________________
૫૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪
જિનેશ્વર-તીર્થકરોની ઉત્કૃષ્ટ સંખ્યા સૂચવે છે.
- આ ભરતક્ષેત્રની આ ચોવીસીમાં જ્યારે અજિતનાથ ભગવંતનું શાસન વર્તતું હતું ત્યારે સમગ્ર મનુષ્યક્ષેત્રમાં ૧૭૦ તીર્થકરો હતા.
– ૧૭૦ જિનવરોની ગણના આ પ્રમાણે છે(૧) અઢીદ્વીપમાં પાંચ ભરતક્ષેત્રમાં પાંચ તીર્થકર. (૨) અઢીદ્વીપમાં પાંચ ઐરાવત ક્ષેત્રમાં પાંચ તીર્થંકર. (૩) અઢીદ્વીપમાં પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં ૧૬૦ તીર્થંકર- આ રીતે–
એક મહાવિદેહમાં કુલ ૩૨ વિજયો છે, પ્રત્યેક વિજયમાં એક-એક તીર્થકર પરમાત્મા. આવા કુલ પાંચ મહાવિદેહ છે – (૧) જંબુદ્વીપમાં એક, (૨) ધાતકીખંડમાં બે, (૩) પુષ્કરવરાર્ધમાં છે. આ પાંચે મહાવિદેહોમાં પ્રત્યેકમાં ૩૨ વિજયો છે. તેથી કુલ ૧૬૦ વિજય થાય છે.
એ રીતે ઉત્કૃષ્ટા-૧૭૦ તીર્થકરો થાય છે. આનાથી વધારે સંખ્યામાં વિદ્યમાન તીર્થકરો ક્યારેય હોઈ શકે નહીં.
• બિનાનાં - જિનોને, તીર્થકરોને, જિનેશ્વરોને.
- “નિન' શબ્દની વ્યાખ્યા અને વિવેચન સૂત્ર-૮ “લોગસ્સ'માં જોવું. સૂત્ર-૧૧ “જગચિંતામણિ", સૂત્ર-૧૩ “નમુત્થણ'માં પણ 'જિન' પદનો ઉલ્લેખ છે જ. સૂત્ર-૧૨ “જંકિચિં” ઇત્યાદિમાં પણ છે.
– ઉત્કૃષ્ટા ૧૭૦ જિનવરો વિચરતા હોવાનો પાઠ આ પૂર્વે સૂત્ર-૧૧ “જગચિંતામણિ”માં પણ આવેલ છે જ. જુઓ ગાથા-૨માં “ઉક્કોસય સત્તરિસય, જિણવરાણ વિહરત લભઈ."
• સબર-પૂનિતં - સર્વે દેવોથી પૂજાયેલ. ‘સર્વોમર' પદમાં સર્વ + અમર પદની સંધિ થયેલી છે. ૦ અમર એટલે ‘દેવ'
પૂનિત એટલે પૂજાયેલા - આ પદ પણ જિનવરોનું વિશેષણ જ છે. • વ - વંદુ છું, હું વંદન કરું છું. ૦ અન્વય પદ્ધતિએ ગાથાર્થ :– વેવે - હું વંદન કરું છું. – કોને વંદન કરું છું - એકસો સીત્તેર જિનવરોને. – આ જિનવરો કેવા છે ? તેના વિશેષણો જણાવે છે
(૧) પીત, શ્વેત, રક્ત, હરિત અને શ્યામ અર્થાત્ પીળા, સફેદ, લાલ, લીલા અને કાળા વર્ણના એવા.
(૨) જેમનો મોહ સંપૂર્ણ નષ્ટ થયો છે તેવા. (૩) સર્વે દેવો વડે પૂજાયેલા છે તેવા. - વિશેષ કથન :– આ સૂત્ર-સ્તુતિ ફક્ત એક ગાથા પ્રમાણ છે.