________________
Y૭
અાઈજ્જસુ-સૂત્ર-વિવેચન વંદામિ - વંદન કરું છું
ઇ વિવેચન :
આવશ્યક સૂત્ર-૩૪ની હારિભદ્રીયવૃત્તિ તથા ચૂર્ણિમાં શ્રમણ પ્રતિક્રમણરૂપ “પગામસિક્કાએ” સૂત્રની વિવેચના અંતર્ગત્ આ સૂત્ર આવેલું છે. જે અહીં એક સ્વતંત્ર સૂત્રરૂપે રજૂ થયેલ છે. આ સૂત્રને આદ્ય પદોથી અઢાઇક્વેસ' સૂત્ર નામે ઓળખવામાં આવે છે, તેનું બીજું નામ “સાધુવંદના-સૂત્ર' છે. કેમકે આ સૂત્ર દ્વારા અઢીદ્વીપ રૂપ મનુષ્ય ક્ષેત્રમાં રહેલ સાધુઓને વંદના કરવામાં આવેલ છે. આ સૂત્રનું વૃત્તિ, ચૂર્ણિ, ગ્રંથ આધારિત વિવેચન આ પ્રમાણે છે
• હ્રાફ લીવ-સમુદે - અઢીદ્વીપ અને બે સમુદ્રમાં
૦ દફન્ન - એટલે અર્ધતૃતીય. બે આખા-સંપૂર્ણ અને એક અડધા-અર્ધ દ્વીપ (તેમાં), અઢીદ્વીપમાં.
૦ વ - દ્વીપ,
– અહીં જંબૂઢીપ સંપૂર્ણ, ધાતકીખંડ સંપૂર્ણ અને પુષ્કરવરદ્વીપનો અડધો અર્થાત્ અર્ધપુષ્કરવર દ્વીપ. એ પ્રમાણે અઢીદ્વીપ થાય છે.
– આવશ્યક વૃત્તિકાર શ્રી હરિભદ્રસૂરિજી જણાવે છે કે, “જંબૂદ્વીપ, ધાતકીખંડ, પુષ્પરાધ” અર્થાત્ આ અઢીદ્વીપમાં (રહેલા) વૃત્તિકાર મહર્ષિએ “સમુદ્ર' પદની અલગ કોઈ વ્યાખ્યા કરી નથી. તેથી બે પ્રકારના તર્કો અહીં રજૂ કરી શકાય.
(૧) વૃત્તિકાર અઢીદ્વીપની વ્યાખ્યા કરીને સમુદ્રની વિવક્ષાને ગૌણ કરે છે અથવા તો સમુદ્ર તેમાં અંતર્ભત છે, તેવું કહેવા માંગે છે.
(૨) વૃત્તિકાર સમુદ્રની વ્યાખ્યા ન કરીને તેમાં પ્રાયઃ કરીને સાધુઓ હોતા નથી એવો ગર્ભિત ભાવ પ્રસ્તુત કરે છે.
૦ સમુદે - સમુદ્ર (તેમાં રહેલ) – અહીં તો એ પદ અધ્યાહાર છે. તો, સમુદેસુ - બે સમુદ્રમાં
- અઢી કીપ મધ્યે લવણસમુદ્ર અને કાલોદધિ સમુદ્ર નામના બે સમુદ્ર આવેલા છે. તે બંને સમુદ્ર. (તેમાં રહેલ)
– આવશ્યક ચૂર્ણિકારશ્રીએ આ સૂત્ર-૩૪ના પાઠાંતરને રજૂ કરતા કહ્યું છે કે, “અન્ને પુણ - અઢાઈજેસુ દોસુ દીવ-સમુદેસુ પઠંતિ” બીજા વળી આવો પાઠ પણ હોવાનું કથન કરે છે.
- જો આ પાઠને સ્વીકારીએ તો અઢી દ્વીપ અને બે સમુદ્ર એવો અર્થ સ્વયં સ્પષ્ટ થઈ જશે. તેથી (૧) જંબુદ્વીપ, (૨) લવણસમુદ્ર, (૩) ધાતકીખંડ દ્વીપ, (૪) કાલોદધિ સમુદ્ર અને (૫) પુષ્કરવરદ્વીપ અડધો - કેમકે અડધો કપ પુરો થતાં માનુષોત્તર પર્વત આવે છે. જ્યાં મનુષ્યક્ષેત્રની સીમા પૂરી થાય છે.
– આ રીતે “અડ્ડાઇજેસુ દીવ-સમુદે સુનો બીજો અર્થ કરો તો મનુષ્યક્ષેત્રમાં રહેલા એવો અર્થ સ્પષ્ટ થશે.