________________
લઘુશાંતિ-સ્તવ-વિવેચન-ગાથા-૭, ૮
૮૧
૦ ભવતિ - હે ભવતિ ! સામાન્યથી “થાઓ' અર્થ થાય છે. પણ અહીં *ભવતિ' શબ્દ દેવીના સંબોધન રૂપ છે.
૦ ગાથા-૭ થી ૧૫ની ભૂમિકા –
આ નવ ગાથામાં વિજય અને જયાદેવીની સ્તુતિ કરી છે. આ દેવીઓનું સ્તવનકર્તા માનદેવસૂરિને સાન્નિધ્ય હતું. તે માટે પ્રભાચંદ્રસૂરિએ પ્રભાવક ચરિત્રમાં કહ્યું છે કે
તે વખતે શ્રીમાનદેવસૂરિના બ્રહ્મચર્યના પ્રભાવથી જયા અને વિજયા દેવીઓ તેમને રોજ પ્રણામ કરતી હતી. આવો જ ઉલ્લેખ પટ્ટાવલીઓ તથા અન્ય ગ્રંથોમાં પણ મળે છે.
- આ શાંતિસ્તવમાં (જુઓ ગાથા-૬ અને ૭) પહેલો ઉલ્લેખ વિજયાનો આવે છે અને પછી જયાનો આવે છે. (જુઓ ગાથા-૭ ને ૧૫) તેથી નવરત્નમાલામાં પહેલા વિજયા અને પછી જયા એવું વિશેષણ યુક્ત નામ “વિજયા-જયા નવરત્નમાલા" રાખ્યું છે.
અન્ય મંત્ર કલ્પો જેમકે - સાગરચંદ્ર કૃત્ મંત્રાધિરાજના ત્રીજા અને ચોથા પટલમાં પહેલા વિજયા અને પછી જયા છે, ધર્મઘોષ સૂરિ કૃત્ ચિંતામણિકલ્પમાં પણ ‘વિજયાદિ' જ કહ્યું છે, ભયહરસ્તોત્ર ટીકામાં પણ વિજયા પછી જયા કહ્યું છે.
૦ ગાથા-૭ નો અન્વય પદ્ધતિએ અર્થ :૦ નમ: મવતુ - નમસ્કાર થાઓ. – પણ નમસ્કાર કોનો કર્યો. તે - તને. - તને એટલે દેવીને. પણ દેવી કેવા છે ? વિશેષણો કહે છે. (૧) હે ભગવતી ! તને, (૨) હે વિજયા ! તને (૩) હે સુજયા ! તને, (૪) હે અપરાજિતા ! તને (૫) હે જયાવહા ! તને, (૬) હે અજિતા ! તને (૭) હે ભવતિ ! તને – પણ આમને શા માટે નમસ્કાર કર્યો ?
– કારણ કે, “તારી શક્તિ જગતમાં પરાપર અને બીજાં રહસ્યો વડે જય પામે છે.” દેવી મંત્ર વડે પ્રસન્ન થાય છે અને કાર્ય સિદ્ધિ કરે છે. (મંત્રથી પ્રગટ થતા રહસ્યથી ચૈતન્યશક્તિ જાગૃત થતા, તે ચૈતન્યશક્તિ કાર્યની સિદ્ધિ કરે છે.)
૦ હવે નવરત્નમાલાની બીજી સ્તુતિ ગાથા-૮નું વર્ણન :• સર્વચ િર સંધચ - ચતુર્વિધ એવા સર્વ સંઘને પણ. ૦ સર્વ - સર્વ, સકલ
૦ સંધ - ચતુર્વિધ સંઘ ૦ પ ર - અને વળી
• મક-ઉચાળ-સંવત- - સુખ, ઉપદ્રવરહિતપણું અને મંગલને દેનારી, ભદ્ર, કલ્યાણ અને મંગલને આપનારી.