________________
૧૮૬
ભણાવ્યા પહેલાં જ (બીજા પ્રહર પહેલાં જ) સૂઈ જાય તે દોષ છે. (૧૦ થી ૧૩) વિકથા કરે :
પૌષધ વ્રત અંગીકાર કર્યા પછી રાજ્ય સંબંધી, ભોજન સંબંધી, દેશ સંબંધી અને અથવા સ્ત્રીના સંબંધમાં કથા કરે અર્થાત્ વાતો કરે તે દોષ છે. (૧૪) પારિષ્ઠાપનિકામાં ભૂલ :
પૌષધ દરમ્યાન પૂંજ્યા કે પ્રમાર્ષ્યા વિના માત્રક લઈ લઘુનીતિ કે વડીનીતિ કરે અને અપ્રમાર્જિત, અપડિલેહિત ભૂમિમાં પરઠવે તે દોષ. (૧૫) પરનિંદા કરે :
જો કે શ્રાવકે અઢારે પાપસ્થાનકોનું વર્જન કરવાનું છે, પણ આ પ્રવૃત્તિની વિશેષતા દર્શાવતા અહીં કહ્યું છે કે, પારકી નિંદાનો ત્યાગ કરવો જોઈએ. (૧૬) પૌષધમાં ચોર કે ચોરીની વાતો કરે. (૧૭) સરાગ દૃષ્ટિએ સ્ત્રીના અંગોપાંગ નીરખીને જુએ. (૧૮) અવિરતિ ગૃહસ્થ સંબંધી વાર્તાલાપ કરવો :
પૌષધમાં - પૌષધ નહીં લીધેલા એવા અવિરતિ માતા, પિતા, પુત્ર, ભાઈ, સ્ત્રી, પરિવાર વગેરે સંબંધી કંઈ વાર્તાલાપ કરે.
પૌષધના આ અઢારે દોષોમાંથી એક પણ દોષનું સેવન પૌષધ વ્રતધારીએ કરવું જોઈએ નહીં. (જો થયો હોય તો શું કરવું ? તે જણાવે છે
૦ જે કોઈ દોષ લાગ્યો હોય.....
ઉક્ત અઢાર દોષમાંથી જે કોઈ દોષ પૌષધવ્રત દરમ્યાન થયો હોય તે સર્વે દોષોનું મન વડે, વચન વડે અને કાયા વડે ‘મિચ્છા મિ દુક્કડં’” મારું તે દુષ્કૃત્ મિથ્યા થાઓ. એ પ્રમાણે ત્રિકરણ યોગે માફી માંગે.
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪
વિશેષ કથન :
આ સૂત્ર બે વિભાગમાં અને બે ભાષામાં ગુંથાયેલું છે આરંભમાં બે ગાથાઓ છે, જે ‘ગાહા’ નામ છંદમાં છે પદ્ય સ્વરૂપે છે. તેની ભાષા પ્રાકૃત છે. પછીનો જે પાઠ છે તે ગદ્યમાં છે અને ગુજરાતી ભાષામાં છે.
આ આખી સૂત્ર યોજના સૂત્ર-૧૦ ‘સામાઇય વયજુત્તો'' સૂત્ર અનુસાર થયેલી હોય તેવી લાગે છે. કેમકે ‘સામાઇય વયજુત્તો'માં પણ પહેલી બે ગાથા પ્રાકૃત ભાષામાં, પદ્યરૂપે છે આ સૂત્રમાં પણ તેમજ છે. પછીના જે ગદ્યખંડો છે. તેમાં પહેલો ગદ્યખંડ સંપૂર્ણપણે બંનેમાં સમાન જ છે, માત્ર ‘સામાયિક' શબ્દને સ્થાને “પોસહ' શબ્દ મૂકેલ છે. બીજા ગદ્ય ખંડમાં દોષોનું “મિચ્છા મિ દુક્કડં' છે તેમાં દોષોની સંખ્યા બદલાયા પછી બાકીનું લખાણ બંને સૂત્રોમાં સમાન જ છે. આ સૂત્રનો ઉપયોગ ક્રિયામાં – માત્ર પૌષધ પારતી વખતે થાય છે, અન્યત્ર આ સૂત્રનો કોઈ ઉપયોગ બીજી ક્રિયામાં થતો નથી.
-
--
-
-
-
આ સૂત્રની પહેલી ગાથામાં સાગરચંદ્ર આદિને ધન્યવાદ આપવાનું કારણ
એ પ્રમાણે જણાવ્યું કે તેઓએ પોતાની પૌષધ પ્રતિજ્ઞા મરણ તુલ્ય કષ્ટ આવ્યું તો