Book Title: Parmarthasuchak Vastu Vichar Sangraha
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 9
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૭૭ ચગ્યતાનુસાર કેઈને એક રીતે બતાવ્યું હોય અને કેઈને બીજી રીતે બતાવ્યું હોય, તેથી મોક્ષને માર્ગ અટક્ત નથી. જીવની જ્યાં સુધી એકાન્ત વ્યવહારિક દષ્ટિ હોય, ત્યાં સુધી પારમાર્થિક ખ્યાલ આવ બહુ દુષ્કર છે. જ્યાં સુધી વ્યવહારને પરમાર્થ માન્ય હોય અને સાધનને સાધ્ય માન્યું હોય અથવા સાધનને સાધ્ય માની. તેમાં જ અટકી રહ્યો હોય, ત્યાં સુધી તેવા જીવનું કલ્યાણ થવું દુષ્કર છે. નિશ્ચય તને સમજનાર જીવ કારણમાં કાર્યને માની લેવાની ભૂલ કરવાથી બચી જાય છે અને કાર્યસિદ્ધિના ખરાં કારણે સમજી અસત્ વ્યવહારથી દૂર રહેવા પ્રયત્ન કરી શકે છે, જેથી વ્યવહાર સાથે નિશ્ચયતત્ત્વને પણ સમજવું જરૂરી છે. નિજકલ્પનાએ જ્ઞાન-દર્શન–ચારિત્રાદિનું સ્વરૂપ ગમે તેમ સમજીને અથવા નિશ્ચયાત્મક બેલે શીખી લઈને સદ્વ્યવહાર લેવામાં જે પ્રવર્તે, તેથી આત્માનું કલ્યાણ થવું સંભવતું નથી. અથવા કલ્પિત વ્યવહારના દુરાગ્રહમાં રોકાઈ રહીને પ્રવર્તતા પણ જીવને કલ્યાણ થવું સંભવતું નથી. બાહ્ય સાધન મનને સ્થિર કરવાને માટે અવલંબનરૂપ છે–એ વાત પાછળથી ભૂલી જવાય છે અને બાહ્ય સાધનમાં જ સર્વસ્વ મનાઈ જવાય છે. સાધનને ઉદ્દેશ એ જ કે-મનને સ્થિર કરી કમે વૃત્તિશૂન્ય કરવું. બાહ્ય ક્રિયા એ સદાચાર નથી, પણ સદાચાર ઉત્પન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80