________________
પ્રકારનાં પ્રકાશનેનો ઉપાડ કરાવવાનું હોય, તેમને આવા મંદ ઉપાડવાળા પ્રકાશન તરફ કેટલું લક્ષ આપવાનું બને? તે સ્થિતિમાં તે અમારે પિતાને જ સર્વ મહેનત કરવી રહી. આ અનુભવે શિખવ્યું છે કે, જે કોઈ કદર કરી શકે તેવા માલૂમ પડે તેમની પાસે જાતે પહોંચી જવું અને વ્યકિતગત સમજાવટથી વેચાણ ધાબે જવું. આ રીત અંગિકાર કરીને સંતોષકારક પરિણામ નીપજાવી શક્યા છીએ તે ખુશીથી જણાવવાની આ તક જવા દેવા માંગતા નથી.
જેમ જેમ પ્રકાશન પ્રગટ થયાને વખત થતું જાય છે, તેમ તેમ હવે ટીકાઓ અને ચર્ચાઓ થતી નિહાળાય છે. એટલે દરજજે લેકરૂચિ જાગૃત થતી જાય છે અને તે પ્રમાણમાં અમને વેગ મળતું જશે એવી ઉમેદ સેવતા જઈએ છીએ. છતાં અમારી તરફથી તેમજ લેખકે પિતા તરફથી અમને રજા આપી છે માટે તેમના તરફથી-પણું જણાવીએ છીએ કે અમે જે કાંઈ લખ્યું છે તે તદ્દન સત્ય જ છે તેમાં મીનમેષ થવાનું નથી જ એ દવે અમે રાખે નથી, રાખતા નથી અને રાખવાની ઈચ્છા પણ નથી. તેમાંયે સંશોધનને વિક્ય જ એ રહ્યો કે તેમાં અનેક દષ્ટિબિંદુઓ રજુ થયાં જ કરવાનાં. એટલે દિવસાનદિવસ તે છણાતે જશે અને લાંબે કાળે અમુક નિરધારિત સ્થાને મૂકાશે. પણ વચ્ચગાળે–એટલે કે ટીકાઓ બહાર પડતાં-કેઈએ તે તરફ ઉપેક્ષાવૃત્તિ કે વૃણું ન સેવતાં, તે પણ વિદ્યાનું એક અંગ છે એમ સમજી, જ્યાંથી મળે ત્યાંથી પણ વિદ્યા ત ગ્રહણ કરવી જ જોઈએ, તે કથાનુસાર વર્તન રાખવા વિનંતિ છે. છેવટે પ્રાર્થના કે, ભલે અમે સાચા હોઈએ ત્યા ખોટા, તે તે પરિણામ જણાય ત્યારે ખરૂં, છતાંયે નવીન વિચારે રજુ કરી, દાખલા દલીલે અને પુરાવા આગળ ધરી, વાચક વર્ગને કેટલેક દરજે વિચાર કરતા તે બનાવ્યા છે ? તેટલે દરજજે બતાવેલ હમદર્દી માટે અમે ઉપકાર માનીએ છીએ તથા ભવિષ્યમાં તેમને વિશેષ ઉત્તેજન આપશે તેટલી વિનંતિ કરીએ છીએ.
અંતિમ પ્રાર્થના કરવાની કે અમે લખાણ કરતી વખતે કોઈની પણ લાગણી દુભાવવાને કે કેઈ ઉપર ટીકા કરવાને દુષ્ટ હેતુ રાખ્યો જ નથી, છતાં જાણે અજાણે અમારા કથનથી કેઈને કિંચિત પ્રકારે પણ આઘાત પહોંચ્યું હોય તે તે માટે વારંવાર ક્ષમાની યાચના કરીએ છીએ. એજ વિનંતિ.
વડોદર: રાવપુરા ૧૯૯૩ ની અક્ષત્ર તૃતીયા
|
આપના નમ્ર સેવકે શશિકાન એન્ડ કુ. ના
સ્નેહ વંદન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com