________________
૯૪
(શાંતિપદને પામે.)
૦ ગાથા-૧૭નો અર્થ અન્વય પદ્ધતિએ–
– યાયાત્ - પામે છે શું પામે છે ? શાંતિપદને.
-
· શાંતિ પદ કેવી રીતે પામે છે ? નિશ્ચયથી (પામે છે)
· શાંતિ પદ કોણ પામે છે ? તે. તે એટલે કોણ ?
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪
જે આ સ્તોત્રનો નિત્ય પાઠ કરે છે અથવા જે તેને હંમેશા સાંભળે છે અથવા જે આ મંત્રયોગનું વિધિપૂર્વક મનન કરે છે કે તદનુસાર ભાવના કરે છે (તે શાંતિપાદને પામે છે)
બીજું કોણ શાંતિપદને પામે ?
શ્રી માનદેવસૂરિ - કે જે આ સ્તવના કર્તા છે.
૦ મૂળ રચના મુજબ તથા અવસૂરિ અનુસાર લઘુ શાંતિ સ્તવ અહીં પુરું થાય છે. છતાં અંત્ય મંગલરૂપે બીજી બે ગાથા જોવા મળે છે, જેમાં ‘‘ઉપસર્ગા: ક્ષયં યાંતિ'' ગાથા લઘુ શાંતિની જેમ મોટી શાંતિને અંતે પણ ગોઠવાયેલી છે. જ્યારે બીજી ‘‘સર્વમંગલ'' ગાથા ‘જયવીયરાય' સૂત્રમાં અંતે પણ છે અને મોટી શાંતિને અંતે પણ છે. વળી ટીકામાં આ બે ગાથાની નોંધ નથી માટે પ્રક્ષેપ ગાથા હોવાનો સંભવ જણાય છે.
'
૦ ગાથા-૧૮નું વિવેચન :
૦ પસર્ન: ક્ષય યાન્તિ - બધાં ઉપસર્ગો નાશ પામે છે.
૦ ઉપસર્ગ એટલે આફત, વિઘ્ન, બીજા વડે કરાયેલા ઉપદ્રવ.
આ શબ્દની વ્યાખ્યા-વિવેચન માટે જુઓ સૂત્ર-૧૭ ‘ઉવસગ્ગહરં’. ક્ષય થવો, વિનાશ પામવો, ક્ષીણ થવું.
૦ ક્ષય
વિંતે વિઘ્નવશ્ચયઃ - વિઘ્નરૂપ વેલડીઓ છેદાય છે. વિઘ્નને વેલડી સાથે સરખાવેલ છે. તેનું છેદાવું-કપાવું. • मनः प्रसन्नतामेति મન પ્રસન્નતાને પામે છે.
-
૦ મનઃ મન, ચિત્ત, અંતઃકરણ (પ્રસન્ન થાય છે) • पूज्यमाने जिनेश्वरे ૦ અન્વય પદ્ધતિએ ગાથાર્થ :
ક્ષય પામે છે, છેદાય છે અને પામે છે. એ ક્રિયાપદ છે. આ ત્રણે ક્રિયાપદો દ્વારા કઈ ક્રિયા થાય છે ? અને શું કરતા થાય છે ? એ બે પ્રશ્નોના ઉત્તરમાં ગાથાર્થ સમાયેલો છે.
-
શ્રી જિનેશ્વરનું દેવનું પૂજન કરવાથી
શ્રી જિનેશ્વર પરમાત્મા અર્થાત્ વીતરાગ એવા અરિહંત દેવને પૂજવાથી - તેમનું વિધિસર પૂજન કરવાથી (૧) ઉપસર્ગો ક્ષય પામે છે (૩) મન પ્રસન્નતાને પામે છે ૦ ગાથા-૧૯ પૂર્વે સૂત્ર-૧૮
(૨) વિઘ્નરૂપી વેલ છેદાય છે.
‘જયવીયરાય''માં આવેલી જ છે. તેનું