________________
ભવન દેવતા-થોય-વિવેચન
૦ ગાથાસાર-અન્વય પદ્ધતિએ
વિધાત એટલે કરો. શું કરો ? સદા કલ્યાણ કરો. કોણ કલ્યાણ કરે ? - “ભવનદેવી' - ભવની અધિષ્ઠાત્રી એવી દેવી કરે.
કોનું કલ્યાણ કરો ? સર્વે સાધુઓનું - સાધકોનું. કેવા સાધુઓ ? અહીં સાધુ માટે શું વિશેષણ મૂક્યું છે ?
- જેઓ જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણથી યુક્ત છે, તેમજ જેઓ નિત્ય સ્વાધ્યાય અને સંયમમાં લીન છે તેવા સાધુઓનું.
. વિશેષ કથન :- આ થીય-સ્તુતિ “ગાહા' છંદમાં રચાયેલ છે.
- પ્રતિક્રમણ ક્રિયામાં તેનું સ્થાન સામાન્યથી પફિખ, ચોમાસી અને સંવત્સરી પ્રતિક્રમણમાં છ આવશ્યક પૂર્ણાહુતિ પૂર્વે આવે છે. દેવસિ પ્રતિક્રમણમાં
જ્યાં “સુઅદેવયા' હોય બોલાય છે. ત્યાં પક્રિખ આદિ પ્રતિક્રમણમાં ‘ભવનદેવયા'ની થોય બોલાય છે.
વિશેષથી આ હોય માટે એ પ્રમાણેની પરંપરા છે કે
સાધુ-સાધ્વી વિહાર કરીને જે સ્થળે પહોંચે તે સ્થળે પહેલા દિવસે માંગલિક પ્રતિક્રમણ હોય તો પણ તેમાં “સુઅદેવયા'ને બદલે “ભુવનદેવયાની હોય બોલાય છે.
– વિહારના માંગલિક રૂપ દેવસિ પ્રતિક્રમણમાં તથા પાલિકાદિ ત્રણે પ્રતિક્રમણમાં કાયોત્સર્ગ પણ “ભુવનદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ' એવા પદથી કરવામાં આવે છે.
૦ સૂત્ર પ્રામાણ્ય :
વૈયાવૃત્યકર દેવોનો કાયોત્સર્ગ તો પ્રાચીન કાળથી કરવામાં આવે જ છે. તેમાં ક્ષેત્રદેવતા અને ક્ષેત્ર અંતર્ગત્ ભુવનદેવતાનો કાયોત્સર્ગ પણ કરવાની પરંપરા છે કહ્યું છે કે
“ચાઉમ્માસિય વરિસે, ઉસ્સગ્ગો ખિત્ત દેવયાએ ઉ;
પક્રિખય સિજ્જસુરીએ, કરંતિ ચઉમાસીએ વેગે." પાક્ષિક, ચાતુર્માસિક, સાંવત્સરિક પ્રતિક્રમણ વખતે ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરાય છે. કેટલાક પાક્ષિક અને ચાતુર્માસિક પ્રતિક્રમણ વખતે જ શય્યા-સુરી અર્થાત્ ભવનદેવીનો કાયોત્સર્ગ કરે છે.
પ્રતિક્રમણ ગર્ભ હેતુમાં કહ્યું છે કે, ક્ષેત્રદેવતાની નિરંતર સ્મૃતિમાં ભવનનું ક્ષેત્રમંતર્ગતપણું હોવાથી તત્ત્વથી તો ભવનદેવતાની સ્મૃતિ પણ હંમેશા થાય છે, તો પણ પર્વ-દિવસે તેનું બહુમાન કરવા માટે સાક્ષાત્ તેમનો કાયોત્સર્ગ કરવો.
મોક્ષમાર્ગ એટલે જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના-સાધના. રત્નત્રયીરૂપ એવા આ જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના માટે જ્ઞાન અને ક્રિયાનું પાલન જરૂરી છે અને તે માટે સાધુઓ સ્વાધ્યાય અને સંયમનું પાલન જરૂરી છે. સ્વાધ્યાય અને