________________
૧૧૬
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪
પણ ચાર શિષ્યો થયા – (૧) આર્ય સમિત, (૨) આર્ય ધનગિરિ, (૩) આર્ય વજ્રસ્વામી અને (૪) અર્હત્ત. તેઓએ પોતાની પાટે વજ્રસ્વામીને સ્થાપ્યા. પોતે ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. કાળધર્મ પામીને દેવલોકે ગયા.
(* આગમોમાં આવશ્યક નિયુક્તિ-ચૂર્ણિ વૃત્તિ, ઉત્તરાધ્યયનવૃત્તિ, ગચ્છાચાર પયત્રા આદિમાં તેમની કથાના ઉલ્લેખો મળે છે.) (૧૪) કૃતપુણ્ય :
શ્રીપુર નગરમાં એક ગોવાલણ રહેતી હતી. તેને એક પુત્ર હતો. નગરમાં ઉત્સવ નિમિત્તે રંધાયેલી ખીર જોઈને તે બાળકે પણ માતા પાસે ખીર માટે જીદ કરી. ગરીબ ગોવાલણના ઘરમાં ખીર બનાવવાની સામગ્રી જ ન હતી. રડતી ગોવાલણને સખીઓએ અનુકંપાથી સામગ્રી આપી. બાળકે પહેલી વખત ખીર જોઈ. પણ તે જ વખતે માસક્ષમણના પારણે આહારાર્થે પધારેલા સાધુને જોઈને તે બાળકે ખીરના ત્રણ ભાગ કર્યા. ત્રણ ટુકડે બધી ખીર વહોરાવી દીધી. તે સાધુદાનના પ્રભાવે રાજગૃહી નગરીના ધનેશ્વર શેઠને ત્યાં પુત્રરૂપે અવતર્યા કૃતપુણ્ય નામ પડ્યું, સુખદુઃખના ત્રણ તબક્કા પસાર થયા. ત્રણે પ્રસંગે પુનઃ સંપત્તિવાન બન્યા. છેલ્લે શ્રેણિક રાજાનું અડધુરાજ્ય પામ્યા અને તેમની પુત્રી મનોરમા સાથે કૃતપુણ્યના લગ્ન પણ થયા. પણ પછી ભગવંત મહાવીર પાસે પોતાનો પૂર્વભવ સાંભળીને દીક્ષા ગ્રહણ કરી, કાળ કરીને સ્વર્ગે ગયા. આ પ્રમાણે દાનના નિમિત્તથી પણ સામાયિકની પ્રાપ્તિ થાય છે.
(* આ કથા આવશ્યક નિયુક્તિ-૮૪૬, ૮૪૭ની ચૂર્ણિ અને વૃત્તિમાં વિસ્તારથી અપાયેલી છે.)
(૧૫) સુકોશલ મુનિ :
ધર્મધ્યાનમાં બતાવેલી અપૂર્વઢતા માટેનું આ પ્રસિદ્ધ દૃષ્ટાંત છે. તેઓ સાકેતપુરના રાજા કીર્તિધરના પુત્ર હતા. તેમની માતાનું નામ સહદેવી હતું. કીર્તિધર રાજાએ દીક્ષા લીધી. પુત્ર કેમે કરીને દીક્ષા ન લે તે માટે સહદેવી માતાએ સુકોશલને કીર્તિધર રાજર્ષિથી દૂર રાખવા ઘણાં પ્રયત્નો કર્યા, પણ સુકોશલકુમારે અંતે દીક્ષા લીધી. માતા સહદેવી પતિ અને પુત્રના વિયોગથી આર્તધ્યાન કરતા મૃત્યુ પામી વાઘણરૂપે જન્મ્યા. કોઈ વખતે સુકોશલમુનિ પિતામુનિ સાથે ચિત્રકૂટ પર્વત પરથી ઉતરતા હતા. પૂર્વભવની માતા એવી વાઘણે હુમલો કર્યો. કાયોત્સર્ગમાં સ્થિર રહીને પ્રત્યાખ્યાનમાં ઉપયોગવંત બન્યા. વાઘણે આખું શરીર ફાડી ખાધું. વાઘણથી ખવાતાં છતાં ધર્મધ્યાનથી ચલિત ન થયા. શુક્લધ્યાનમાં આગળ વધતા સુકોશલ મુનિ અંતકૃત્ કેવલી બની મોક્ષે ગયા.
આગમોમાં ભત્તપરિજ્ઞા, સંસ્તારક અને મરણ સમાધિમાં આ દૃષ્ટાંત જોવા મળે છે.)
(૧૬) પુંડરીક ઃ
(પુંડરીક નામથી બે કથાનકો આગમોમાં છે. એક પુંડરીક આરાધક છે અને