________________
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૪ ૦ પુકુખરવરદીવ” નામક સૂત્ર-૨૨માં આ અઢીદ્વીપ સંબંધી વિવેચન વિસ્તારથી કરાયેલ છે તે જોવું.
• પનારનું નમૂન - પંદર કર્મભૂમિઓમાં. ૦ પનર - પંદર. આ શબ્દનો પuઇરસ એવો પાઠ પણ છે.
૦ કૃષ્ણમૂનિ - કર્મભૂમિ - અસિ, મણિ, કૃષિરૂપ વ્યાપાર જ્યાં અસ્તિત્વમાં છે તેવી ભૂમિને કર્મભૂમિ કહે છે.
– આ “કર્મભૂમિ'નું વિસ્તૃત વિવેચન પૂર્વે “જગચિંતામણિ” નામક સૂત્ર૧૧ માં કરાયેલું છે તે ખાસ જોવું.
- અઢીદ્વીપમાં પંદર કર્મભૂમિઓમાં સાધુપણું સંભવે છે, અકર્મભૂમિઓમાં સંભવતુ નથી તેવું વિશિષ્ટ સૂચન કરવા માટે સૂત્રમાં “અઢાઈજેસુ દીવસમુદેસુ" પછી તુરત “પનરસસુ કમ્મભૂમીસુ” એ પ્રમાણે શબ્દો મૂક્યા છે.
– – આ પંદર કર્મભૂમિમાં પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરાવતક્ષેત્ર અને પાંચ મહાવિદેહ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ રીતે અઢીદ્વીપમાં કુલ મળીને પંદર કર્મભૂમિ હોવાનું કથન થયેલ છે.
• ગાવંત છે વિ સાહૂ - જે કોઈપણ સાધુઓ, જેટલાં પણ મુનિવરો હોય (આ સાધુઓ કેવા છે ? તેનું ગુણ વર્ણન સૂત્રકાર સ્વયં આ સૂત્રમાં આગળ કરી રહ્યા છે–).
૦ સાહૂ નું વર્ણન પૂર્વે સૂત્ર-૧ “નમસ્કારમંત્ર'માં પણ થયું છે. ૦ સાહૂ નું વર્ણન સૂત્ર-૧૫ “જાવંત કે વિ'માં પણ થયું છે. ૦ ‘સાહૂ પદનો ઉલ્લેખ સૂત્ર-૩૫ વંદિતુમાં પણ થયો છે.
– આ બધાં સૂત્રોમાં વર્ણિત સાધુઓનું સ્વરૂપ અને ગુણો ખાસ જોવા તદુપરાંત અહીં “સાધુની જે ઓળખ ચાર ચરણોમાં અલગ-અલગ રીતે અપાયેલ છે. તેમાં સાધુના દ્રવ્યલિંગ અને ભાવલિંગ બંનેને સૂત્રકારશ્રીએ જણાવેલ છે, તે આ પ્રમાણે છે–
• સરળ-ગુચ્છ-પડિહાર - રજોહરણ, ગુચ્છા અને પાત્રને ધારણ કરનારા. (એવા સાધુઓ).
- આ વિશેષણ દ્વારા સાધુના દ્રવ્યલિંગને રજૂ કરેલ છે.
૦ રદર - રજોહરણ, ઓધો - સાધુ મહારાજનું આ એક મુખ્ય ચિન્હ છે, તે જયણા પાલન માટે અગત્યના ઉપકરણરૂપ છે, સાધુ ભગવંત તેને નિત્ય સાથે રાખે છે. રજને દૂર કરતું હોવાથી તેને રજોહરણ કહેવામાં આવે છે.
૦ ગુચ્છ - ગુચ્છા, સાધુમહારાજના ઉપકરણોમાં ગુચ્છા પણ હોય છે, જે પાત્રને બાંધવા માટે શુદ્ધ ઉનના વસ્ત્રોમાંથી બનાવવામાં આવેલ હોય છે. પાત્ર (વર્તમાનકાળે જોવા મળતી કાષ્ઠના પાત્રાની જોડ)ની ઉપર અને નીચે રાખીને પાત્રને બાંધવામાં કામમાં આવે છે. ઉપલક્ષણથી તેમાં કોળી અને પલ્લાનો પણ સમાવેશ થાય છે.