Book Title: Parmarthasuchak Vastu Vichar Sangraha
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 79
________________ પારમાર્થિક લેખસંગ્રહ [૩૬૩ ભગવાન મહાવીર જમાલીને કહે છે કે-વ્યવહાર અને નિશ્ચય એ ઉભય દૃષ્ટિને આધારે કઈ પણ માન્યતા સ્થિર કરવામાં આવે અગર પ્રવૃત્તિ રહી શકે. કેવળ વ્યવહારદષ્ટિ પ્રમાણે વર્તતા ભેદ અથવા વિરેાધબુદ્ધિ વધારે કેળવાય અને ટૂંકી દૃષ્ટિ ને હૈર્ય ખૂટી જતાં સાધ્ય સુધી ન જ પહોંચી શકાય અને વ્યવહાર વિનાની કેવળ નિશ્ચયદષ્ટિને ખરા અર્થમાં અનુસરતાં નુકશાન થાય. વળી તેમ કરનાર પણ ઘણા અલ્પ હોય, પણ સામુદાયિક હિતની સંભાવના ઘણી ઓછી રહે છે. આથી નિયષ્ટિને લક્ષ્યગત રાખી વ્યવહારદષ્ટિ અનુસાર વર્તન કરવામાં જ કેમિક વિકાસને વધારે સંભવ છે. જેમાં પ્રત્યક્ષ, અનુમાન આદિ પ્રમાણેથી વિરુદ્ધ કથન ન હોય અને આત્માની ઉન્નતિને લગતા જેમાં ભૂરિ ભૂરિ ઉપદેશ કર્યો હોય, એવું તત્વના ગંભીર સ્વરુપ ઉપર પ્રકાશ પાડનારું અને રાગ-દ્વેષ ઉપર દબાણ કરી શકનારું પરમ પવિત્ર શાસ્ત્ર “આગમ” કહેવાય છે. આગમમાં પ્રકાશ કરેલું તત્વજ્ઞાન અતિ ગંભીર હોય છે. એથી જ તટસ્થભાવથી વિચારવામાં ન આવે તે અર્થને અનર્થ થઈ જવાને પૂર્ણ સંભવ રહે છે. દુરાગ્રહને ત્યાગ, જિજ્ઞાસાગુણની પ્રબળતા અને સ્થિરતા તથા સૂમદષ્ટિ– એટલાં સાધને પ્રાપ્ત થયા છે, તે આગમતના ઊંડાણમાં નિર્ભીકતાથી વિચારી શકાય છે. સાત નય અથવા અનંત નય છે, જે બધાં એક આત્માને જ અર્થે છેઃ અને આત્માર્થ એ જ એક ખરો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 77 78 79 80