________________
૯૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪ અને છેલ્લે મંત્ર બોલવાથી આદ્યન્ત પ્રયોગ થાય છે. જે અન્યોન્ય પ્રેમમાં દ્વેષ કરાવે છે.
(૮) ગર્ભસ્થ :- પહેલા અને છેલ્લા બબ્બે વાર મંત્ર ભણી મધ્યમાં સાધ્ય રાખી પ્રયોગ કરવાથી ગર્ભસ્થપ્રયોગ થાય છે. જેથી મારણ, ઉચ્ચાટન, વશીકરણ સિદ્ધ થાય છે અને મનુષ્યોનાં શસ્ત્ર, અસ્ત્ર, વહાણ, સૈન્ય, બુદ્ધિ, ગર્ભ વગેરેની ગતિ અટકે છે.
(૯) સર્વતો મુખ :- પહેલા ત્રણ વખત મંત્ર બોલી વચમાં સાધ્ય રાખી અંતે પણ ત્રણ વખત મંત્ર બોલવાથી સર્વતોમુખ પ્રયોગ થાય છે. જેનાથી બધા ઉપદ્રવો કે વિનોની શાંતિ, અપમૃત્યુ નિવારણ, સર્વ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
(૧૦) યુક્તિ વિદર્ભિત :- પહેલા મંત્ર પછી નામ પાછો મંત્ર એ પ્રમાણે ત્રણ વખત જપવાથી યુક્તિ વિદર્ભિત પ્રયોગ થાય છે. જેનાથી બધા વ્યાધિનો નાશ, ભૂત આદિ બાધાનો નાશ થાય છે.
(૧૧) મંત્ર વિદર્ભિત :- મંત્ર બોલી એક સાધ્યનો અક્ષર લેવાથી મંત્ર વિદર્ભિત પ્રયોગ થાય છે. તે સર્વ કાર્ય કરનાર, સર્વ ઐશ્વર્યનું ફળ આપનાર છે. (જેનો લઘુ શાંતિ સ્તવમાં ઉલ્લેખ છે.)
• સ્તવઃ શાન્તિઃ શાંતિ સ્તવ, શાંતિનાથ ભગવંતનું આ સ્તવ. (જે પૂર્વાચાર્ય દર્શિત છે અને મંત્રપદથી ગુંથાયેલ છે તે)
• સનિલિ-મ-વિનાશી - પાણી વગેરે આઠ ભયોનો વિનાશ કરનાર છે અર્થાત્ તે ભયોનો નાશ કરે છે.
– “સલિલ આદિ' - આ જ સ્તવની ગાથા-૧૨માં જણાવ્યા મુજબનાસલિલ, અનલ, વિષ, વિષધર, દુગ્રહ, રાજા, રોગ, રણ એ આઠ ભયોના સમૂહનો વિનાશ કરનાર,
• શાંત્યાવિહાર મમતાં - ભક્તિ કરનારા મનુષ્યોને શાંતિ આદિને કરનાર.
૦ #િમત - ભક્તિ કરનાર, મંત્ર સાધક, ભક્તિપૂર્વક અનુષ્ઠાન કરનારો એવો મંત્ર સાધક.
- આ મંત્ર સાધક કેવો હોય ? તેના લક્ષણ ભૈરવપદ્માવતી કલ્પના મંત્ર લક્ષણાધિકારમાં આ પ્રમાણે જણાવેલ છે
(૧) શુચિ - બાહા અને અત્યંતર પવિત્રતા વાળો. (૨) પ્રસન્ન - સૌમ્યચિત્તવાળો (૩) ગુરદેવભક્ત - ગુરુ અને દેવની યોગ્ય ભક્તિ કરનારો (૪) દઢવ્રત - ગ્રહણ કરેલા વ્રતમાં અતિ દૃઢ (૫) સત્યદયા સમેત - સત્ય – અહિંસાનો ધારક (૬) દક્ષ-અતિ ચતુર
| (૭) પટું - બુદ્ધિશાળી (૮) બીજ પદાવધારી - બીજ અને પદનો ધારક – આવો પુરુષ આ જગમાં મંત્રસાધક થાય છે.