________________
લઘુશાંતિ-સ્તવ-વિવેચન-ગાથા-૧
૬૭
રચી, તેની પ્રશસ્તિ લખી તેમાં પણ આ સ્તવનો ઉલ્લેખ ‘“શાંતિ સ્તવ’' નામથી કરેલો છે.
તેમના રચેલા શ્લોકમાં કહેલા ભાવો આ પ્રમાણે છે–
‘પ્રદ્યોતન નામવાળા આચાર્ય થયા. ત્યારપછી દેવતાઓ વડે પૂજિત એવા શ્રી માનદેવસૂરિશ્વર થયા કે જેમણે ‘શાંતસ્તવ'' વડે મરકીને દૂર કરેલી હતી. આ રીતે આ સૂત્ર “શાંતિ-સ્તવન” તો કહેવાય જ છે, પણ અનેક પૂજ્યશ્રીએ તેને ‘શાંતિ-સ્તવ'' નામે પણ ઓળખાવેલ છે. તેના ટીકાકર્તાઓએ લઘુશાંતિ કે લઘુશાંતિ સ્તોત્ર નામે પણ ઓળખાવેલ છે.
પ્રતિક્રમણની ક્રિયામાં પિખ ચોમાસી અને સંવત્સરી પ્રતિક્રમણમાં કે નવસ્મરણમાં કે સ્નાત્ર પૂજા, દેવવંદનાદિમાં બોલાતું એવું બૃહત્-શાંતિ નામે સ્તોત્ર આવે છે. તે સ્તોત્રની તુલના એ આ “શાંતિસ્તવ’' નાનું હોવાથી તેને ‘લઘુશાંતિ’’ નામે ઓળખાવામાં આવે છે.
૦ ગાથા-૧નું વિવેચન :
शांतिं शांति-निशांतम् -
૦ શાંતિ - (સોળમાં તીર્થંકર) શ્રી શાંતિનાથ ભગવંતને.
શાંતિ - એટલે શાંતિને, આ ભરતક્ષેત્રની આ ચોવીસીના સોળમાં તીર્થંકર એવા શ્રી શાંતિનાથ ભગવંતને.
અભિધાન ચિંતામણિના દેવકાંડમાં તેની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, તેઓ શાંતિવાળા છે, શાંતિસ્વરૂપ છે અને શાંતિ કરવામાં સમર્થ છે, માટે તેમને ‘શાંતિ’ કહેવામાં આવે છે.
G
‘શાંતિ (સંતિ) શબ્દની વ્યુત્પત્તિ, શાંતિ નામાકરણનું કારણ આદિ વ્યાખ્યા સૂત્ર-૮ ‘લોગસ્સ’' સૂત્રમાં જોવી.
શાંતિના સ્થાન રૂપ, શાંતિ-નિકેતનને, શાંત-સદનને,
• शांति-निशान्तम्
શાંતિદેવીના આશ્રય સ્થાનને.
-
- શાંતિ - એટલે અહીં શાંતિનાથ ભગવંત અર્થ નથી, પણ સ્તોત્રકારે જુદા જ અર્થમાં આ શબ્દ પ્રયોગ કર્યો છે. અહીં ‘‘શાંતિ''નો અર્થ કામ ક્રોધાદિનો જય, વિષય વિકાર રહિત અવસ્થા કે ઉપદ્રવનું નિવારણ - એ પ્રમાણે સમજવો. નિશાંત - એટલે સદન, ગૃહ, સ્થાન, નિકેતન, ગૃહ કે આશ્રય. અભિધાન ચિંતામણિના ભૂમિકાંડમાં શ્લોક-૫૫ થી ‘શાંતિનિશાંત'' શબ્દનો અર્થ શાંતિસદન, શાંતિનું ધામ આદિ કર્યો છે.
અથવા - ‘શાંતિ' પદથી ‘‘શાંતિદેવી’ એ પ્રમાણે અર્થને ગ્રહણ કરીએ તો ‘“શાંતિદેવીનું આશ્રયસ્થાન' એવો અર્થ પણ સંગત છે.
પ્રભાવક ચરિત્રમાં શ્રીમાનદેવસૂરિના પ્રબંધમાં શ્લોક-૬૬માં આ પ્રમાણે શ્રી પ્રભાચંદ્ર સૂરિ જણાવે છે કે—
આ શ્લોકનો અનુવાદ આ પ્રમાણે છે કે—
-
..