________________
૧૧૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪
રાજા-રાણી છુટા પડી ગયા. અટવીમાં એકલી પડી રાણી જેમ તેમ દંતપુર પહોંચ્યા. સાધ્વીજી પાસે પોતાની બધી વીતક જણાવી, માત્ર ગર્ભવતી છે તે ન કહ્યું, પછી દીક્ષા લીધી. પણ ગર્ભકાળ થયો ત્યારે મહત્તરા સાધ્વીને સત્ય હકીકત જણાવી. કોઈ શય્યાતરને ત્યાં પુત્રનો જન્મ આપ્યો. આ પુત્ર તે કરકંડુ.
જો કે પુત્રનું નામ અવકીર્ણક પાડેલ. પણ તેને ઘણી જ ખંજવાળ આવતી હોવાથી બાળકો કર વડે તેને ખંજવાળતા હતા. તેથી તેનું નામ કરઠંડુ પડી ગયું. પુન્યપ્રભાવે કરકંડૂ મોટો થઈને રાજા બન્યો. કોઈ વખતે દધિવાહન રાજા સાથે તેની લડાઈ થઈ. તે જાણીને સાધ્વી પદ્માવતીએ આવીને તે લડાઈનો અંત આણ્યો. પછી દધિવાને તેને ચંપાનગરીનું પણ રાજ્ય સોંપી દઈ દીક્ષા લીધી. કરકંડુ રાજા ન્યાયપૂર્વક બંને રાજ્ય ચલાવતો હતો. પણ કોઈ વખતે વૃદ્ધ વૃષભને જોઈને રાજા અનિત્ય ભાવના ચિંતવતા જાતિસ્મરણ જ્ઞાન પામ્યા. સ્વયં પંચમુખી લોચ કરી પ્રત્યેકબુદ્ધ થયા. શુદ્ધ ચારિત્રપાલન કરી મોક્ષે ગયા.
( આગમોમાં ઉત્તરાધ્યયન સૂત્રમાં નિર્યુક્તિ, વૃત્તિ, ચૂર્ણિમાં આ કથા વિસ્તારથી છે, તે ઉપરાંત આવશ્યક ચૂર્ણિ અને ભાષ્યમાં પણ છે) ' (૧૯, ૨૦) હલ અને વિહa :- રાજગૃહી નગરીના રાજા શ્રેણિકની એક રાણી ચેલણા હતી. તેણીને કોણિકથી નાના હલ અને વિહલ્લ નામે બીજા પણ બે પુત્રો હતા. શ્રેણિક રાજાએ તેમને સેચનક હાથી અને નવલખો હાર આપેલા હતા. કોણિકની રાણી પદ્માવતીના દુરાગ્રહથી જ્યારે કોણિકે આ બંને વસ્તુઓ પાછી માગી, ત્યારે હલ્લ અને વિહલ્લ ત્યાંથી નીકળીને ચેડારાજા પાસે ચાલ્યા ગયા. તે પાછા મેળવવા કોણિકે યુદ્ધ કર્યું. યુદ્ધ દરમિયાન કોણિકની યુક્તિને કારણે સેચનક હાથી ખાઈમાં પડીને મરણ પામ્યો. તેથી હલ અને વિડિલને વૈરાગ્ય ઉત્પન્ન થતા બંનેએ ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી. કાળધર્મ પામીને જયંત નામના અનુત્તર વિમાને દેવ થયા, ત્યાંથી મહાવિદેહે મોલમાં જશે.
( આગમમાં આ કથા અનુત્તરોવવાઈય સૂત્ર-૧, ૨માં તથા ભગવતી સૂત્ર૩૭૨-વૃત્તિ, આવશ્યક નિર્યુક્તિ-૧૨૮૪ની વૃત્તિ-પૂર્ણિમાં આ કથા આવે છે. વિહલ નામથી ભદ્રા માતાના પુત્રની પણ કથા આવે છે.)
(૨૧) સુદર્શન શેઠ :
(સુદર્શન નામથી દશ પાત્રો અમારા નામ નામ ક્રોસો' માં નોંધ્યા છે. જેમાં શ્રાવકરૂપે અને શ્રમણરૂપે નોંધાયેલા “સુદર્શન' પણ એકથી વધુ છે. તે બધામાંથી અહીં માત્ર શીલવત-પૌષધવ્રતધારી સુદર્શનની કથાનો સંક્ષેપ નોંધેલ છે. આ કથા આગમોમાં આવશ્યક નિર્યુક્તિ-૧૫૫૦ની ચૂર્ણિ અને વૃત્તિમાં છે. આચારાંગ મૂળ ૨૨૮ની ચૂર્ણિ અને વૃત્તિમાં છે.)
ચંપાનગરીમાં ઋષભદાસ નામે શ્રેષ્ઠી હતો, તેને અહંદુદાસી નામે પત્ની હતી. તેમનો નોકર “સુભગ” હતો. તેણે કોઈ મુનિ પાસેથી “નમો અરિહંતાણં' પદ સાંભળીને યાદ રાખેલ. શ્રેષ્ઠીએ તેને આખો નવકાર શીખવેલો. કોઈ વખતે તેનું