________________
લઘુશાંતિ-સ્તવ-વિવેચન-ગાથા-૩, ૪
9
૦ શાંતિવાય - શાંતિનાથ ભગવંતને. – “શાંતિ" એ સોળમાં તીર્થકર છે. દેવ' એટલે ભગવંત. ગાથા-૩નો અન્વય પદ્ધતિએ અર્થનમોનમ: એટલે વારંવાર નમસ્કાર થાઓ. – પણ આ નમસ્કાર કોને કરવાનો છે ? – શાંતિના દેવને અર્થાત્ શાંતિનાથ ભગવંતને. – પણ આ શાંતિનાથ ભગવંત કેવા છે ? (૧) ચોત્રીશ અતિશયરૂપ મહાદ્ધિવાળા. (૨) પ્રશસ્ત-સ્તુતિ કરવા યોગ્ય. (૩) સુર, અસુર, મનુષ્ય ત્રણે લોકથી પૂજાયેલા. ૦ હવે ગાથા-૪ અને ૫નું વિવેચન સાથે રજૂ કરીએ છીએ.
– ગાથા-૪ અને ગાથા-૫ બંને પરસ્પર સંબંધવાળી હોવાથી તેની વ્યાખ્યા અને વિવેચન સંયુક્ત જણાવેલ છે.
• સાર-સુમૂદ સ્વામિ-સંપૂજિતાય - સર્વ દેવ-સમૂહના સ્વામીઓથી વિશિષ્ટ પ્રકારે પૂજાયેલા.
૦ સર્વ - સર્વ, બધાં, સઘળા ૦ અમર - અમર, દેવ ૦ સુસમૂહ- એટલે સુંદર સમૂહ કે યૂથ.
– અહીં “સુસમૂહ'નું “સસમૂહ' એવું પાઠાંતર પણ મળે છે. તેનો અર્થ છે - પોત પોતાના સમૂહ સાથે - સ્વસમૂહ સહ.
- “સર્વામરસુસમૂહ' એટલે સર્વ દેવતાઓનો મહાનું સમૂહ. ૦ સ્વામિક એટલે સ્વામી, પ્રભુ, અધિપતિ. – અહીં “સ્વામિ' સાથે સ્વાર્થમાં “ક' પ્રત્યય જોડાયો છે. ૦ સંપૂનિત - સમ્યક્ પ્રકાર-વિશિષ્ટ પ્રકારે પૂજાયેલ.
જિનિતા - કોઈથી પણ ન જિતાયેલા એવા. – નિ ક્રિયાપદનો અર્થ છે જીતવું. - નિ ઉપસર્ગ ‘અભાવ'ના અર્થમાં છે. નિ એટલે નહીં.
– નિત નું પાઠાંતર નગિત પણ છે. બંને પદોનો અર્થ છે – “નહીં જિતાયેલા - કોઈથી ન જિતાયેલા
– નિશિતાય નું નિહિતાય એવું પાઠાંતર પણ મળે છે.
• ભુવનનન નનત-તાવે - ત્રણ ભુવનના પ્રાણીઓનું પાલન કરવામાં ઘણાં સાવધાન કે ઉદ્યત વિશ્વના લોકોનું રક્ષણ કરવામાં તત્પર - એવા (શાંતિનાથને) ૦ મુવન - ત્રણ ભવન, વિશ્વ
૦ નન - લોકો, પ્રાણી ૦ પાનન - પાલન, રક્ષણ (કરવામાં) ૦ ઉતતમ - અતિ ઉદ્યત, તત્પર, સાવધાન.