________________
લઘુશાંતિ-સ્તવ-વિવેચન-ગાથા-૧
૬૯ સત્ત્વ, રજસ્ અને તમસું - એ ત્રણ ગુણોથી “અતીત' હોય એટલે પર’ હોય તેના ‘શાંત' કહેવામાં આવે છે.
રાગ-દ્વેષથી રહિત કે પરને પણ ‘શાંત' કહેવાય છે.
૦ શાંતાશવમ્ - અશિવ રહિતને, પોતાના તથા બીજાના અશિવને શાંત કરનારને, જેનામાં ઉપદ્રવો શાંત થયા છે એવાને.
- આ પણ શાંતિનાથ ભગવંતનું વિશેષણ છે. - શાંતા શિવ એટલે શાંત થયું છે અશિવ-ઉપદ્રવ જેના તે – શાંત એટલે અહીં નષ્ટ, નાશ પામેલું, દૂર થયેલું. – શિવ એટલે શિવ નહીં તે, કર્મ ક્લેશ, ઉપદ્રવ
– અભિધાન ચિંતામણિ પ્રથમ કાંડના શ્લોક-૮૬માં કહ્યું છે કે, “જેમાં શાશ્વત આનંદયુક્ત સ્થિતિ છે તે શિવ.” આત્મા સ્વભાવથી આનંદમય છે, એટલે તે શિવ સ્વરૂપ છે અને કર્મનો કુલેશ કે ઉપદ્રવો ઉપાધિ ઉભી કરે છે, એટલે તે અશિવ છે.
- આવા અશિવ જેમના કે જેનામાં શાંત થઈ ગયા છે તેને “શાંતાશિવ" કહેવામાં આવે છે.
૦ નમસ્કૃત્ય - નમસ્કાર કરીને, વંદન કરીને.
– આ પદ શાંતિનાથ ભગવંત સાથે સંબંધિત છે. પણ વંદન કે નમસ્કાર કરીને શું ? તે હવે પછીના પદમાં જણાવે છે.
• સ્તોતઃ શાંતિ નિમિત્તે - સ્તુતિ કરનારની શાંતિના કારણરૂપ. ૦ સ્તોતઃ સ્તુતિ કરનાર મનુષ્યની
- સિદ્ધિચંદ્રગણિકૃત્ - શાંતિસ્તવની ટીકામાં જણાવેલ છે કે, “જે સ્તુતિ કરે છે તે “સ્તોતા' કહેવાય છે. તેની (શાંતિને માટે)
– ધર્મપ્રમોદ ગણિકૃત્ શાંતિસ્તવની ટીકામાં જણાવેલ છે કે, સ્તોતાની અર્થાત્ સ્તુતિ કરનાર મનુષ્યની.
૦ શાંતિ-નિમિત્તે - શાંતિના નિમિત્તને, શાંતિના હેતુને, શાંતિના સાધનને, શાંતિના કારણરૂપ.
– શાંતિ - શબ્દનો અર્થ અહીં - ભય તથા ઉપદ્રવનું શમન જાણવો. – નિમિત્ત એટલે હેતુ, સાધન, કારણ. – જેના વડે ભય તથા ઉપદ્રવનું શમન થાય છે તે “શાંતિનિમિત્ત'
મત્રઃ શાંત સ્તોfમ - શાંતિના માટે મંત્રોના પદ વડે (શ્રી શાંતિનાથની) હું સ્તુતિ કરું છું.
૦ મન્નપર્વે - મંત્ર પદો વડે. – મંત્ર એટલે વર્ણોની રચના વિશેષ. દેવાદિ સાધન કે મહાબીજ. – પદ એટલે વર્ણોનો સમૂહ. – મંત્રનું પદ કે મંત્રાત્મક પદને “મંત્રપદ' કહે છે.