________________
‘વરકનક' સ્તુતિ-વિશેષ કથન
આ સ્તુતિની રચના ‘ગાહા' છંદમાં થયેલી છે.
આ સ્તુતિ નિત્ય સંધ્યાકાલીન પ્રતિક્રમણમાં સ્તવન બોલાયા પછી બોલવામાં આવે છે.
આ સ્તુતિ ફક્ત પુરુષો (સાધુ અને શ્રાવકો)માં જ બોલાય છે. સાધ્વી અને શ્રાવિકાગણ બોલતા નથી.
૫૭
૦ સૂત્ર સંબંધી કથન
એકસો સીત્તેર જિનવંદનાની આ તો નાનકડી સ્તુતિ છે પણ ૧૭૦ તીર્થંકરોની ઉપાસના માટે સ્મરણ કરવા માટે નવસ્મરણમાં સ્થાન પામેલ એવું ‘તિજયપહુત્ત-સ્તોત્ર છે' જેને ‘સત્તરિસય-સ્તોત્ર’ પણ કહેવામાં આવે છે. જેની અગિયારમી ગાથા પ્રાકૃતમાં છે - તેનું સંસ્કૃત રૂપાંતર જ આ સ્તુતિ છે. મૂળ પ્રાકૃત ગાથા આ પ્રમાણે છે—
(૩) વરકણય-સંખ-વિમ મરગય-ઘણ-સન્નિહં વિગયમોહં સત્તરિસયં જિણાણં
સવ્વામર પૂછઅં વંદે (સ્વાહા)
અહીં ગાથાના પૂર્વાર્ધમાં જિનેશ્વરોના દેહોના વર્ણને જણાવવા માટે જુદા જુદા પદાર્થોના નામ જણાવેલા છે. જેમકે
-
(૧) પીતવર્ણ - સુવર્ણ જેવી પ્રભા દર્શાવે છે. (૨) શ્વેત વર્ણ - શ્રેષ્ઠ શંખ જેવી શ્વેતતા દર્શાવે છે. (૩) રક્ત વર્ણ - પરવાળા રત્ન જેવી પ્રભા દર્શાવે છે. (૪) નીલ વર્ણ - નીલમ રત્ન જેવી પ્રભા દર્શાવે છે. (૫) શ્યામ વર્ણ - ઘટાટોપ મેઘ જેવી પ્રભા દર્શાવે છે. આ રીતે જિનેશ્વરોના પાંચ વર્ણો જણાવ્યા છે.
કોઈપણ પરમાત્માના દેહનો વર્ણ આ પાંચમાંથી એક પ્રકારનો જ હોય, અન્ય ન હોય.
સ્તુતિમાં પ્રયોજાયેલ ‘વિગતમોહ’ શબ્દ અર્થાન્તરથી વીતરાગપણાનો જ સૂચક છે. વીતરાગતા પ્રાપ્તિ પછી જ અરિહંતોને ભાવ અરિહંત સ્વરૂપ કહ્યા છે. તેથી વિગતમોહ દ્વારા તેમની ભાવ અરિહંતતાનું સૂચન કરાયેલ છે.
‘સર્વે દેવો દ્વારા પૂજિત' એ વિશેષણ પરમાત્માના પૂજાતિશયને જણાવનારું છે. આ અતિશય વીતરાગતા પ્રાપ્તિ બાદ વિશેષરૂપે ફ્રૂટ થાય છે.
વર્ણ કે રંગ અનુસાર નવપદજીમાં પણ યોજના જોવા મળે જ છે. તેમ અહીં પણ વર્ણ-રંગ મુજબ વિશિષ્ટ ધ્યાન પદ્ધતિ પ્રયોજાયેલ છે. વળી વિવિધ માંત્રિક ક્રિયામાં પણ તેનો ઉપયોગ જોવા મળે છે. જેમકે લક્ષ્મી ઉપાસનામાં પીળા વર્ણની મુખ્યતા છે, વશીકરણમાં લાલ રંગની મુખ્યતા છે ઇત્યાદિ.
-