________________
૩૫૦ ]
શ્રી જી. એ. જન ગ્રન્થમાલા જૈનધર્મ પ્રત્યે સામાન્ય શ્રદ્ધા થયા પછી સભ્યશ્રદ્ધાસાચી શ્રદ્ધા પ્રાપ્ત થવાની જરૂર છે. શ્રદ્ધા એ એક શુકલ આત્મપરિણતિ છે. સમ્યગદર્શન કહે કે શ્રદ્ધા કહે એ એક જ છે. જૈન ધર્મના જીવ-અછવાદિતત્વજ્ઞાનના યથાસ્થિત અભ્યાસપરિશીલન સિવાય સભ્યશ્રદ્ધા થવી અતિ દુષ્કર છે. એ થયા પછી જ ધર્મને લાયક બની શકાય છે.
સંક્ષેપમાં જે વિચારે, જે વચને અને જે આચરણે આત્માને સ્વભાવ ભર્યું આકર્ષે અથવા સ્વભાવમાં જેડે, તે ધર્મ.
કેવલજ્ઞાની ભગવાનના અવિધી એવા વચનના અનુસારે મૈત્રી આદિ સાત્વિક ચાર ભાવનાઓવાળું જે પ્રવર્તન થાય તે ધર્મ છે અને એ વચનના અનુસાર મિત્રી આદિ ચાર ભાવનાઓવાળું જીવન જેઓ જીવે તેઓ યથાર્થ ધમી છે.
જૈનધર્મની ટૂંકી વ્યાખ્યા એટલી જ, કે જેમાં સ્વાદ્વાદ–અનેકાન્તવાદ રહેલો છે, કેઈને પણ પક્ષપાત નથી અને સર્વથા અવિરુદ્ધ-અવિસંવાદી છે; તે ધર્મ શ્રી જૈનધર્મ છે.
વેદાદિ અન્ય શાસ્ત્રોમાં જે કેટલાક અવિસંવાદી ઉપદેશે મળી આવે છે, તે શ્રી જિનાગમરૂપી મહાસાગરમાંથી ઉછળેલા વચનરૂપી બિન્દુઓ માત્ર છે.
દરેક ધર્મ પાતપિતાને સ્થાને અપેક્ષાએ સાચા છે એમ માનવું, પણ તેથી “બધા ધર્મો સરખા છેએમ સિદ્ધ થતું નથી. બધા ધર્મોના ચઢતા-ઉતરતા દરજજા અવશ્ય છે. સાધકે પિતાને આત્મોન્નતિને ચોગ્ય ઉરચ કેટિને ધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org