________________
લઘુશાંતિ-સ્તવ-વિવેચન-ગાથા-૬, ૭
૧૯
૦ શર્તાિ - શ્રી શાંતિનાથ ભગવંતને. ૦ ગાથા-૬ અન્વય પદ્ધતિએ અર્થ :– નમત - હે લોકો ! તમે નમસ્કાર કરો. પણ કોને ? – તે શાંતિનાથ ભગવંતને. (જેનું પૂર્વે વર્ણન કર્યું છે) – તે શાંતિનાથ ભગવાન્ કેવા છે ?
- જેમના નામમંત્રવાળા વાક્યના પ્રયોગ વડે તુષ્ટ કરાયેલી વિજયાદેવી રિદ્ધિ સિદ્ધિ આપી લોકોનું ભલું કરે છે.
– તેથી જ તે દેવી, હવે પછી સ્તવાયેલી છે.
૦ શ્રી શાંતિજિન-નામમંત્ર સ્તુતિને “પંચરત્ન સ્તુતિ” પણ કહી શકાય તેમ છે. કારણ એ સ્તુતિ રત્નસમાન સુંદર એવી પાંચ ગાથાઓ વડે બનેલી છે.
(૧) સ્તુતિની પહેલી ગાથામાં શ્રી શાંતિનાથ પરમાત્માને ‘યોગીશ્વર' તરીકે વર્ણવ્યા છે. જે ૐકાર સ્વરૂપ છે, નિશ્ચિત વચનવાળા છે, અનંતજ્ઞાનથી યુક્ત છે, સર્વની પૂજાને યોગ્ય છે, સર્વ અપાયોના અપગમ કરવા વડે “જયવાનું છે. સર્વને શાંતિ પમાડવા યોગ્ય પ્રબળ યશ નામકર્મ ધારક છે.
પરમાત્માનું આ સ્વરૂપ અધ્યાત્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ ઇચ્છારા માટે ધ્યાતવ્ય છે.
(૨) બીજી સ્તુતિમાં શાંતિનાથ પરમાત્માને ગૈલોક્યેશ્વર રૂપે વર્ણવ્યા છે, જે સકલ અતિશય રૂપી મહાસંપત્તિના સ્વામી છે અતિ પ્રશંસનીય છે.
– પરમાત્માનું આ સ્વરૂપ રિદ્ધિ સિદ્ધિ ઇચ્છનારે ધ્યાતવ્ય છે.
(૩) ત્રીજી સ્તુતિમાં શાંતિનાથ પરમાત્માને ભુવનેશ્વર રૂપે કહ્યા છે - જે સર્વે દેવોના ઇન્દ્રોથી પૂજિત છે, ન જિતાયેલા છે.
- પરમાત્માનું આ સ્વરૂપ વિદ્યા, મંત્ર, તંત્ર માટે ધ્યાતવ્ય છે.
(૪) ચોથી સ્તુતિમાં શાંતિનાથ પરમાત્માને રૂદ્ર રૂપે કહ્યા છે– જેઓ સર્વ ભય સમૂહોનો નાશ કરે છે, સર્વે ઉપદ્રવોનું શમન કરે છે; ભૂત, પિશાચ, શાકિનીના ઉપદ્રવોનું મથન કરે છે.
- પરમાત્માનું આ સ્વરૂપ ભય અને ઉપદ્રવ-નાશ માટે ધ્યાતવ્ય છે.
૦ હવે નવ ગાથાઓમાં વિજયા અને જયાદેવીની સ્તુતિ કરેલ છે. તેથી તેને “વિજયા-જયા નવરત્નમાલા" કહે છે.
૦ નવરત્નમાલાની પહેલી સ્તુતિ ગાથા-૭માં વર્ણવે છે.
• ભવતુ નમત્તે ભાવતિ - હે ભગવતિ ! તમને નમસ્કાર થાઓ - નમસ્કાર હો. ૦ ભવતુ - થાઓ, હો
૦ નમઃ - નમસ્કાર ૦ તે - તમને
૦ ભગવતિ - હે ભગવતિ ! – મા એટલે ઐશ્વર્ય આદિ છ ગુણો (જુઓ સૂત્ર-૧૩) – આ ગુણોથી યુક્ત હોય તેને “ભગવતિ' કહેવાય છે.