________________
૪૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪
- ભવણને બદલે ભુવણ પાઠ પણ જોવા મળે જ છે “શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્ર-અર્થદીપિકા “વૃત્તિમાં પૂoધર્મસૂરિકૃત્ અનુવાદ અને પછી પૂહંસસાગર સૂરિજી કૃત્ અનુવાદમાં “ભુવન' સાચું કે “ભવન' સાચું ? એ ચર્ચા છેડાયેલી પણ છે - ભુવનનો અર્થ ‘લોક થાય છે અને ‘ભવન'નો અર્થ મકાન થાય છે. આગમમાં નવા શબ્દ પ્રચલિત છે - એ જોતાં અમે અહીં “મવન' શબ્દ મૂક્યો છે. છતાં મુવM શબ્દ પણ જોવા તો મળે જ છે. સત્ય શું ? તે બહુશ્રુત જાણે.
– જે ક્ષેત્રમાં જે મકાન કે વસતિ કે સ્થાનમાં કાયોત્સર્ગ કરવાનો છે, તેના અધિષ્ઠાયક દેવની આરાધના નિમિત્તે-એવો અર્થ અહીં સમજવો.
• વારિ IBસ - હું કાયોત્સર્ગ કરું છું. - આ પદોનો વિશેષ અર્થ સૂત્ર-૪૦ મુજબ જાણવો. • જ્ઞાનાવિધુતાનાં - જ્ઞાન આદિ ગુણોથી યુક્ત. – જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણો વડે કરીને સહિત.
– ચરણ સિત્તરીની ગાથામાં નાતિય કહેવાયું છે, ત્યાં જ્ઞાનાદિ ત્રિકનો અર્થ જ્ઞાન, દર્શન, ચારિત્ર એ પ્રમાણે જ કર્યો છે. તેથી અહીં ‘જ્ઞાનાદિ' શબ્દથી અમે આ રત્નત્રયીરૂપ એવા જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણ પદોનો ઉલ્લેખ કર્યો છે.
- આવા જ્ઞાનાદિ ગુણથી યુક્ત-સહિત એવા. - આ સમગ્ર પદ સાધુ મહારાજના વિશેષણ રૂપે યોજાયેલ છે. • નિત્યં - નિત્ય, હંમેશા, નિરંતર, પ્રતિદિન.
• સ્વાધ્યાય-સંયમ-રતાના - સ્વાધ્યાય અને સંયમમાં આસક્ત કે લીન એવા, સ્વાધ્યાય અને સંયમમાં રમી રહેલાનું.
સ્વાધ્યાય - જેને પ્રાકૃતમાં સઝાય કહેવામાં આવે છે. તે વાંચના આદિ પાંચ પ્રકારે કહ્યો છે. જેનું વિવેચન સૂત્ર-૨૮ “નાસંમિ-દંસણૂમિમાં વિસ્તારથી કરાયેલ છે.
સ્વાધ્યાયનો વ્યવહારમાં અર્થ છે શ્રતનું અધ્યયન અને ભણેલ શ્રતનું પરાવર્તન કે આવૃત્તિ કરવી તે.
સંયમ - દશ પ્રકારના યતિધર્મમાંનો એક ધર્મ છે. સંયમનો બીજો અર્થ ચારિત્ર પણ થાય છે. “સંયમ એટલે કષાય અને યોગનો નિગ્રહ” એવો અર્થ પણ થાય છે. સંયમના સત્તર ભેદો કહ્યા છે. જેનો ઉલ્લેખ પૂર્વે સૂત્ર-૨૨ “પુકૂખરવરદી'ની ગાથા-૪ના વિવેચનમાં અને સૂત્ર-૪ ‘ઇચ્છકારના વિવેચનમાં થયેલો છે.
રત – એટલે આસક્ત, લીન, મગ્ન, રમેલું, રમી રહેલું.
૦ વિઘા ભવનદેવ શિવ સલા - ભુવનદેવી હંમેશાં-સદા કલ્યાણ કરો - શિવ કરો. ૦ વિધાતુ - કરો
૦ મવનવી - ભવનની દેવી ૦ શિવં - કલ્યાણ, ઉપદ્રવરહિત સ્થિતિ • સર્વસાધૂનામ - સર્વે સાધુઓનું (સાધકોનું)