________________
પS
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪
(૧) યતિ-શ્રમણધર્મ દશ પ્રકારે છે – (૧) ક્ષમા, (૨) માર્દવ, (૩) આર્જવ, (૪) મુક્તિ, (૫) તપ, (૬) સંયમ, (૭) સત્ય, (૮) શૌચ, (૯) અકિંચનત્વ અને (૧૦) બ્રહ્મચર્ય. એટલે સમાયુક્ત થવું, માર્દવયુક્ત થવું વગેરે શીલનાં દસ અંગ થયા.
– હવે આ ધર્મોથી યુક્ત થયેલા શ્રમણ-સાધુએ. – પૃથ્વીકાયાદિ દશના સમારંભનો ત્યાગ કરવાનો છે.
(૨) પૃથ્વીકાયાદિ દશ આ પ્રમાણે છે – (૧) પૃથ્વીકાય સમારંભ, (૨) અપકાય સમારંભ, (૩) તેઉકાય સમારંભ, (૪) વાયુકાય સમારંભ, (૫) વનસ્પતિકાય સમારંભ, (૬) બેઇન્દ્રિય સમારંભ, (૭) તે ઇન્દ્રિય સમારંભ, (૮) ચઉરિન્દ્રિય સમારંભ, (૯) પંચેન્દ્રિય સમારંભ (૧૦) (અજીવમાં જીવબુદ્ધિએ કરીને) - અજીવ સમારંભ.
– આ દશે સમારંભનો ત્યાગ કરવાનો છે. * – આ રીતે સમાદિ દશ ધર્મને પૃથ્વીકાયાદિ દશ સમારંભ વડે ગુણતા શીલના અંગો-૧૦૦ થયા.
– આ યતિ ધર્મયુક્ત જયણા પાંચ ઇન્દ્રિયોના જય-નિગ્રહપૂર્વક કરવાની છે. તે આ પ્રમાણે
(૩) ઇન્દ્રિય નિગ્રહ પાંચ પ્રકારે છે – (૧) શ્રોત્રેન્દ્રિયનિગ્રહ, (૨) ચક્ષુરિન્દ્રિયનિગ્રહ, (૩) ઘ્રાણેન્દ્રિયનિગ્રહ, (૪) રસનેન્દ્રિય નિગ્રહ અને (૫) સ્પર્શનેન્દ્રિયનિગ્રહ.
– આ પ્રકારે પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાનો છે.
- સમાદિ દશ ધર્મ તેને પૃથ્વીકાયાદિ દશ સમારંભ ત્યાગ વડે ગુણ્યા એટલે ૧૦૦ ભેદ થયા. આ ૧૦૦ ભેદને પાંચ-ઇન્દ્રિય નિગ્રહો વડે ગુણતા કુલ શીલના અંગો-૫૦૦ થયા.
– આ રીતે શ્રમણધર્મયુક્ત જયણા વડે કરવામાં આવેલો ઇન્દ્રિયનિગ્રહ ચાર સંજ્ઞાથી રહિત હોવો જોઈએ.
(૪) ચાર સંજ્ઞાઓ – (૧) આહાર સંજ્ઞા, (૨) ભયસંજ્ઞા, (૩) મૈથુનસંજ્ઞા અને (૪) પરિગ્રહસંજ્ઞા - આ ચાર સંજ્ઞાનો અભાવ હોવો તે.
– આ રીતે શ્રમણધર્મના ૧૦ ભેદ તેને પૃથ્વીકાયાદિ સમારંભના ત્યાગના ૧૦ ભેદ વડે ગુણ્યા, પછી પ્રાપ્ત ૧૦૦ ભેદને પાંચ ઇન્દ્રિયનિગ્રહ વડે ગુણતા-૫૦૦ ભેદ થયા. આ ૫૦૦ ભેદને આહારાદિ ચાર સંજ્ઞાના અભાવ વડે ગુણતા શીલના ૨૦૦૦ અંગો થયા
શ્રમણધર્મ, સમારંભ ત્યાગ, ઇન્દ્રિયનિગ્રહ, સંજ્ઞા અભાવ એ ચાર બાબતને યોગ વડે ગુણવાની છે. - (૫) યોગ ત્રણ પ્રકારે છે – (૧) મનયોગ, (૨) વચનયોગ, અને (૩) કાયયોગ.