્કાર કરતાં સમસ્ત નગરમાં ફેરવીને તેની પૂજા કરવી-કરાવવી વગેરે “રથયાત્રા' કહેવાય.
• (૨૫) તિત્યના :- તીર્થયાત્રા, તીર્થની યાત્રા કરવી.
૦ તિર્થી - તીર્થ. સૂત્ર-૮ “લોગસ્સ", સૂત્ર-૧૨ “જંકિંચિ" અને સૂત્ર-૧૩ નમુત્થણમાં આ શબ્દની વ્યાખ્યા કરાયેલી છે.
– નિશ્ચયનયથી જ્ઞાનાદિ ગુણ યુક્ત આત્મા જ તીર્થ છે.
– તીર્થંકર પરમાત્માના જન્મ, દીક્ષા, જ્ઞાન, નિર્વાણ કલ્યાણકભૂમિ તેમજ વિહાર ભૂમિઓ પણ ઘણાં ભવ્યજીવોને શુભભાવને ઉત્પન્ન કરનારી હોવાથી તીર્થ કહેવાય છે. [4|10|