________________
૩૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪ ૦ મુવવું એટલે મોક્ષ, મુક્તિ
૦ એટલે માર્ગ – મોક્ષના માર્ગ તે મોક્ષમાર્ગ – તત્ત્વાર્થાધિગમ સૂત્રકારે પ્રથમ અધ્યાયમાં આરંભે જ કહ્યું છે કે
સખ્યમ્ દર્શન, જ્ઞાન, ચારિત્રાણિ મોક્ષમાર્ગ ”
– સમ્યગુ (એના) દર્શન, જ્ઞાન અને ચારિત્રનો સમન્વય એ (જ) મોક્ષનો માર્ગ છે. (પણ મોક્ષ એટલે શું?)
– “(સંચિત) કરેલા કર્મનો (સર્વથા) ક્ષય કરવો” તેને તત્ત્વાર્થાધિગમ સૂત્રકારે દશમા અધ્યાયમાં “મોક્ષ' કહ્યો છે.
– આવા મોક્ષમાર્ગને જેઓ સાધે છે - આરાધે છે (તેમને) • સાં કેવી ર૩ કુરિવું - તે દેવી દુરિતો-પાપોનું હરણ કરો.
૦ ના વેવ - તે દેવી, તે દેવતા - જેના ક્ષેત્રમાં સાધુ દર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધના કરે છે, તેની અધિષ્ઠાયિકા દેવી.
૦ ર૩ - હરણ કરો, નિવારો, દૂર કરો. ૦ યુરિડું - દુરિતોને, અનિષ્ટોને, પાપને, વિદનોને, કવોને, અંતરાયોને. ૦ ગાથાસાર :- અન્વય પદ્ધતિએ ગાથાર્થ વિચારીએ તો
દર૩ - દૂર કરો. શું દૂર કરે ? દુરિતો, વિદ્ગોને, કોના વિનોને દૂર કરે ? સમ્યગ્રદર્શન, સમ્યગૂ જ્ઞાન અને સમ્યગૂ ચારિત્રના પાલન દ્વારા મોક્ષ માર્ગની સાધના કરી રહેલા સાધુસમુદાયના. કોણ દૂર કરે ? જેના ક્ષેત્રમાં રહીને સાધુસમુદાય સાધના કરી રહેલ છે તે ક્ષેત્રદેવતા, ક્ષેત્ર અધિષ્ઠાત્રી દેવી.
i વિશેષ કથન :-- આ થોય “ગાહા” છંદમાં બનેલી છે.
– પ્રતિક્રમણ ક્રિયામાં તેનો ઉપયોગ દેવસિ પ્રતિક્રમણમાં જ થાય છે. સુઅદેવયા' નિમિત્તે કાયોત્સર્ગ કર્યા પછી, “ખિત્તદેવયા' નિમિત્તનો કાયોત્સર્ગ કરવાનું કહીને અન્નત્થ સૂત્ર બોલે, ત્યારપછી એક નવકારનો અર્થાત્ આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરે. પછી કાયોત્સર્ગ પારીને “નમોડર્ડ” બોલીને આ થોય બોલાય છે.
જો કે આ કથનમાં બે અપવાદ છે
(૧) સાધુ મહારાજ વિહાર કરીને જ્યાં પહોંચે ત્યાં પહેલે દિવસે જે મંગલિક પ્રતિક્રમણ કરે તેમાં આ થોયને બદલે “યસ્યા ક્ષેત્ર' થોય બોલે.
(૨) સાધ્વીજીઓ તથા બહેનોને આ થોય બોલવાનો નિષેધ છે. તેઓ આ થોને સ્થાને નિત્ય “યસ્યા ક્ષેત્ર"ની થોય બોલે છે.
– આ સ્તુતિમાં વર્ણિત મુખ્યભાવ એવો છે કે ક્ષેત્રમાં રહેલા સાધુ ત્યાં મોક્ષમાર્ગની સાધના કરી રહ્યા છે, તેમને થતા ઉપદ્રવો અથવા આવતા વિદનોને ક્ષેત્ર અધિષ્ઠાયિકા દેવી દૂર કરે છે તથા ભક્તિ કરે છે માટે તેની કૃતજ્ઞતા દર્શાવવા આ કાયોત્સર્ગ કરાય છે.