________________ 364] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા નય છે. નયને પરમાર્થ જીવથી નીકળે તે ફળ થાય, છેવટે ઉપશમભાવ આવે તે ફળ થાય, નહિ તે જીવને નયનું જ્ઞાન જાળરૂપ થઈ પડે અને વળી અહંકાર વધવાનું ઠેકાણું પણ બને. જગતમાં મનુષ્યને કેઈ પણ વિષય સંબંધી એકસરખે મત હેત નથી, સર્વના વિચારે જૂદા જૂદા હોય છેઃ છતાં અપેક્ષાવાદથી--અનેકાન્તવાદથી ભિન્ન ભિન્ન વિચારમાં રહેલું સત્ય તારવી લેવું અને જે જે અસત્ય વિચારે હોય તે સંબંધી મૌન રહી સહનશીલતા ધારણ કરવી. વિચારોની ભિન્નતાથી વ્યક્તિ ઉપર દ્વેષ ન કરે. શ્રેષને શમાવવા માટે જ ભગવાને અનેકાન્તવાદ પ્રરુપે છે. મધ્યસ્થ પુરુષ સર્વ નયને જૂદી જૂદી દષ્ટિએ માન આપી તત્ત્વક્ષેત્રની વિશાળ સીમાનું અવલોકન કરે છે અને એથી જ એને રાગ-દ્વેષની નડતર નહિ થતી હોવાથી આત્માની નિર્મળ દશા મેળવવા ભાગ્યશાળી થઈ શકે છે. દુવિદગ્ધ, પક્ષદ્રષ્ટિ અને ઈર્ષાળુ મનુષ્ય અન્યના સત્ય લખાણને અસત્-વિપરીત દષ્ટિથી જુએ છે. એનામાં અદેશકભાવ તથા દષ્ટિભેદને ત્યાગ નહિ થયેલ હઈ સત્ય વસ્તુ પ્રત્યે પ્રેમશૂન્યતા હોય છે. ધર્મરૂપ આત્મભાવ જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે, તે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્ય ભાવ પામે, તે પ્રકાર અન્ય રૂ૫ છે પણ ધર્મરૂપ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org