________________
૮૮
આદિ શબ્દથી ભૂત-પિશાચ-શાકિની આદિના ઉપદ્રવોથી.
આ રીતે ભય અને ઉપદ્રવોથી રક્ષણ કરવા ઉપરાંત દેવી પાસે બીજું શું શું કરવા માટેની પ્રાર્થના કરાઈ છે ? (૧) નિરૂપદ્રવતા કર-કર, (૩) તુષ્ટિકર-તુષ્ટિકર
(૫) કલ્યાણકર-કલ્યાણકર.
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪
૦ હવે ગાથા-૧૪ થકી નવરત્નમાલાની આઠમી સ્તુતિ કહે છે.
♦ માવતિ ! મુળતિ ! હે ભગવતિ !, હે ગુણવતિ ! દેવી માટેના આ બંને સંબોધન છે.
(૨) શાંતિકર-શાંતિકર (૪) પુષ્ટિકર-પુષ્ટિકર
– ‘ભગવતિ’ ઐશ્વર્યાદિથી ગુણથી યુક્ત.
– ‘ગુણવતિ' - સત્ત્વ, રજસ, તમસ્ એ ત્રણે ગુણોથી યુક્ત. શિવ-શાંતિ-ષ્ટિ-પુષ્ટિ-ત્તિ-૪ રુ જ બનાનાં નિરૂપદ્રવતા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ અને કલ્યાણ
• જગના લોકોનું તું વારંવાર કર.
-
૦ ૪ - અહીં, આ પ્રસંગે, આ જગતના, આ સ્થાને
૦ બનાનાં - લોકોને (શું કરવું તે હવે બતાવે છે—)
– શિવ, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ અને સ્વસ્તિ એ પાંચ કૃત્યો કરવા માટે દેવીને પ્રાર્થના કરવામાં આવી છે - કહેવાય છે કે–
-
-
-
(૧) ‘શિવકૃત્ય' વડે - તે અશુભ પ્રસંગ ઉપસ્થિત થવા દેતી નથી. (૨) ‘શાંતિકૃત્ય’ વડે આવેલા ભય અને ઉપદ્રવોને નિવારે છે. (૩) ‘તુષ્ટિકૃત્ય’ વડે - મનોરથો પૂરા કરી સંતોષ ઉપજાવે છે. (૪) ‘પુષ્ટિકૃત્ય’ વડે - ચિત્તમાં ઉત્સાહ પ્રેરે છે.
(૫) ‘સ્વસ્તિકૃત્ય’ વડે ક્ષેમ અને કલ્યાણ કરે છે.
ૐ રૂપ
• ओमिति नमो नमो हाँ ह्रीं हू हूः यः क्षः ह्रीं फट् फट् स्वाहा
- જ્યોતિ સ્વરૂપિણી હે દેવી ! હાઁ હાઁ મંત્રાક્ષરો વડે તમને વારંવાર નમસ્કાર થાઓ.
-
૦ ગોમ્ - ૐ આ મંત્રાક્ષર સર્વ મંત્રોનો સેતુ હોવાથી પ્રથમ બોલાય છે. આ બીજરૂપ મંત્રાક્ષર છે. તેનો જ્યોતિ અર્થ પણ છે.
૦ કૃતિ - એવા સ્વરૂપવાળી. ‘ઈતિ' વાક્ય સ્વરૂપ દર્શાવે છે.
૦ ‘નમો નમો'' સામાન્યથી તેનો અર્થ વારંવાર નમસ્કાર થાઓ'' એ પ્રમાણે છે. વિશેષથી આ પદ ની સાથે યોજાયેલ છે.તે મંત્રના જ એક ભાગરૂપ છે. તે મંત્રાધિષ્ઠાયક પ્રત્યે અંતરંગ ભક્તિ દર્શાવે છે. વિશેષતાને દર્શાવવા તે બે વખત સાથે મૂકેલ છે.
હવે હૌં હ્રૌં વગેરે જે દશ મંત્રાક્ષરો છે, તેમાંથી પહેલા સાત અક્ષરો શાંતિમંત્રના બીજરૂપ છે, બાકીના ત્રણ અક્ષરો વિઘ્નનાશ કરનારા મંત્રબીજ સ્વરૂપ દ છે.