Book Title: Parmarthasuchak Vastu Vichar Sangraha
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 64
________________ ૩૪૮]. શ્રી જી. એ. જેન ચન્થમાલા પ્રકારનું છે તે જોવું અને તેમાં આત્માનુભવ, શાંતિ-સમાધિને આવિર્ભાવ કેટલા અંશે છે તે જોવું. આ ચાર બાબતે જેમાં બરાબર હોય, તે જ ધર્મ માનનીય થઈ શકે. એક-બે પૈસાની હાંડલી લેવી હોય તે પણ ચારેય તરફ ટકોરા મારી તેની પરીક્ષા-તપાસ કરવામાં આવે છે, તે આ લેક-પરલોકના સુખનું અદ્વિતીય સાધન એવા ધર્મની પિછાન માટે પૂરી તપાસ કેમ ન કરવી? - જે વસ્તુ સકલસિદ્ધિ, દિવ્યસિદ્ધિ અને આત્મસિદ્ધિને આપનાર છે, તે ધર્મનું શું સ્વરૂપ છે તેને વિચાર કરવો જોઈએ. તે વિચાર કેઈ પણ જાતિને પક્ષપાત રાખીને ઉપલક બુદ્ધિથી કરવાને હેત નથી, પણ નિષ્પક્ષપાતપણેતાવિક બુદ્ધિવડે કરવાનું હોય છે. કઈ પણ બાબતમાં એકાંત આગ્રહ જે થઈ જાય, તે પ્રશ્ચાત્ ખરા સત્યને નિશ્ચય કરવાની શક્તિ પ્રાપ્ત થતી નથી. દષ્ટિરાગથી વા મૂઢતાથી મનુષ્ય દેવ-ગુરુ-ધમની પરીક્ષા કરી શકતો નથી. ધર્મ, એ ઈહલૌકિક અને પારલૌકિક અથવા વ્યવહારિક અને પારમાર્થિક–એ બન્ને પ્રકારની ઉન્નતિ મેળવવાનું સાધન છે, પરંતુ ધર્મનું યથાર્થ સ્વરૂપ જ્યાં સુધી સમજવામાં આવે નહિ, ત્યાં સુધી ધર્મની આરાધના આરાધનારૂપ થઈ શકતી નથી. વસ્તુનું ફળ સમજે, પણ જે સ્વરૂપ ન સમજે તે ઈષ્ટની સિદ્ધિ થઈ શક્તી નથીઃ હીરા, મેતી કે પન્નાની કિંમત સમજે, પણ જે સ્વરૂપ ન સમજે તે ઠગાયા વગર રહે નહિ, તેવી જ રીતે ધર્મના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80