________________
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪ “શ્રી શાંતિનાથ ભગવંતના તીર્થની સેવા કરનારી શાંતિદેવી પોતાની બે મૂર્તિઓ બનાવીને અમારા - વિજયા અને જયાના-બહાને તેમને વંદન કરે છે.'
– અર્થાત શાંતિદેવી તે શ્રી શાંતિનાથ ભગવંતની શાસનદેવી છે. નિર્વાણકલિકા” ગ્રંથમાં ચોવીસ શાસન દેવીઓના વર્ણન પછી શાંતિદેવીનું વર્ણન કરતા તેમાં જણાવલે છે કે
શ્વેત વર્ણવાળી, કમલ પર બેઠેલી, ચાર ભુજાવાળી, વરદ મુદ્રા અને અક્ષમાલાયુક્ત જમણા હાથવાળી તથા કુંડિકા અને કમંડલયુક્ત ડાબા હાથવાળી એવી શાંતિદેવી.
- શાંતિદેવીનું આ વર્ણન શાંતિનાથ ભગવંતની શાસનદેવી નિર્વાણીને મહઅંશે મળતું આવે છે.
નિર્વાણકલિકાના અહંદુ આદિનાં વર્ણાદિ ક્રમ-વિધિમાં જણાવેલું છે કે, શ્વેત વર્ણવાળી, કમલ પર બેઠેલી, ચાર ભુજાવાળી, પુસ્તક અને કમલયુક્ત જમણા હાથવાળી, કમંડલ અને કમલયુક્ત ડાબા હાથવાળી નિર્વાણી દેવી.
- આ રીતે શાંતિદેવી અને નિર્વાણી દેવીનું સ્વરૂપ મહદ્ અંશે સામ્યતા ધરાવે છે. એ જોતાં એવું પણ કલ્પી શકાય કે શાંતિદેવી અને નિર્વાણીદેવી બંને એક જ છે.
આવી શાંતિદેવી (નિર્વાણીદેવી)ના આશ્રયસ્થાનરૂપ એવા શાંતિનાથ ભગવંતને અથવા (પહેલા અર્થ મુજબ) શાંતિના સ્થાનરૂપ એવા શાંતિનાથને - તે “શાંતિ શાંતિ નિશાંત".
• શાંતિ શાંતાશિવં નમસ્કૃત્ય - રાગદ્વેષરહિત, જેનામાં ઉપદ્રવો શાંત થયા છે એવા (શાંતિનાથને) નમસ્કાર કરીને
૦ શાંત - રાગદ્વેષરહિત, શાંત રસથી યુક્ત, પ્રશમરસ નિમગ્ન, ત્રિગુણાતીત-એવા તેમને (શાંતિનાથને).
- આ શાંતિનાથ ભગવંતનું વિશેષણ છે.
– “શાંત” એટલે શાંતરસથી યુક્ત, પ્રશમરસમાં નિમગ્ર, સત્ત્વ, રજસુ, તમસ્ એ ત્રણ ગુણોથી અતીત, રાગ-દ્વેષરહિત.
– શાંતરસ માટે કહેવાયું છે કે
જેમાં દુઃખ નથી, સુખ નથી, ચિંતા નથી, રાગ-દ્વેષ નથી કે કોઈ પણ પ્રકારની ઇચ્છા નથી, તેને શ્રેષ્ઠ મુનિઓએ શાંતરસ કહ્યો છે. બધા ભાવોમાં ‘શમ' એ શ્રેષ્ઠ છે.
કોઈપણ જિનેશ્વર પરમાત્માની આકૃતિ-પ્રતિમા પ્રશમરસ નિમગ્ન હોય છે. તે માટે કહેવાયું છે કે
“તારું દષ્ટિ-યુગલ પ્રશમરસમાં નિમગ્ર છે, મુખ-કમલ પ્રસન્ન છે, ખોળો સ્ત્રીના સંગથી રહિત છે. બંને હાથો પણ શસ્ત્રથી રહિત છે, તેથી જગમાં ખરેખર તું જ વીતરાગ દેવ છે.”