________________
લઘુશાંતિ-સ્તવ-વિશેષકથન
૯૭
બોલાય છે. અન્ય સર્વે દિનોમાં ‘લઘુશાંતિ' બોલાય છે.
આ વાતનો ઉલ્લેખ સિદ્ધચંદ્ર ગણિએ આ સ્તવની ટીકામાં પણ કર્યો છે - “પ્રત્યખું લઘુશાંતિઃ પ્રતિક્રમણપ્રાંતે પ્રોચ્યતે." પ્રતિદિન લઘુશાંતિ પ્રતિક્રમણના અંતે બોલાય છે. એવો સંપ્રદાય છે.
૦ લઘુશાંતિ સ્તવનું વિશિષ્ટ રહસ્ય –
આ સ્તવનો આરંભ “શાંતિ' શબ્દથી કર્યો તે મંગલને માટે છે, આ શાંતિનાથ માટે વપરાયેલા (૧) શાંતિ નિશાંત, (૨) શાંત, (૩) શાંતા શિવ એ ત્રણે વિશેષણો ભગવંતના આંતરિક તેમજ બાહ્ય સ્વરૂપને સ્પષ્ટ કરે છે. ભગવંતનું અંતર શાંતિથી ભરેલું છે, તેમની બાહ્યમુદ્રા પ્રશમરસ-નિમગ્ર છે અને તેઓ અશિવને શાંત કરનારા હોવાથી શિવસ્વરૂપ છે. આવા શાંતિનાથ ભગવંતને નમસ્કાર કરીને આ સ્તવ કે સ્તોત્રનો પ્રારંભ કરે છે.
આ સ્તવ “મંત્રપદો વડે બનાવું છું” એમ કહીને કર્તા સ્પષ્ટ કરે છે કે, આ મંત્રગર્ભિત ચમત્કારિક તાંત્રિક કૃતિ છે. સ્તોત્રની બીજી ગાથાથી નામમંત્રની
સ્તુતિનો પ્રારંભ થાય છે. ત્યાં શ્રી શાંતિનાથ ભગવંતની વિવિધ સોળ નામો (વિશેષણો) વડે સ્તુતિ કરવામાં આવી છે. જેવા કે, ભગવત, યશસ્વી, અતુ, યોગીશ્વર વગેરે વગેરે.
ત્યારપછી સાતમી ગાથાથી નવ ગાથા વડે નવરત્નમાલા રચેલી છે. જેમાં વિજયા અને જયા દેવીની સ્તુતિ કરાઈ છે. આ ગાથાઓમાં સ્તોત્ર રચયિતાએ દેવીને જુદા જુદા ચોવીસ નામોથી સંબોધિત કરેલ છે. જેમકે ભગવતી, ગુણવતી, વિજયા, સુજયા, અજિતા, અપરાજિતા, જયાવહા ઇત્યાદિ. આ દેવી પાસે લોકોને વિવિધ ભય અને ઉપદ્રવોથી રક્ષણ કરવા માટે કહેવાયું છે. જેમકે - જળ ભય, અગ્રિ ભય, વિષ ભય આદિ ભયો તથા રાક્ષસ ઉપદ્રવ, શત્રુસમૂહનો ઉપદ્રવ આદિ ઉપદ્રવો.
આ સ્તોત્રની ચૌદમી ગાથામાં આરાધનાનો મૂલમંત્ર પ્રગટ કર્યો છે. દેવી પાસે શાંતિ, સુષ્ટિ, પુષ્ટિ, સ્વસ્તિને કરે એવી પ્રાર્થના કરવામાં આવેલી છે. છેલ્લે સ્તોત્રની સોળમી અને સત્તરમી ગાથામાં આ સ્તોત્રનું ફળ દર્શાવાયુ છે.
v સૂત્ર-નોંધ :– આ સ્તોત્ર-સ્તવ સંસ્કૃત ભાષામાં છે. – આ સ્તોત્રની બધી જ ગાથા આર્યા છંદમાં છે.
– આ સ્તોત્ર ભગવંત મહાવીરની ઓગણીસમી પાટે થયેલા આચાર્ય પૂજ્ય માનદેવસૂરિએ વીરનિર્વાણની સાતમી સદીમાં રચેલું છે અર્થાત્ આગમ સૂત્રમાં આ રચના નથી.
– સ્તોત્રના ઉચ્ચારણમાં અને પદ્ય હોવાથી ગાવામાં ઘણી સાવધાની અને ઉપયોગની આવશ્યકતા છે.