________________
૭૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪
– ઉદ્યત એટલે પ્રયત્ન કરનાર, જેણે પ્રયત્ન કરેલો છે એવો. - ‘તમ' પ્રત્યય અહીં અતિશયના અર્થમાં વપરાયો છે. - સંતતિ નત્તિમૈ - તે - શાંતિનાથ ભગવંતને - હંમેશા નમસ્કાર થાઓ. ૦ સતત – એટલે સદા, હંમેશા, નિત્ય. ૦ નમઃ - એટલે નમસ્કાર થાઓ - હો. ૦ તસ્મ એટલે તેમને - તે શાંતિનાથ ભગવંતને.
• સર્વ-કુરિતીય-નાશનાય - સર્વ પાપના સમૂહનો નાશ કરનારા, સમગ્ર ભય-સમૂહના નાશ કરનારા - તેને.
૦ સર્વ - સર્વ, સકલ, સમગ્ર ૦ ટુરિત - ભય, પાપ ૦ કોઇ - સમૂહ
૦ નાશનક્કર - વિનાશ કરનાર – આ જ પ્રકારના વિશેષણનો શાંતિનાથ ભગવંત માટે પ્રયોગ શ્રી મુનિસુંદરસૂરિજીએ “સંતિકર-સ્તવમાં બીજી ગાથામાં કર્યો છે–
“સવ્વાસિવ-દુરિઅ-હરણાણ” સર્વ અશિવ અને દૂરિતને હરનારા-તેને અર્થાત્ અહીં આ વિશેષણ સાર્થક જ છે.
• સર્વાશિવ-કશનનાથ - બધાં ઉપદ્રવોને શાંત કરનારા, સર્વ અશિવોનું શમન કરનારા - તેને.
૦ સર્વ - બધા પ્રકારના, ૦ અશિવ - ઉપદ્રવો, અશિવ ૦ પ્રશમન - શમન કરનારા, શાંત કરનારા – જે બધાં ઉપદ્રવોનું અત્યન્ત શમન કરનારા છે તેમને.
• સુદ પ્રદ-ભૂત-પિશાવ-શવિનીનાં પ્રમથનાર - દુષ્ટ એવા ગ્રહ, ભૂત, પિશાચ અને શાકિનીઓ મથન-અત્યંત નાશ કરનારાને.
૦ સુEB - ગોચર આદિમાં બગડેલા સૂર્ય આદિ અશુભ ગ્રહો.
૦ મૂત-પિશાવ - દુષ્ટ એવા ભૂત અને પિશાચ, આ વ્યંતર જાતિના દેવ વિશેષ છે. તેઓ ભૂલ કરનારને છળવા માટે તત્પર હોય છે.
૦ શનિ - દેવતા વિશેષ મેલી વિદ્યા જાણનારી સ્ત્રીને પણ શાકિનીડાકણ કહેવાય છે.
૦ પ્રમથન - મથન કરનાર, અત્યંય નાશ કરનાર.
– અહીં આખા વાક્યમાં “ઉપદ્રવ' શબ્દ અધ્યાહાર છે. તેથી અહીં સમગ્ર વાક્યનો અર્થ આ પ્રમાણે થશે - દુષ્ટ એવા ગ્રહ, ભૂત, પિશાચ, શાકિનીઓના ઉપદ્રવોનો અત્યંત નાશ કરનારા.
આ વિશેષણ સાર્થક છે, “મંત્રાધિરાજ ચિંતામણિમાં પાર્શ્વનાથ સ્તોત્રમાં પણ શ્રી જિનેશ્વર દેવને ભૂત-પિશાચ આદિના પ્રણાશક તરીકે ઓળખાવીને સ્તવના કરાયેલી છે.
- પાર્શ્વનાથ સ્તોત્રના તે શ્લોકમાં શબ્દો મૂક્યા છે– “ભૂતપ્રેત પ્રણાશકમ્” તથા “પ્રેતપિશાચાદિન્ પ્રણાશયતિ”