________________
30
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪
તે સૂત્ર પૂરું થયા બાદ “સુદેવયા’' થોય બોલવાની પ્રવૃત્તિ છે. ૦ સૂત્ર સંબંધી કથન :
‘‘પુખરવરદી’' સૂત્ર વખતે જણાવ્યા મુજબ પરમાત્મા કથિત ધર્મ બે પ્રકારનો છે (૧) શ્રુતધર્મ અને (૨) ચારિત્રધર્મ. તેમાં ચારિત્રધર્મ એ સંયમની કરણીરૂપ છે, જ્યારે શ્રુતધર્મ એ સમ્યજ્ઞાનના આરાધનરૂપ છે. આ સમ્યજ્ઞાનની પ્રાપ્તિ જિનેશ્વર પરમાત્મા પ્રણિત દ્વાદશાંગી અથવા સિદ્ધાંતો અને તે દ્વાદશાંગીના આધારે થયેલ વિવિધ સમ્યક્ સૂત્ર કે ગ્રંથ રચનાનું અવલંબન પામીને થઈ શકે છે. આ કારણથી શ્રુતજ્ઞાનની સૂત્ર સિદ્ધાંતોની ભક્તિ, આરાધના, ઉપાસના આદિને પરમ ઇષ્ટ રૂપે સ્વીકારેલી છે.
આવી શ્રુત આરાધના, ભક્તિ, ઉપાસના નિરંતર રીતે ચાલતી રહે કે જે જ્ઞાનાવરણીય કર્મને ખપાવવામાં ઉપયોગી બને તે રીતે સમ્યક્પ્રકારે થાય તેવા હેતુથી શ્રુતદેવતાને અનુલક્ષીને આઠ શ્વાસોચ્છવાસના પ્રમાણવાળો કાયોત્સર્ગ પ્રતિક્રમણ ક્રિયામાં મૂકાયેલ છે. આ રીતે શ્રુતદેવતા અર્થે કરાતા એક નવકાર મંત્રરૂપ આઠ શ્વાસોચ્છ્વાસ પ્રમાણ કાયોત્સર્ગને પારીને ઉપરોક્ત સ્તુતિ બોલવામાં આવે છે આ કારણથી તેને ‘‘સુદેવયા-થોય'' અથવા શ્રુતદેવતા સ્તુતિ કહે છે.
આ સ્તુતિમાં વર્ણિત મુખ્ય ભાવના એવી છે કે
– જેઓ શ્રુતરૂપી સમુદ્રમાં અર્થાત્ નિર્પ્રન્થ પ્રવચનમાં સદા રત છે, અનન્ય શ્રદ્ધાવાન છે, એવા જીવોના જ્ઞાનાવરણીય કર્મના સમૂહનો ‘શ્રુતદેવી’ ક્ષય કરો. જો કે આ ભાવના ઔપચારિક છે, વ્યવહારભાષામાં રજૂ થયેલી છે. કેમકે વાસ્તવમાં શાસ્ત્રકારોએ આત્માને જ કર્મનો કર્તા, ભોક્તા અને સંહર્તા કહેલ છે. તો પણ જેમની સ્તવના કરાયેલ છે તે શ્રુતદેવી સહાયભૂત તો બને જ છે.
જ્ઞાનાવરણીય કર્મોને ખપાવવાના સાધકના અવિરત પ્રયત્નો કે પુરુષાર્થ કરતા-કરતા ક્યારેક વિઘ્નો પણ આવે, અનુકૂળતાનો અભાવ પણ જણાય ત્યારે આ શ્રુતદેવતા તે વિઘ્નોના નિવારણમાં અને યોગ્ય અનુકૂલનમાં સહાયભૂત બને છે એ વાત સ્વીકૃત થયેલી છે. ૦ લઘુ દૃષ્ટાંત :
વૃદ્ધિવાદિસૂરિજી વિશે કહેવાય છે કે, તેમણે મોટી ઉંમરે દીક્ષા લીધી હતી. સ્કંદિલાચાર્યના શિષ્ય બનેલા. તેઓને ભણવાની ધુન લાગી. પહાડી અવાજે મોટેમોટેથી સૂત્રો ગોખવા લાગ્યા. તેઓને જ્ઞાનાવરણીય કર્મના ઉદયે અથવા મંદ ક્ષયોપશમને કારણે સૂત્રો જલ્દી કંઠસ્થ થતા ન હતા. તે પણ તેઓ સખત પુરુષાર્થ કરતા હતા, પણ તેમના આ મોટો અવાજ સહવર્તીઓને અશાતાકારી બનતો હોવાથી ગુરુદેવે તેમને મંદસ્વરે સ્વાધ્યાય કરવા કહ્યું.
તેઓએ વિચાર્યું કે હવે મારે જ્ઞાનાવરણીય રૂપ આવરણને મંદ કરવા કે નિવારવા શું કરવું ? તેમને સરસ્વતી દેવીની ઉપાસના કરવાનો માર્ગ મળ્યો. અભ્યાસની લગન હોવાથી ઉપવાસના તપ કરવા પૂર્વક ભગવતી સરસ્વતીનો જાપ