________________
લઘુશાંતિ-સ્તવ-વિવેચન-ગાથા-૨
૦ હવે આ સ્તવની બીજી ગાથાનું વિવેચન કરીએ છીએ– ૦ ઔમિતિ નિશ્ચિતવસે- ‘ૐ' એવા નિશ્ચિત અથવા વ્યવસ્થિત
૭૧
વચનવાળા.
૦ કોમ્ - એટલે ૐકાર, આ વર્ણ પરમતત્ત્વની વિશિષ્ટ સંજ્ઞારૂપ છે, તે પ્રણવબીજ છે.
—
ઓમ્ એક વર્ણરૂપે પરમ્ જ્યોતિ, પરમતત્ત્વ કે પરમાત્મ પદનો વાચક છે. જો ઓમ્ ના અક્ષરોને જુદા પાડીએ તો તે પંચપરમેષ્ઠિનો વાચક છે. ‘‘આર્ષવિદ્યાનુશાસન’”ના પહેલા સમુદ્દેશના બેંતાલીશમાં શ્લોકમાં કહ્યું છે કે–
અરહંતોનો 'અ', અસરીરી (સિદ્ધ)નો ‘અ', આયરિયનો ‘આ', ઉવજ્ઝાયનો ‘ઉ’તથા મુનિ (સાધુ)નો ‘મ' એ પ્રમાણે બધાંનો પહેલો - પહેલો અક્ષર લઈ - અ + અ + આ + ઉ + મ્ = ‘ઓમ્’' એ પ્રમાણે ‘'કાર એ પંચપરમેષ્ઠીનો વાચક છે.
જિનેશ્વરદેવને પણ ‘ૐ’કાર રૂપ કહેલા છે. “મંત્રાધિરાજ સ્તોત્ર'માં જણાવે છે કે, ‘'કાર એ પરમાત્માનો વાચક છે. ૦ રૂતિ - એવા.
૦ નિશ્ચિતવવસે - નિશ્ચય કે વ્યવસ્થિત વચનવાળા. - ગુણરત્નકૃત્ શાંતિસ્તવ ટીકામાં જણાવે છે કે‘‘નિશ્ચિત' એટલે સંશયના અભાવવાળું. ‘“વચ:'' એટલે વચન.
-
- જેમનું વચન નિશ્ચિત છે, તે ‘'નિશ્ચિતવચા'' કહેવાય.
– વળી વાણીના પાત્રીશ અતિશયોમાં સંશયોનો અસંભવ અર્થાત્ અસંદિગ્ધ વચન એ અગિયારમો અતિશય કહ્યો છે. તેથી ‘‘નિશ્ચિતવચાઃ'' એ વિશેષણ અહીં વાણીના અતિશયરૂપે કહેલ છે.
– હર્ષકીર્તિસૂરિએ આ સ્તવ પરની વૃત્તિમાં - “ જેમનું તે.'' એ પ્રમાણે અર્થ કરેલો છે.
એવું નિશ્ચિત છે નામ
અન્યયોગવ્યવચ્છેદ દ્વાત્રિંશિકાના શ્લોક-૩૨માં કહ્યું છે તેના ભાવાર્થ મુજબ પણ - જિનેશ્વરદેવને નિયત અને અવિસંવાદી વચનવાળા કહ્યા છે. ૦ નમો નમો ભગવતેતે પૂનામ્ - પૂજાને યોગ્ય એવા ભગવંતને વારંવાર નમસ્કાર થાઓ.
-
૦ નમો નમ:
નમસ્કાર હો - નમસ્કાર હો. વારંવાર નમસ્કાર હો. - અહીં મંત્રપ્રયોગને લીધે ‘નમો' પદ બે વખત મૂકાયેલ છે. તેથી પુનરુક્તિ દોષ થતો નથી. કહ્યું છે કે
“સ્તુતિ કરતો કે નિંદા કરતો વક્તા હર્યાદિના આવેગથી કે મનની વ્યાકુળતાથી જે પદ એક કરતા વધુ વખત બોલે તે પુનરુક્તિવાળું પદ દોષને યોગ્ય ગણાતું નથી.