________________
‘મત્રહ જિણાણં’ સજ્ઝાય-વિવેચન
૧૪૯
પછી પ્રેરકરૂપે દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ કે હેમચંદ્રાચાર્યજી મહારાજ આદિ અનેક દૃષ્ટાંતો જૈનશાસનમાં નોંધાયેલા છે.
૦ (૩૬) માવળાતિત્ત્વ - તીર્થ-શાસનની પ્રભાવના કરવી. “તીર્થ” શબ્દ શ્રાવકના ૨૫ માં કર્તવ્ય ‘તીર્થયાત્રા'માં આવેલો છે. ‘પ્રભાવના' શબ્દ સૂત્ર-૨૮ ગાથા-૩ના વિવેચનમાં જોવો.
લોકોના હૃદય પર તીર્થ-શાસનનો પ્રભાવ પડે, તેઓ તેના આચરણની પ્રવૃત્તિવાળા થાય તેવા જે કંઈ કાર્યો કરવા તે સર્વેને તીર્થની પ્રભાવના કહેવામાં આવે છે.
સામાન્ય ‘તીર્થ' શબ્દથી સ્થાવર-જંગમ તીર્થ લેવાય છે, પણ અહીં તીર્થનો અર્થ ‘શાસન' એવો સમજવાને છે.
જેમાં ‘ભાવના’ શ્રેષ્ઠતમ કે પ્રકૃષ્ટતમ બને તે રીતે શાસનના
-
પ્રભાવના
કાર્યો કરવા. તે રૂપ શાસન પ્રભાવના તે તીર્થ પ્રભાવના.
-
-
-
નિશીથ આદિ સૂત્રમાં શાસનના આઠ પ્રભાવકો કહ્યા છે. જેમકે (૧) અતિશય ઋદ્ધિવાન્, (૨) ધર્મકથી, (૩) વાદી, (૪) આચાર્ય, (૫) તપસ્વી, (૬) નૈમિતિક, (૭) વિદ્યાવાનૢ, (૮) રાજસમૂહસંમત.
૦ સટ્ટાન વિશ્વમૈદું નિર્દે સુષુવજ્ઞેળ - અહીં શ્રાવકના છત્રીશ કર્તવ્યો કહ્યા છે. તે સદ્ગુરુના ઉપદેશથી નિત્ય જાણવા યોગ્ય છે.
૦ સદ્ભાળ - શ્રાવકોના
° છ્યું - આ, અહીં કહેલા
૦ વિશ્વ - ૩૬ કર્તવ્યો
-
૦ નિઘ્ર - હંમેશાં, રોજ ૦ વસેળ - ઉપદેશ વડે
૦ સુગુરુ - સદગુરુ
આ કૃત્યો જાણવા અને જાણીને શ્રાવકોએ આદરવા જોઈએ. વિશેષ કથન :
પાંચ ગાથામાં વર્ણવાયેલ એવી આ સજ્ઝાયમાં શ્રાવકના છત્રીશ કર્તવ્યોનું વર્ણન છે. જેમ ‘શ્રાદ્ધદિનકૃત્ય' ગ્રંથમાં શ્રાવકના દૈનિક કર્તવ્યોનું વર્ણન છે, ‘શ્રાદ્ધગુણ વિવરણ'માં શ્રાવકના ગુણોનું વર્ણન છે, ‘શ્રાદ્ધવિધિ'માં શ્રાવકના દિન, રાત્રિ, પર્વ, વાર્ષિક આદિ કર્તવ્યોનું વર્ણન છે તેમ અહીં શ્રાવકના ૩૬ કર્તવ્યો કહ્યા છે. આ કર્તવ્યોનું વારંવાર સ્મરણ કે આવૃત્તિ કરવાની હોય તેને સજ્ઝાય પણ કહેવામાં આવે છે.
આવશ્યક ક્રિયામાં આ સજ્ઝાયનું સ્થાન—
(૧) પ્રતિક્રમણમાં - ખિ, ચૌમાસી અને સંવચ્છરી પ્રતિક્રમણના પૂર્વેના દિવસે (સામાન્યથી લોકો જેને તેરસ અને ભાદરવાસુદ ત્રીજથી ઓળખતા હોય છે) મંગલિક પ્રતિક્રમણ કરતી વેળાએ શ્રાવકોએ સજ્ઝાયને સ્થાને આ “મન્નહજિણાણં'' સજ્ઝાય બોલવાની હોય છે.
(૨) પચ્ચક્ખાણ પારવામાં - શ્રાવકો જ્યારે કોઈ વિશિષ્ટ તપ કરતા હોય ત્યારે “પચ્ચક્ખાણ પારવાની” વિધિ કરવાની હોય છે. આ વિધિમાં પણ