Book Title: Parmarthasuchak Vastu Vichar Sangraha
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Catalog link: https://jainqq.org/explore/249606/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [૨૬૯. પરમાર્થસૂચક વસ્તુ વિચાર સંગ્રહ આત્મિક ઉન્નતિ કરવાને, આત્માની શક્તિ ખીલવવાને અને આત્માના સામાન્ય અને વિશેષ ગુણે ખીલવવાને શબ્દાર્થપૂર્વક ધામિક જ્ઞાનની અત્યંત જરૂર છે. શબ્દ અને અર્થ ઉપર વિચાર કર્યા વિના ભાગરૂપે પ્રકાશ બહાર આવતું નથી અને ભાવરૂપ પ્રકાશ બહાર આવ્યા વિના મનુષ્યને યથાર્થ જ્ઞાન થતું નથી. નવ તત્વના યથાસ્થિત અભ્યાસ સિવાય તત્વશ્રદ્ધા થવી મુશ્કેલ છે. સમ્યક્ શ્રદ્ધા સિવાય સમ્યગૂ જ્ઞાન થઈ શકે નહિ, સમ્યગજ્ઞાન સિવાયની શ્રદ્ધા અંધશ્રદ્ધામાં જાય છે અને અંધશ્રદ્ધાથી અથવા મિથ્યા શ્રદ્ધાથી આત્મા શુદ્ધ તત્ત્વ પ્રાપ્ત કરી શકતા નથી. જ્ઞાન જ્ઞાન તરીકે સાધ્ય નથી, પણ ક્રિયાના સાધન તરીકે સાધ્ય છે. જૈનદર્શન જ્ઞાનને જ્ઞાન તરીકે માનતું નથી, પણ જ્ઞાન આચરણમાં મૂકવા માટે માનવામાં આવે છે. જ્ઞાનનું-જાણવાનું ફળ એ જ કે-અનર્થથી બચવું અને ઈષ્ટનું સંરક્ષણ કરવું. આથી જ કહ્યું છે કે-જૈનદર્શનમાં જ્ઞાન જ્ઞાન માટે નથી. શાસ્ત્રાદિનું પઠન એ દ્રવ્યજ્ઞાન છે અને આત્મસ્વરૂપનું જાણવું તે ભાવજ્ઞાન છે. સમ્યકત્વ વિના ભાવજ્ઞાન થતું નથી. Page #2 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા વાચન (વાંચવું), પૃચ્છના (પૂછવું), પરાવર્તન (ફરી ફરી વિચારવું) અને ધર્મકથા (ધર્મવિષયની કથા) કરવી-એ ચાર દ્રવ્ય છે અને પાંચમી અનુપ્રેક્ષા એ ભાવ છે. પ્રથમના ચાર અનુપ્રેક્ષા (મનનરૂપ ઉપયોગ) ન આવે તે દ્રવ્યરૂપ સમજવા. જીવ-અજીવ આદિ તનું જ્ઞાન પણ આત્મજ્ઞાન માટે જ છે, એટલે તે જાણવું એ આત્મજ્ઞાનનું પ્રયોજન છે. કિયા વગરનું જ્ઞાન અને જ્ઞાન વગરની ક્રિયા સફળ નથી, એટલે કિયા હોય તે જ જ્ઞાન કહેવાય છે અને જ્ઞાન હોય તે જ ક્રિયા કહેવાય છે. બન્નેમાં ગૌણ–પ્રધાનભાવથી દશાને ભેદ છે. જ્ઞાન અને ક્રિયા એકલા કઈ પણ વખત રહી શક્તાં નથી. કોઈ વખત જ્ઞાનની મૂખ્યતા તે કિયાની ગણતા અને કઈ વખત કિયાની મૂખ્યતા તે જ્ઞાનની ગણતા, પણ બન્ને-જોડું કાયમ સાથે જ રહે છે, છતાં જ્ઞાનમાર્ગ અને ક્રિયામાર્ગ કહેવાને આશય જ્ઞાનની મૂખ્યતા તે જ્ઞાનમાર્ગ અને જેમાં ક્રિયાની મૂખ્યતા તે “ક્રિયામાગ” એ જ છે. જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય છે. તે બન્નેમાંથી એકને પણ નિષેધ કરનાર મોક્ષનો સાધક થઈ શક્તો નથી, કારણ કે ક્રિયા એ વીર્યની વિશુદ્ધિરૂપ છે અને જ્ઞાન એ ચેતનાની વિશુદ્ધિરૂપ છે. જ્યારે ચેતના અને વીર્યની વિશુદ્ધિ થાય છે ત્યારે જ સર્વ સંવરરૂપ મેક્ષ થાય છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૭૧ કેવળજ્ઞાની ભગવંતે પણ સર્વ સંવરરૂપ ચારિત્ર યા ક્રિયાને પામ્યા વગર પરમપદ–મોક્ષને પામી શક્તા નથી, તે પછી બીજાની તે શી વાત? મતલબ કે-સમ્યગ જ્ઞાન સંવરના સાધનરૂપ સમિતિગુપ્તિ આદિ સમ્યક ક્રિયા–એમ ઉભયથી મોક્ષ છે, પણ બેઉમાંથી એકના અભાવમાં મોક્ષ નથી. આત્માની શક્તિઓને એકસરખો વિકાસ સાધ્યા વગર કઈ પણ ફળ પ્રાપ્ત કરી શકાય નહિ. એની શક્તિઓ મૂખ્ય બે છે–એક ચેતના અને બીજું વીર્ય. એ બન્ને શક્તિઓ અરસપરસ એવી સંકળાયેલી છે કે-એકના વિના બીજાને વિકાસ અધુરો જ રહી જાય છે, જેથી બન્ને શક્તિઓ સાથે જ આવશ્યક છે. ચેતનાને વિકાસ એટલે જ્ઞાન મેળવવું અને વીર્યને વિકાસ એટલે જ્ઞાન પ્રમાણે જીવન ઘડવું. જ્ઞાન અને ક્રિયા-એ બન્ને એકાંતે અર્થાત્ જીવનના છૂટા છૂટા છેડાઓ છે. એ બન્ને છેડાઓ ગોઠવાય તે જ ફળસાધક બને, અન્યથા નહિ. આ બાબતમાં અંધ—પંગુ ન્યાય પ્રસિદ્ધ છે. જ્ઞાન ગમે તેટલું મેળવ્યું હોય, પણ સમ્યક ચારિત્ર સિવાયનું જ્ઞાન પાંગળું છે. જેમ પાંગળે માણસ ભલે દેખતે હોય, પરંતુ પગ વિના બળતા અગ્નિ પાસેથી તે ઈષ્ટ સ્થાને જઈ શક નથી; તેમ જ્ઞાનીઓ જ્ઞાનબળે ભલે દેખતાં હોય, પણ તેઓ સર્વ સંવર (ચારિત્ર) ક્રિયારૂપ પગ વગર દાવાનળથી બચી કદી મુક્તિ મુકામે જઈ શક્તાં નથી. શ્રી જૈનશાસનરૂપી રથને નિશ્ચયનય અને વ્યવહારનયએમ બે ચક્રો છે. જેઓ એ બે ચક્રોમાંથી એક પણ ચક્રનો Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ] શ્રી જી. અ. જૈન ચન્થમાલા ઈન્કાર કરનારા હોય અગર તેમ નહિ તે એકમાં જ રાચતા હોય તેઓ અને એ ઉભયને યથાસ્થિત સ્વીકાર અને અમલ નહિ કરનારાઓ-બન્નેય રથને ભાંગી નાંખવાનું પાપ. કરનારા છે. જેમ બે નેત્રે વિના વસ્તુનું અવલોકન બરાબર થતું નથી, તેમ બે નય વિના દ્રવ્યોનું અવલોકન યથાર્થ થતું નથી. કેટલાક જ વ્યવહારનયવિના કેવળ નિશ્ચયનયથી નાશ પામ્યા છે, જ્યારે કેટલાએક જ નિશ્ચયનય વિના એકલા વ્યવહાર નયથી માર્ગ પતિત થયા છે એમ શ્રી તીર્થંકરદેવોએ કહ્યું છે. સિદ્ધાન્તમાં જ્યાં નિશ્ચયધર્મનું વર્ણન છે ત્યાં નિશ્ચય ધર્મને આદર કરવા માટે છે પણ વ્યવહારધર્મના ખંડન માટે નથી, તેમ વ્યવહારધર્મનું વર્ણન છે ત્યાં વ્યવહારધર્મના આદર માટે છે પણ નિશ્ચયધર્મના ખંડન અર્થે નથી. વ્યવહાર અને નિશ્ચયધર્મની ગૌણતા-મૂખ્યતા પ્રત્યેક જીવના અધિકાર પ્રમાણે જાણવી. સાપેક્ષબુદ્ધિએ સર્વ સત્ય છે. વ્યવહાર અને નિશ્ચય-એ બન્ને નયને ગણ-મૂખ્યા રાખી પ્રવૃત્તિ કરતાં વસ્તુને યથાર્થ બંધ થાય છે. જે વખતે વ્યવહારની મૂખ્યતા હોય તે વખતે નિશ્ચયની ગણતા હોય અને જે વખતે નિશ્ચયની મૂખ્યતા હોય તે વખતે વ્યવહારની ગૌણતા હોયઃ આમ બન્ને નયદષ્ટિએમાં જ્યારે જેની જરૂરીયાત હોય ત્યારે તેને ઉપગ બીજી દષ્ટિને તિરસકાર ન કરતાં સમભાવની દૃષ્ટિએ કરવામાં આવે, તે વસ્તુતત્વને યથાર્થ અનુભવ થાય છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૭૩ પોતાના શુદ્ધ આત્માને મૂકીને કેઈ સ્થળે, કઈ કાળે, કેઈ પણ પ્રકારે શુદ્ધ નિશ્ચયનય બીજાને સ્પર્શ કરતે નથી; છતાં વ્યવહારનું આલંબન લઈ નિશ્ચયમાં પહોંચે છે. આમ વ્યવહારના આલંબનને લઈ નિશ્ચય વર્તતો હોવાથી તે શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરે છે. બહારથી જે વસ્તુ આવેલી હોય તે તરફ નજર રાખીને વ્યવહાર બેલે છેત્યારે નિશ્ચય અંદરમાં પિતાની જે વસ્તુ છે તે તરફ નજર રાખીને વાત કરે છે. નિશ્ચયમાં જ લીન થયેલા મહાત્માઓને જે ક્રિયાઓ અતિ પ્રયોજનવાળી નથી, તે જ ક્રિયાઓ વ્યવહારમાં રહેલાને અતિ ગુણકારી છે. પાંચમા અને છઠા ગુણસ્થાનકે વ્યવહારની મૂખ્યતા અને નિશ્ચયની ગૌણતા હોય છે, જ્યારે અપ્રમત્ત આદિ ગુણસ્થાનકથી માંડી નિશ્ચયથી મૂખ્યતા હોય છે. વ્યવહારનયને જાણી આદર્યા વિના નિશ્ચયનય આદરવાની ઈચ્છા કરવી એ અનુપાગી છે. શુદ્ધ વ્યવહાર વિના નિશ્ચયની પ્રાપ્તિ કદી પણ થતી નથી. સ્થૂલ મલિનતાવાળાને વ્યવહાર-કિયા ઉપયોગી છે. વૃત્તિઓમાં રહેલી સ્કૂલ મલિનતા ઉત્તમ વ્યવહારવાળા દાન, તપ, જપ, વંદન, પૂજન, દયા આદિ ક્રિયાઓથી દૂર કરી શકાય છે, જ્યારે મનમાં રહેલી સૂક્ષ્મ મલિનતા વિવેકદષ્ટિવાળા વિચારથી વિશુદ્ધ કરી શકાય છે. ક્રિયામાર્ગમાં પ્રવેશ કરનાર મનુષ્ય પોતાના મન-વચનશરીરને વ્રત-તપ-જપાદિ યમ-નિયમમાં અહર્નિશ પ્રવ ૧૮ Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ] શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા તવવા પડે છે અને જ્ઞાનમાર્ગમાં પ્રવેશ કરનાર મનુષ્ય ક્રિયામાર્ગમાં દઢતા થયા પછી અહોનિશ આત્મા પગમાં તત્પર રહેવું પડે છે. જે ભૂમિકામાં જે ઘટે નહિ તે જીવ કરે, તે તે ભૂમિકાને સહેજે ત્યાગ થાય છે. જ્ઞાનપક્ષી સર્વથી આરાધક છે અને દેશથી વિરાધક છે, જ્યારે કિયા પક્ષી દેશથી આરાધક છે અને સર્વથી વિરાધક છે. જ્ઞાન અને ક્રિયા-બન્નેને માનનાર તથા આચરનાર અનેકાન્તવાદી હોવાથી સર્વથી આરાધક છે. | સર્વ નયને આશ્રય કરનારા મહાત્માઓ નિશ્ચયમાં ખેંચાતા નથી, વ્યવહારને તજી દેતાં નથી, જ્ઞાનને સર્વોત્કૃષ્ટ માનીને સ્વીકારે છે પણ ક્રિયાને અનાદર કરતાં નથી, ઉત્સર્ગને આદરે છે પણ અપવાદને ભૂલી જતાં નથી, ભાવમાં તત્પર રહે છે પણ દ્રવ્યનું નિમિત્તાપણું યાદ રાખે છે, એવી રીતિએ સાપેક્ષપણે અહર્નિશ વર્તન કરે છે. ક્ષપશમથી સર્વ મનુષ્યની ભિન્ન વૃત્તિ હોવાથી પિતાનું અન્યને સર્વ પસંદ ન આવે અને સર્વનું પિતાને સર્વથા પ્રકારે પસંદ ન આવે,-આવી સ્થિતિ સર્વત્ર થડા-ઘણા અંશે જ્યાંત્યાં દેખાય છે, તેમાં જ્ઞાની સાપેક્ષબુદ્ધિ ધારણ કરીને સાપેક્ષભાવે વ્યવહાર અને નિશ્ચયથી મધ્યસ્થવૃત્તિએ આત્મકલ્યાણમાં પ્રવર્તે છે. સાપેક્ષ એટલે વસ્તુ સ્વરૂપની અપેક્ષા રાખીને ઉત્સર્ગ તથા નિશ્ચયને પામવા માટે અપવાદ કે વ્યવહારનું સેવન કરવું તે? અને તેનાથી રહિત એકાંત વ્યવહાર અવિવેકથી Page #7 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [૨૭૫ આચરે તે નિરપેક્ષ-જુ વ્યવહાર છે અને જ્યાં જુ વ્યવહાર છે ત્યાં ધમ હેતે નથી. જે વ્યવહાર નિશ્ચય તરફ લઈ જતું નથી, નિશ્ચયના અનુભવમાં મદદગાર થતું નથી, તે વ્યવહાર શુદ્ધ નથીઃ અથવા નિશ્ચયના લક્ષ વગરને વ્યવહાર તે અસદ્દભૂત વ્યવહાર છે. વ્યવહારહેતુ વ્યવહાર અને પરમાર હેતુ વ્યવહાર એટલે વ્યવહારના માટે સેવાતો વ્યવહાર અને પરમાર્થની પ્રાપ્તિ અર્થે સેવાતે વ્યવહાર-એ બેમાં ભેદ છે. ભગવાનની આજ્ઞાને આત્મસાત્ કરી સમ્યગ્દર્શનપૂર્વક આચારમાં મૂકાતો વ્યવહાર એ શુદ્ધ વ્યવહાર હાઈ પરમાર્થનું કારણ છે. પહેલો સાધ્યશૂન્ય હાઈ ત્યાજ્ય છે, જ્યારે બીજો આદરણીય છે. જેઓ મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે, તે સર્વ પ્રથમ શુદ્ધ વ્યવહારનું આલંબન લઈને પછી નિશ્ચયના આશ્રયવડે પામ્યા છે. શુદ્ધ વ્યવહાર વિના નિશ્ચયની ઉત્પત્તિ હોતી નથી. વ્યવહારરત્નત્રયથી નિશ્ચયરત્નત્રય પ્રગટ થાય છે. આ રત્નત્રય (જ્ઞાન-દર્શનચારિત્ર) વિના કોઈને કોઈ પણ કાળે પિતાના પરમ શુદ્ધ ચિદ્રપની પ્રાપ્તિ થતી નથી, એ જ્ઞાનીઓને દઢ નિશ્ચય છે. સંયમ–આચરણ ચારિત્ર એ વ્યવહારરૂપ છે અને સ્વરૂપાચરણ ચારિત્ર એ નિશ્ચયરૂપ છે. સંયમ-આચરણ ચારિત્ર વિના કેવળ સ્વરૂપાચરણ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬] શ્રી જી. એ. જેન ચન્થમાલા. ચારિત્રથી સિદ્ધિ થતી નથી. સ્વરૂપાચરણ ચારિત્ર કેવળ અપ્રમત્તાદિ ગુણઠાણે જ ઘટે છે. સંયમ–આચરણ ચારિત્રરૂપ યમ-નિયમાદિ જે સાધને શાસ્ત્રમાં કહ્યાં છે, તે નિજસ્વરૂપની પ્રાપ્તિ અર્થે છે, કારણ કે-એ સાધને પણ કારણને અથે છે. તે કારણ આ પ્રમાણે છે-આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા તથા તેમાં સ્થિતિ થાય તેવી યોગ્યતા થવા, આવા એ કારણે ઉપદેશ્યા છે. તત્ત્વજ્ઞાનીએ એથી એવા હેતુથી આ સાધને કહ્યાં છે, પણ જીવની સમજણમાં સામટે ફેર હોવાથી તે સાધનમાં જ અટકી રહ્યો અથવા તે સાધન પણ અભિનિવેશ-પરિણામે ગ્રહ્યા. આંગળીથી જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં આવે છે, તેમ તત્વજ્ઞાનીઓએ એ તત્ત્વનું તત્ત્વ કહ્યું છે. જ્ઞાનીએ જેટલી ધર્મક્રિયાઓ-આચરણાઓ બતાવી છે, તે સર્વ એક આત્મસ્વરૂપની પ્રાપ્તિ અર્થે જ બતાવી છે, છતાં અધિકારભેદે સાધનાઓ પણ ભિન્ન ભિન્ન હોય છે. આત્મા અમુક હેતુથી શુદ્ધ થાય અને અમુક હેતુથી શુદ્ધ ન થાય, એ કદાગ્રહ છે. શ્રી જિનેશ્વર ભગવાને આત્માને વિશુદ્ધ થવાના અસંખ્ય માર્ગો પોતાના જ્ઞાનમાં દેખ્યાં છે–બતાવ્યાં છે, તેમાંથી તમારા દઈને જે દવા (ઉપાય) લાગુ પડે તે પાડો. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે-જ્ઞાનીએ બતાવ્યા પ્રમાણે ગમે તે ક્રિયામાં વતે, તે પણ તે મોક્ષમાર્ગમાં જ છે. જ્ઞાનીની આજ્ઞાએ ચાલતાં જ્ઞાની ગુરૂએ ક્રિયાઓની Page #9 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૭૭ ચગ્યતાનુસાર કેઈને એક રીતે બતાવ્યું હોય અને કેઈને બીજી રીતે બતાવ્યું હોય, તેથી મોક્ષને માર્ગ અટક્ત નથી. જીવની જ્યાં સુધી એકાન્ત વ્યવહારિક દષ્ટિ હોય, ત્યાં સુધી પારમાર્થિક ખ્યાલ આવ બહુ દુષ્કર છે. જ્યાં સુધી વ્યવહારને પરમાર્થ માન્ય હોય અને સાધનને સાધ્ય માન્યું હોય અથવા સાધનને સાધ્ય માની. તેમાં જ અટકી રહ્યો હોય, ત્યાં સુધી તેવા જીવનું કલ્યાણ થવું દુષ્કર છે. નિશ્ચય તને સમજનાર જીવ કારણમાં કાર્યને માની લેવાની ભૂલ કરવાથી બચી જાય છે અને કાર્યસિદ્ધિના ખરાં કારણે સમજી અસત્ વ્યવહારથી દૂર રહેવા પ્રયત્ન કરી શકે છે, જેથી વ્યવહાર સાથે નિશ્ચયતત્ત્વને પણ સમજવું જરૂરી છે. નિજકલ્પનાએ જ્ઞાન-દર્શન–ચારિત્રાદિનું સ્વરૂપ ગમે તેમ સમજીને અથવા નિશ્ચયાત્મક બેલે શીખી લઈને સદ્વ્યવહાર લેવામાં જે પ્રવર્તે, તેથી આત્માનું કલ્યાણ થવું સંભવતું નથી. અથવા કલ્પિત વ્યવહારના દુરાગ્રહમાં રોકાઈ રહીને પ્રવર્તતા પણ જીવને કલ્યાણ થવું સંભવતું નથી. બાહ્ય સાધન મનને સ્થિર કરવાને માટે અવલંબનરૂપ છે–એ વાત પાછળથી ભૂલી જવાય છે અને બાહ્ય સાધનમાં જ સર્વસ્વ મનાઈ જવાય છે. સાધનને ઉદ્દેશ એ જ કે-મનને સ્થિર કરી કમે વૃત્તિશૂન્ય કરવું. બાહ્ય ક્રિયા એ સદાચાર નથી, પણ સદાચાર ઉત્પન્ન Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮] શ્રી જી. . જૈન ગ્રન્થમાલા થવાનું સાધન છે. સાધ્ય સિદ્ધ થતું હોય તે તેમાં સાધનને સમાવેશ થઈ જાય છે, પણ સાધન હોય ત્યાં સાધ્ય હોય જ એમ બનતું નથી. સાધ્યને લક્ષ્યમાં રાખી સાધ્યની સિદ્ધિ થાય, તેવી સ્થિતિપૂર્વક સાધનનું સેવન થાય તે સાધન સાર્થક છે. જે કારણ કાર્યને પહોંચાડે તે જ કારણ કહેવાય છે. કાર્ય તરફ લક્ષ રાખી નિરાગ્રહરૂપે કારણ સેવે તે કાર્યની સિદ્ધિ થાય છે, પરંતુ કારણમાં જ-સાધનમાં જ આગ્રહ રાખી તેને કાર્યભાવે માની કારણને સેવે તે તે કારણભાસ થાય છે. - સાધ્યને લક્ષમાં નહિ લીધેલા ધનુર્ધરની બાણ ફેંકવાની ચેષ્ટા જેમ નિષ્ફળ જાય છે, તેમ સાધ્યને સ્થિર કર્યા વગર કરાતી ક્રિયાઓ નિરર્થક જાય છે. લક્ષ વિનાનું બાણ ફેકવું તે જેમ નકામું છે, તેમ આત્મનિર્ણય કર્યા વિના તેને બંધનમુક્ત કરવા ક્રિયા કરવી તે પણ નિરૂપયોગી નિવડે છે. - સાધ્યની સિદ્ધિ પણ પ્રતિકૂળ સાધનથી થઈ શક્તી નથી. સાધ્યને અનુકૂળ સાધન હોય તો જ સાધ્યસિદ્ધિ થઈ શકે છે. આત્માને દોષમુક્ત કરવા નિર્દોષ સાધનેની આવશ્યકતા છે. સાધ્ય તે માક્ષ, સાધન તે સમિતિગુપ્તિ અને સાધક તે આત્મા જાણ; એટલે સમિતિગુણિરૂપ સાધન વડે સાધ્ય જે મેક્ષ તેની સિદ્ધિ થાય છે. સમિતિગુપ્તિમાં સર્વ કાંઈ ચરકરણ-સિત્તરી આવી જાય છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [૨૭૯ સઘળા ધામિક અનુષ્ઠાને ઉદ્દેશ આત્માને વિકાસમાં મૂક એ છે. આત્મસ્વરૂપની જાગૃતિ-બીજા શબ્દોમાં આત્મદૃષ્ટિને પ્રકાશ એ જ છે. સમ્યગદર્શનાદિ ગુણેની પ્રાપ્તિ અને પ્રાપ્ત થએલા એ આત્મગુણેની નિર્મળતા–આ ઉષ્ણ આંખ સામે રહે જોઈએ. એ ઉદ્દેશને સાર્થક કરવા માટે જ દરેક ધર્મક્રિયાને હેતુ હે જોઈએ. કર્મના યોગથી અનાદિકાળથી જકડાયેલા આત્માને પિતાનું નિર્મળ સ્વરૂપ પ્રગટાવવામાં જે વસ્તુ અગર જે સદ્દગુરૂ આદિ વ્યક્તિ સહાયક થવાની લાયકાત ધરાવતી હોય, તે તે સાધને સેવવા ચગ્ય છેઃ અર્થ-જે જે સાધને આત્માના સભ્યદર્શનાદિ ગુણે પેદા કરવામાં સહાયક બનવાની લાયકાત ધરાવે છે, તે તે સેવવાને ચગ્ય છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને ઈરછતા જિજ્ઞાસુઓએ સાધનાદિ કર્મો કરવા, પણ તેના ફળાફળમાં લેશ માત્ર આસક્તિ રાખવી નહિ. મતલબ કે ક્રિયાનુષ્ઠાન આદિ સાધને સાધકે ચિત્તશુદ્ધિ માટે બહુ જરૂરના છે. જે ક્રિયાનુષ્ઠાનના ફળરૂપે આત્મદર્શન થતું હેત, તે કર્મોના ફળને ત્યાગ કરવા માટે શાસ્ત્રો કદાપિ ઉપદેશ કરત નહિ. ભગવાનની સેવાનું ફળ નિર્વાણ અથવા મુક્તતા પ્રાપ્ત થવારૂપ હોવું જોઈએ. જે ચિત્તશુદ્ધિ કરવા માટે અથવા મનને અને ઈન્દ્રિયોને નિરોધ કરવા માટે ક્રિયા થતી હોય તે તેથી વિપરીત પરિણામ આવતું નથી, પણ માત્ર ક્રિયાકાંડમાં જ અટનારને મુક્તતા પ્રાપ્ત થતી નથી. ' Page #12 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ]. શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા દ્રવ્યપૂજા એ મનના અશુદ્ધ વાતાવરણને હઠાવવાનું સાધન છે. એ જ કારણથી ગૃહસ્થને માટે તે ભાવપૂજાનું સાધન માનવામાં આવ્યું છે. પરંતુ યાદ રાખવું કે–સાધનને સાધ્ય માની લેવાની ગંભીર ભૂલથી સાવચેત રહેવું. સાધનની ભૂમિકા ઉચિત રીતે બાંધ્યા પછી સાધ્ય વસ્તુમાં (ભાવપૂજામાં) અધિક ઉદ્યમ રાખ. - ક્રિયા એ મનને નિયમિત કરનાર સાધન છે, પણ ધર્મ નથીઃ ઉપચારથી તેને ધર્મ કહેવાય છે. ક્રિયા કરવામાં પિતાનું કે બીજાનું જ્ઞાન જે કે માર્ગદર્શક બને છે, પરંતુ ક્રિયાત્મક ફાયદે મેળવવા માટે કિયા તે પિતે જ કરવી પડે છે. જૈનધર્મમાં જે આટલા બધા પર્વો તથા ઉત્સવ કહ્યાં છે, તેને હેતુ માત્ર એ જ કે-ધર્મની મહાન ભાવનાઓ લેકે સમજી શકે અને તેને ક્રિયામાં મૂકી ક્રમે ક્રમે નિજસ્વરૂપની પ્રાપ્તિ કરી શકે. અનેક લોકો ધર્મની યથાર્થ ભાવનાને નહિ સમજી શક્યાથી તેને સ્થૂલ રીતે વળગી રહે છે અને ઉત્સવ–આમોદ પૂરો થયે એટલે ભાવનાઓ ભૂલી જાય છે. એટલા જ માટે ધર્મનું બાહ્ય આવરણ યથાર્થ ધર્મને તથા આત્મજ્ઞાનને ઢાંકી દે છે-એમ જે કહેવાય છે, તે એક અપેક્ષાએ ખરું પડે છે. દુલભ એવું સભ્ય રાગ-દ્વેષની ગ્રંથિને ભેદ થવાથી પ્રાપ્ત થાય છે. તે રાગ-દ્વેષની ગ્રંથિને ભેદ અમુક હદ સુધી કર્મમળને ઠાસ થયે અપૂર્વ અધ્યવસાય દ્વારા પ્રાપ્ત થાય છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૮૧ જેમ કેઈ જળાશયમાં કોઈ કાચબો તદાસક્ત થઈને રહેતા હોય છે અને જળાશયનું જળ સેવાળ તથા કમળના પત્રોથી છવાયેલું હોવાથી પેલા કાચબાને પાણી ઉપર આવવાનું છિદ્ર મળી શકવું ઘણું મુશ્કેલ હોય છે, તેમ સંસારરૂપી જળાશયમાં જીવરૂપી કાચબાને સભ્યત્વરૂપ છિદ્ર હાથ લાગવું એટલું જ મુશ્કેલ છે. જેમ કલિકાલમાં બેધિબીજ (સમકિત)ની પ્રાપ્તિ થવી, તેમ મરૂદેશમાં કલ્પવૃક્ષની ઉત્પત્તિ, નિર્ધન સ્થિતિમાં નિધાન અને દુષ્કાળમાં દુધપાકનું ભોજન સમજવું. “નિરણથં જ પળે v -“શ્રી જિને શ્વરદેવે કહ્યું તે જ સાચું અને શંકા વિનાનું છે. આત્માના આવા પરિણામનું નામ સમ્યકત્વ કહેવાય છે. આ ગુણ અનંતાનુબંધી કષાય વિગેરે સાત પ્રકૃતિઓના ક્ષપશમ, ઉપશમ અથવા ક્ષયથી પ્રગટ થાય છે. એમ થયા વિના વસ્તુતઃ આ ગુણ પ્રગટ નથી. સાત પદાર્થો ઉપર શ્રદ્ધારૂપ આત્મપરિણતિની વ્યાપ્તિ તે “તત્વાર્થ શ્રદ્ધાન.” તે જ્યારે સમ્યત્વ હેાય ત્યારે જ પ્રગટે છે, જેથી વસ્તુતઃ શ્રદ્ધાન એ સમ્યક્ત્વનું કાર્ય છે, તે પણ તેને સમ્યકત્વરૂપ કારણને ઉપચાર કરીને સમ્યકત્વ કહેવામાં આવ્યું છે. સમ્યગ્દર્શનના લક્ષણમાં મૂકાયેલ “તત્ત્વ શબ્દથી કેવળ અર્થથી “અઝદાર' એ સમ્યગદર્શનની વ્યાખ્યા નથી, પરંતુ “તરાઈ બદામ' તસ્વરૂપ અર્થોની-પદાર્થોની શ્રદ્ધાઃ એટલે જે જે પદાર્થો તવરૂપ છે, વાસ્તવિક રીતે Page #14 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા પિતાના સ્વરૂપમાં રહેલ છે, તે તે જીવ, અજીવ, પુણ્ય, પાપ વિગેરે અને સ્વીકારવારૂપ શ્રદ્ધા. આ સમ્યગ્દર્શનનું ફલદર્શક લક્ષણ છે, એટલે કે સમ્યગ્દર્શનના ફળને દેખાડવાવાળું –પમાડવાવાળું આ લક્ષણ છે. તરવરૂપ અર્થોની શ્રદ્ધા એ પણ સ્વયં સમ્યગદર્શનરૂપ નથી કે સમ્યગ્દર્શનનું સ્વતંત્ર સ્વરૂપ નથી, કિન્તુ અનાદિકાળથી જે સુષુપ્ત આત્મસ્વરૂપ પરિણામ, મિથ્યાત્વમેહનીય કર્મના ક્ષય, ક્ષાપશમ યા ઉપશમથી તેવા પ્રકારની જાગૃતિને પામે છે, તેને “સમ્યગદર્શન' કહેવાય છે. તેનું બાહ્ય ચિહ્ન-કાર્યરૂપ લિંગ તત્ત્વાર્થ શ્રદ્ધા છે. માન્યતા અને શ્રદ્ધાનમાં ફરક સમજવાને છે. માન્યતા એ નીચી કેટિની વસ્તુ છે, જ્યારે શ્રદ્ધાન એ માન્યતાને પરિપાક લેવાથી ઉંચી કેટિની વસ્તુ છે. માન્યતા એ મનુષ્યના અમુક પ્રકારના મનને ભાવ જ સૂચવે છે, જ્યારે શ્રદ્ધાન મનુષ્યના આત્મા ઉપર અજવાળું પાડનાર દિવ્ય પ્રકાશ છે. શ્રદ્ધાનો ઉદય થતાં જીવ અને દેહનું આત્મસ્પર્શી વિવેકજ્ઞાન ક્રુરી ભેદજ્ઞાન થાય છે. એ ભેદજ્ઞાનનું થવું એ જ “સમ્યગદર્શન' કહેવાય છે. જેવી આસક્તિપૂર્વકની માન્યતા પિતાના શરીર ઉપર અને માતા, પિતા તથા સાંસારિક વસ્તુઓ ઉપર હોય છે, તેવી અડગ માન્યતા આત્મા અને શરીરની ભિન્નતા ઉપર બંધાય ત્યારે તેને શ્રદ્ધાન થયું કહેવામાં આવે છે. ચતુર્થ ગુણસ્થાનકવું જે ગૌરવ શાસ્ત્રોમાં બતાવ્યું છે, તે આવી શ્રદ્ધાને અવલંબે છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૮૩ જ્યારે તવાઈશ્રદ્ધાનરૂપ સમ્યત્વ ઉપજે, ત્યારે તેને મેક્ષની અભિલાષા–સાચે મુમુક્ષુભાવ હોય છે. ચેથા અને ચૌદમા ગુણસ્થાનકની શ્રદ્ધા એક જ છે. માત્ર તેમાં જ્ઞાન અને વર્તનમાં ફેર છે. | સર્વ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હોય છે. સાચે મુમુક્ષુભાવ આવા દુષ્કર છે, તે અનંતકાળથી અભ્યસ્ત મુમુક્ષતા માટે તેમ હોય એમાં કાંઈ આશ્ચર્ય નથી. સમ્યગ્દર્શનના શમ-સંવેગાદિ જે પાંચ લક્ષણોને નિર્દેશ કરવામાં આવ્યા છે, તે પાંચેય (શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય) લક્ષણે યદ્યપિ સમકિતવંત આત્મામાં હોવા જ જોઈએ, તથાપિ શમ–સંવેગાદિ પ્રથમના ચાર લક્ષણે કદાચ કેઈ તેવા કર્મોદયજન્ય નિરૂપાયના પ્રસંગામાં ન્યૂનપણે દષ્ટિગોચર થાય, તેટલા માત્રથી સમ્યગદર્શન નમાં ક્ષતિ માનવાનું સાહસ કરવું ઉચિત નથી. શમ, સંવેગ, નિર્વેદ અને અનુકંપા-એ ચારેય લક્ષણે પૂર્ણ કટિએ કેઈ આત્મામાં દૃષ્ટિગોચર થતાં હોય, પરંતુ “આસ્તિક્ય લક્ષણમાં ખામી હોય, તે શમ-સંવેગાદિ ઉચ્ચ કક્ષાના હોવા છતાં તે આત્મામાં સમ્યગ્દર્શનને પ્રાયઃ અભાવ છે. જે આસ્તિક્ય નામના પંચમ લક્ષણમાં એક અક્ષર માત્ર પણ અરૂચિ-અશ્રદ્ધાન થાય, તે તે આત્મા સમ્યગ્ર દર્શનથી ભ્રષ્ટ થઈ જાય છે. કેઈ અપેક્ષાએ એમ કહેવામાં આવે છે કે–આસ્તિક્યા વિનાના શમ-સંવેગાદિ લક્ષણે આત્મિક વિકાસ માટે નિરર્થક છે તે તે કથન અસંગત નથી.” Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪]. શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા સદ્ધવિંશિકામાં આસ્તિક્યને જ પ્રધાનપણે અપેક્ષી આ પ્રમાણે પ્રતિપાદન કર્યું છે-માનનિયાનgSsfeતા लक्षणानां सम्यक्त्वगुणानां पश्चानुपूत्यैव लामक्रमः प्राधान्यसंचेत्थमुपन्यास इति ।' સમ્યગદર્શનગુણ જે આત્મામાં પ્રગટ થયે હેય, તે આત્મામાં “આસ્તિક્ય લક્ષણ અવશ્ય હોય છે. સમ્યગદર્શન ને આસ્તિક્ય-એ બન્નેને અન્યય વ્યતિરેક સંબંધ છે, એટલે આસ્તિક્ય હોય ત્યાં અવશ્ય સમ્યગ્દર્શન હોય અને જ્યાં આસ્તિક્ય નથી ત્યાં સમ્યકત્વને અભાવ હોય છે. આત્મા છે, આત્મા નિત્ય છે, કર્તા છે, ભક્તા છે, મોક્ષ છે અને મોક્ષને ઉપાય છે -આ આસ્તિક્યના છ લક્ષણો જ્યારે આત્મપરિણતિપૂર્વક-આત્મસાત્ થયા હોય, ત્યારે જ આસ્તિકwગુણ સાર્થક ગણાય છે. કેવળ આત્મા–પરલોક વિગેરેને સ્વીકાર કરનાર આત્મા સમ્યગદૃષ્ટિ નથી થઈ શકતે, પણ વાસ્તવિક રીતે તે તે જીવઅજીવ આદિ તત્વે, કે જે પિતાના સ્વરૂપમાં રહેલા છે, તેને તે તે રીતે સ્વીકારનાર, સહનાર આત્મા સમ્યગદર્શનગુણને પામેલે કહી શકાય. તાત્પર્ય એ છે કે–આત્માના અસ્તિત્વને સ્વીકાર્યા પછી આત્માના સ્વરૂપને સંપૂર્ણપણે વફાદાર રહેનારી કર્તા, ભક્તા,નિત્યાનિત્યાદિ દરેક પ્રકારની માન્યતાઓને સ્વીકારી આત્મસાત્ કરવી જોઈએ-પરિણમવી જોઈએ. આત્માની અસ્તિતાને સ્વીકારનાર દર્શનકારે એકાન્તવાદ સત્યની એક જ બાજુ નિરપેક્ષ દષ્ટિથી પકડી લે છે અને બીજી બાજુએ કે જે સત્યની અંગભૂત છે તેને Page #17 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૮૫ નિશ્ચયાત્મક ઈન્કાર કરવાની ગંભીર ભૂલ કરે છે. આથી સત્ય વાત પણ અસત્યરૂપ બને છે, કારણ કે જે સત્યનું સંપૂર્ણ સ્વરૂપ નથી, સત્યને અંશ છે, સત્યની એક બાજુ છે, તેને તે રૂપે એટલે કે સત્યના એકાદ અંશરૂપ નહિ સ્વીકારતા કઈ પણ પ્રકારની અપેક્ષા વગર તેને જ્યારે સંપૂર્ણ સત્ય માની લેવાને દુરાગ્રહ થાય, ત્યારે તે સત્ય સત્ય તરીકે નહિ રહેતાં અસત્ય-મિથ્યારૂપ બને છે. જૈનદર્શન સ્યાદ્વાદને અનુલક્ષીને પ્રત્યેક પદાર્થને તે જે સ્વરૂપમાં છે, તે જ સ્વરૂપે સ્વીકારવાને સદાગ્રહ સેવે છે અને ઈતર આસ્તિક દર્શનકારે પોતે સ્વીકારેલ રીતિ મુજબ જગના પદાર્થોને સ્વીકારવાને-માનવાને દુરાગ્રહ ચાલુ રાખે છે. જો કે આસ્તિક તરીકે જૈનદર્શન અને ઈતર સાંખ્યાદિ આસ્તિક દર્શને સામાન્ય રીતે એક સમાન હોવા છતએ, જેનદર્શનમાં કેવળ સ્વાદુવાદની દષ્ટિ હેવાને અંગે આ બંને (જેન–અજૈન) દર્શનની તરવવ્યવસ્થામાં મેળ રહે શક્ય નથી, માટે જ તત્ત્વને તત્ત્વરૂપે નહિ સ્વીકારનાર - અશ્રદ્ધાનરૂપ હાઈ મિથ્યારૂપ બને છે. વિપરીત તત્ત્વાર્થપ્રતીતિ-આત્મપ્રતીતિ એ જ મિથ્યાત્વ છે. જીવ અનાદિ સંસારદશામાં જગના સઘળા બનાવે, ભાવે અને પ્રવૃત્તિઓને નિર્ણય કર્યા કરતે છતે પણ, માત્ર પિતાના વાસ્તવ્ય સ્વરૂપ સંબંધી અનિર્ણય અર્થાત્ વિપરીત શ્રદ્ધાનવડે જ દુઃખી થઈ રહ્યો છે અને એ જ અનંત સંસારદશાનું બીજ છે. જે મનુષ્ય જડ-ચેતનના વાસ્તવિક સ્વરૂપને સમજે Page #18 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા છે, તે આત્મશ્રદ્ધાના અપૂર્વ બળવડે પોતાની આત્મપરિ સુતિ અને બાહા શરીરાદિ વેગને અવંચકભાવે પરિણુમાવી શકે છે. સમકિતી જીવ રાગ-દ્વેષથી પરવસ્તુમાં-પગલિક વસ્તુમાં રાચતમાચતે નથી, અંતરથી ન્યારે વર્તે છે. જેમ જળમાં ઉત્પન્ન થયેલ કમળ જળથી નિર્લેપ રહે છે, તેમ ભવ્યજીવ સમકિતની પ્રાપ્તિ થતાં સંસારમાં પરવસ્તુના સંબંધથી ન્યારો વતે છેસંસારમાં રહ્યા છતાં તે સર્વ સાંસારિક પદાર્થો પરથી મમતા ત્યાગે છે. તે પરવસ્તુમાં થતી ઈષ્ટ–અનિષ્ઠ બુદ્ધિને ત્યાગ કરે છે એટલે પુદ્ગલાનંદી કહેવાતું નથી, પણ ચતુર્થ ગુણસ્થાનકવાળો સમદ્ધિીજીવ જ અંતરાત્મા કહેવાય છે. સમ્યગદૃષ્ટિને સર્વ પ્રકારના ભેગોમાં પ્રત્યક્ષ રેગોની માફક અરૂચિ થાય છે, કારણ કે-જે સમયે સમ્યગ્દષ્ટિની ચેતન સમ્યકત્વ હોવાને લીધે શુદ્ધ અવસ્થાને પ્રાપ્ત થાય છે, તે સમયે તેની વિષમાં અરૂચિ હેવી સ્વાભાવિક છે. સમ્યગ્દષ્ટિ હેયને હેય સમજી છોડી દે છે, પરંતુ હેય પદાર્થના ત્યાગમાં કેવળ સમ્યત્વ જ કારણ નથી, કિન્તુ સમ્યત્વના સદ્દભાવની સાથે ચરિત્રમેહનીય આદિને ક્ષપશમ પણ કારણ છે. અર્થાત્-સમ્યકત્વના સદ્દભાવમાં વિષય પ્રત્યે અરુચિ થાય છે, પણ વિષયને ત્યાગ તે સમ્યકત્વ સાથે ચારિત્રહને પશમ હોયે છતે જ થાય છે. અવિરતિ સમ્યગદષ્ટિ પાપસેવનને અનિષ્ટ માનવા છતાં અને બીજાને તેના ત્યાગને ઉપદેશ આપવા છતાં, પોતે Page #19 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [૨૮૭ પરિત્યાગ કરી શકતું નથી તેનું કારણ ચારિત્રાવરણીય કમને ઉદય છે. ગુણ, દેષ અને તેનાં કારણેને સમ્યગ વિવેક થઈ આત્મામાં તથારૂપ દશાપૂર્વક નિશ્ચય વર્તવો એ જ સમ્યગ્દર્શન સહિત સમ્યગાન છે તથા દોષના કારણોને છેડી ગુણના કારણેને હેયોપાદેય વિવેકપૂર્વક પરમ આદરભાવે ગ્રહણ કરવા એ જ સમ્યચરિત્ર છે. એ ત્રણેયની ઐયતારૂપ આત્મદશા વતવી તે મોક્ષમાર્ગ છે. સમ્યગદર્શનના સભાવથી જ ગૃહસ્થધર્મને અથવા મુનિધર્મને ધર્મ કહેવાય છે. એ વિના બન્ને પ્રકારના ધર્મને વસ્તુતઃ ધમ કહેવાતું નથી. જડ તથા ચેતન્યને ભિન્ન સમજીને જ્યારે આત્માની સન્મુખ વલણ થાય છે, ત્યારે જ જૈનમાર્ગમાં પ્રવેશ કરી શકાય છે અને તેમાં આગળ વધ્યા પછી જ શ્રાવક અને શ્રમણ આદિની ભૂમિકાઓ-અધિકારે શરૂ થાય છે. આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વસંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે, કેમકે–તે વિના પરમાર્થ આવિર્ભૂત થે કઠણ છે અને તે કારણે વ્યવહાર-દ્રવ્યસંગમરૂપ સાધુત્વ શ્રી જિને ઉપદેશ્ય છે. સમ્યકત્વગુણ હોય તે જ પરમાર્થથી મનની શુદ્ધિ કહેવાય છે-થાય છે, જ્યારે સમ્યકત્વ વિના મનની શુદ્ધિ મહભિત હાઈ ઉલટી બંધન કરનારી થાય છે. સમકિતથી સગુણની પ્રાપ્તિ થાય છે અને સગુણની પ્રાપ્તિથી સમદષ્ટિપણું પ્રાપ્ત થાય છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ]. શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા કીકી વગરનું નેત્ર અને સુગંધ વગરનું પુષ્પ જેમ નકામું છે, તેમ સમ્યકત્વ વગરની ધર્મક્રિયા નકામી માની છે. દાનાદિ ક્રિયાઓ કરવાથી ક્ષફળ મળે છે, પણ તેમાં સમ્યકત્વ જ સહાયક છે. સમ્યગાન કહો કે આત્મજ્ઞાન કહે, તે આત્માનું ખરું હિત સાધી શકે છે. જ્યારે એવી સાચી કરણ આત્મા સાથે એક રસ થાય છે, ત્યારે તે જલદી જીવને જન્મ-મરણના દુઃખથી મુક્ત કરાવી શકે છે. જેમ જળમાં જળને રસ સાથે જ મળી રહે છે, તેમ જ્ઞાનમાં સાચી કરણી પણ સાથે જ મળી રહે છે. પૂ. ઉ. મ. કહે છે કે – “ક્રિયા બિના જ્ઞાન નહિં કબહુ, જ્ઞાન ક્રિયા બિનુ નાહિ; ક્રિયા જ્ઞાનદાઉ મિલત રહેતુ હૈ, જ્ય જલસ જલમાંહીં.” મેક્ષાભિમુખ આત્માઓ પોતાના જ્ઞાનને ઉપયોગ સમભાવની પુષ્ટિમાં કરે છે પણ સાંસારિક વાસનાની પુષ્ટિમાં કરતાં નથી, જેથી તેમનું જ્ઞાન અલ્પ હોય તે પણ સમ્યગ- . દર્શનપૂર્વકનું હવાથી સત્ય જ્ઞાન છે તેથી ઉલટું સંસારાભિમુખ આત્માનું જ્ઞાન ગમે તેટલું વિશાળ અને સ્પષ્ટ હોવા છતાં સાંસારિક વાસનાનું પિષણ કરનાર હોવાથી મિથ્યાજ્ઞાન-અજ્ઞાન કહેવાય છે. ચૌદ પૂર્વનું જ્ઞાન, મુનિપણું, હજારે જાતિના સદાચરણ, તપશ્ચર્યા આદિ જે જે સાધન–જે જે મહેનતે-જે જે પુરૂષાર્થ કહ્યાં છે, તે એક આત્માને ઓળખવા માટે શોધી કાઢવા માટે આત્માને અર્થે થાય તે સફળ છે, નહિ તે Page #21 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [૨૮૯ નિષ્ફળ છે. જો કે તેથી બાહ્ય ફળ થાય, પણ ચાર ગતિને છેદ થાય નહિ. સમ્યગ્દષ્ટિ અથવા તથા પ્રકારની દૃષ્ટિભેદને ત્યાગી અન્યદર્શનીયના વેદાંતાદિ કઈ પણ ગ્રંથને વાંચે તે સમ્યકરૂપે પરિણમે છે, કારણ કે-તે પુરૂષ તે તે ગ્રંથેમાંથી હેય, સેય ને ઉપાદેયના વિભાગ સ્વરૂપને સમજે છેઃ અને શ્રી જિનેશ્વરના અથવા ગમે તેના ગ્રંથ કુદષ્ટિથી વાંચે તે મિથ્થારૂપે પરિણમે છે. દષ્ટિવિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે અક્ષર, ગમે તે કથન તથા ગમે તે વચન પ્રાયઃ અહિતનું કારણ થતું નથી. આત્મશ્રદ્ધાને સ્થિર રાખનાર દ્રવ્યાનુયોગ અર્થાત્ તત્ત્વજ્ઞાન-તત્ત્વબેધ જ છે. અનેક ઉપયોગી વિષયો ચર્ચવા ઉપરાંત શ્રદ્ધાને સ્થિર રાખનાર દ્રવ્યાનુયેગ ઉપગી છે. દ્રવ્યાનુયેગમાં બાહ્ય વસ્તુ અને આત્મિક વસ્તુઓને અરસપરસ સંબંધ, એકબીજા ઉપર થતી તેની અસર અને તેઓનું વાસ્તવિક સ્વરૂપ બતાવવામાં આવેલું હોય છે. આત્મશ્રદ્ધા સુદઢ થવાને સહેલે અને સર્વોત્તમ ઉપાય આત્મજ્ઞાની-સદ્ગુરૂમુખે સમ્યજ્ઞાનના ભંડાર સમા શ્રી જિનાગનું શ્રવણ કરવું એ જ છે. આ જ કારણે બુદ્ધિના આઠ ગુણે પિકી શુશ્રુષાગુણને વધુ વજન આપવામાં આવ્યું છે. શ્રદ્ધાની સાથે જે શુશ્રુષાદિ બુદ્ધિના ગુણ ભળે તે જ શ્રદ્ધાની સ્થિરતા અને દઢતા રહે છે, પરંતુ એક્લી બુદ્ધિ ૧૯ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા કાર્યકર નિવડતી નથી. શ્રદ્ધાની ભૂખ્યતા અને બુદ્ધિની ગણતા સમજવી. જ્યાં સુધી ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માનવામાં ન આવે, ત્યાં સુધી સમક્તિની પ્રાપ્તિ થતી નથી. પ્રભુ અત્યારે વિદ્યમાન નથી, પરંતુ તેમના ભાખેલાં સૂત્રે મોજુદ છે. તે સૂત્રોમાં પ્રભુએ કહ્યું છે, તે મુજબ જે આપણે માનીએશ્રદ્ધિએ તે જ પ્રભુની આજ્ઞા માની કહેવાય અને તે જ સમકિતપ્રાપ્તિને યોગ્ય બની શકાય. માનવું અને પાળવું-એ બે વસ્તુ એક નથી. માનવું એટલે પાળવાની હાદિક ભાવના અને પાળવું એટલે અખલિત જીવન ગાળવું. આ ભાવના ત્યારે જ ટકી શકે કેજ્યારે શ્રદ્ધાભાવિત હૃદય હેય. દુનિયાના તમામ ધર્મશાસ્ત્રોમાં પારદર્શિતા મેળવવામાં આવે, પણ જે પોતાના કર્તવ્યો સમજવામાં ન આવે, પોતાનું ખરું ધ્યેય ધ્યાનમાં લેવામાં ન આવે, પિતાની દષ્ટિ આત્મસ્વરૂપને અભિમુખ કરવામાં ન આવે, તે તે ગમે તેટલી વિદ્વત્તા–ગમે તેટલી શાસ્ત્ર પારદશિતા પણ ફેગટ છે. જ્યારે એક વિદ્વાન ગણાતા મનુષ્યને અશુદ્ધ વ્યવહારમાં પ્રવર્તત દેખવામાં આવે, ત્યારે સમજવું કે-તેનું જ્ઞાન હજુ પ્રથમ પંક્તિ ઉપર જ છે. પ્રવૃત્તિમાં આત્માને લાભઅલાભને સદ્ભાવ જ્યાં સુધી તેના જ્ઞાનને વિષય થાય નહિ, ત્યાં સુધી જ્ઞાન આડંબર માત્ર રહે છે અને તેવા જ્ઞાનને શાસ્ત્રકાર અનેક પ્રસંગે અજ્ઞાન જ કહે છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૯૧ પદાર્થોનું જ્ઞાન સારામાં સારું હોય, પુસ્તકોને અભ્યાસ વિશાળ હોય, પણ જ્યાં સુધી તત્ત્વને તત્વ તરીકે સ્વીકારવા જેટલી જુતા જેઓના અંતરમાં જન્મી નથી, ત્યાં સુધી તેઓનું જ્ઞાન જ્ઞાન તરીકે જગના વ્યવહારમાં સંબોધાવા છતાં વાસ્તવિક રીતિએ એ જ્ઞાન અજ્ઞાન બની રહે છે, એટલે કે વસ્તુપરિચછેદક બની શક્યું નથી. જે વાંચવાથી, જે સમજવાથી તથા જે વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવના કાર્યોથી અને વિભાવના પરિણામથી ઉદાસ ન થયે, વિભાવને ત્યાગી ન થ, વિભાવના કાર્યોને અને વિભાવના ફળને ત્યાગ ન થયે; તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે. વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરે તે જ વિચાર સફળ છે. - જે વિદ્યાથી જીવ કર્મ બાંધે છે, તે જ વિદ્યાથી જીવ કર્મ છેડે છે. તે જ વિદ્યા સંસારી હેતુના પ્રયોગે વિચાર કરવાથી કર્મબંધ કરે છે અને તે જ વિદ્યા દ્રવ્યનું સ્વરૂપ સમજવાના પ્રયોગથી વિચાર કરે તે કર્મ છેડે છે. ગમે તેવી વિશાળ બુદ્ધિ હોય પણ જે આત્મતત્વની શ્રદ્ધા ન હોય, તે તેવી લુખ્ખી બુદ્ધિથી સત્ય સુખ પ્રાપ્ત થતું નથી. મન જે આત્માભિમુખ ન થયું તે ભણવું-ગણવું સર્વ વ્યર્થ છે. આત્મા સાથે પ્રીતિ થયા વિના પરથી-પુદ્ગલભાવથી પ્રીતિ છૂટતી નથી, અર્થાત્ આત્મધર્મમાં રૂચિ થયા વિના પુદ્ગલ ઉપર થતી મમતા ત્યાગી શકાતી નથી. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ] શ્રી જી. એ. જૈન ગ્રથમાલા. પિતાના આત્માની સ્થિતિ આ જગમાં કેવી છે તેનું પહેલી તકે જ્ઞાન મેળવવાની જરૂર છે. વૈરાગ્યપૂર્વક કરવામાં આવેલો વિચાર જ સફળ થાય છે, પણ રાગવાળાએ કરેલા વિચાર સફળ થતું નથી. જે સુબુદ્ધિવાળા પુરૂષને દિવસે દિવસે સંસારના સુખની લાલસા પાતળી થતી હોય, તે પુરૂષને વિચાર ફળદાયક થાય છે. જ્યાં સુધી વૈરાગ્યવાસિત ચિત્ત કરવાને વારંવાર અભ્યાસ પાડવામાં આવતું નથી, ત્યાં સુધી તે અસ્થિર અવસ્થામાં રહી આધ્યાત્મિક માર્ગ તરફ વલણ પકડતું નથી અને તેથી જીવ બહિરાત્મભાવમાં વત્ય કરે છે. વૈરાગ્ય અને અભ્યાસથી ચિત્તવૃત્તિને નિરોધ થઈ શકે છે. વિષયમાં આસક્તિ નહિ રાખવી તેનું નામ “વૈરાગ્ય’ અને વિષય તરફ જતાં મનને વારંવાર રેકવું તેનું નામ અભ્યાસ. તત્ત્વબેધને વિકલ્પ થવામાં હેતુભૂત એવી ચિંતા કરવાને જેનામાં સ્વભાવ નથી, તે ગતાનુગતિક પામર પ્રાણુને પ્રશસ્ત વૈરાગ્ય પ્રાપ્ત થઈ શક્તા નથી અને એથી જ મોક્ષના સાધનભૂત માર્ગમાં પ્રવેશ થઈ શક્તા નથી. વૈરાગ્યવિષયને મૂખ્ય ઉદ્દેશ સ્વવસ્તુ ઓળખાવવાને, તેના ઉપર પ્રેમ ઉત્પન્ન કરાવવાનું અને પરવસ્તુ કયી છે. તેને શોધી તેની સાથે સંબંધ ઓછો કરાવી ધીમે ધીમે તે તેડી નાંખવાને હોય છે. વૈરાગ્ય વિનાનું જ્ઞાન આત્માની પરમાત્મદશા પ્રગટાવી Page #25 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૯૩ શક્ત નથી. પ્રથમ સાધનદશામાં વૈરાગ્યથી ભેદજ્ઞાનની પુષ્ટિ થાય છે અને ભેદજ્ઞાનથી સ્વ-પરનો ભેદ ભાસે છે અને તેથી આત્મા સંવરભાવમાં રમે છે. વિવેક તથા વૈરાગ્ય આદિ સાધનથી તિણ કરેલી અને સુખ-દુઃખાદિક સહન કરવામાં ધીરજવાળી બુદ્ધિથી આત્માના તત્વને સારી પેઠે વિચાર કરનાર પુરૂષ નિજસ્વરૂપને પ્રાપ્ત કરે છે. , પર્યાયદૃષ્ટિ વિરક્તભાવ ઉત્પન્ન કરવાને ઉપગી છે, જ્યારે દ્રવ્યદષ્ટિ સ્વરવરૂપમાં સ્થિરતા કરવાને અદ્વિતીય કારણ છે. અધ્યાત્મશાસ્ત્ર પિતે કેણ છે?, તેનું સ્વરૂપ શું ?, તેને વિષય-કષાયાદિ સાથે સંબંધ કેવો છે?, શા કારણથી છે?, કેટલા વખત સુધીને છે?, આત્માનું સાધ્ય શું છે?, તે કેમ અને ક્યારે પ્રાપ્ત થાય?, વિગેરે વિષયો ચર્ચે છે. અધ્યાત્મશાસ્ત્રને ઉદ્દેશ વૈરાગ્ય ઉત્પન્ન કરાવવાનું જ છે, જેથી એની જિજ્ઞાસાવૃત્તિ સર્વ મુમુક્ષુઓને હેવી જોઈએ. જે પુસ્તકો-ગ્રંથે આપણને સૌથી વિશેષ ઉત્સાહ આપે, જે આત્માને ઉન્નત થવાને સૌથી વિશેષ નિશ્ચયવાળા બનાવે તથા જેમાં પારમાર્થિક ચિંતન અને આચરણમાં જોડવાને પ્રેરક હય, તે જ ઉત્તમ ગ્રંથ છે. જે તમારા જ્ઞાન અને ચારિત્ર્યને વિકાસ કરે હોય તે જ્ઞાનવર્ધક ગ્રંથ અને ઉત્તમ ચરિત્રો ધ્યાનપૂર્વક વાંચે તથા તેમાંથી નીતિ અને આધ્યાત્મિક્તાને વર્તનમાં ઉતારી જીવનમાં મેળવી લેતાં શીખો. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા જો વાંચનપરિચય, નિદિધ્યાસન હાય, તે તેમાંથી કાંઈ ને કાંઈ સમજવાનું વિચારવાનું, આદરવાનું અને મનન કરવાનું જરૂર મળી આવે છે. જ્યારે મનનની ટેવ પડે છે, ત્યારે જ વસ્તુરહસ્ય સમજાય છે. મનન કર્યાં વગર વસ્તુસ્થિતિ સમજાતી નથી, આત્મજાગૃતિ સ્કુરાયમાન થતી નથી અને વાંચેલા વિષય અંતરંગમાં જરા પણ અસર કર્યાં વગર ઉપર ઉપરથી ચાલ્યા જાય છે. એક અંગ્રેજ વિદ્વાને ખરૂ કહ્યું છે કે-‘પાંચ મીનીટ વાંચા અને તેના ઉપર પંદર મીનીટ વિચાર કરે.' આવી રીતે જ્યારે મનન કરવાની ટેવ પડશે, ત્યારે જ ખરેખરા સાર શેાધી શકાશે. પેાતાની રૂચિવર્ડ પેાતાની બુદ્ધિથી જ વિચાર કરીને જ્યાં સુધી જાણવાયેાગ્ય વસ્તુ જાણી ન હાય, ત્યાં સુધી તે વસ્તુ સમજાતી નથી. કાઈ પણ ધર્માંની મહત્ત્વતા સમજવા માટે તેના દ્રવ્યાનુયાગની મહત્ત્વતા સમજવાની જરૂર પડે છે અને કિંમત પણ તેનાથી જ થાય છે. ભાષા ગમે તે ડાય, પરંતુ જેમાં અધ્યાત્મનિરૂપણના વિષય હાય અને અનુભવના રસ ભરેલા હાય, તેા તેને સંસ્કૃત કરતાં પણ ગભીર સમજવી જોઇએ. જેમ ભેાજનની એક જ વસ્તુ ભિન્ન ભિન્ન પાત્રોમાં મૂકવાથી તેના સ્વાદમાં ફરક પડતા નથી, તેમ ભાષાના ભેદો હાવા છતાં તેથી કરીને અમાં કશું ફરક પડતા નથી. Page #27 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૯૫ પોતે સમજવા કરતાં બીજાને સમજાવવામાં વાણીને વિશેષ ક્રમ ગોઠવો પડે છે. જે દૃષ્ટાંતના એકાદ અંશથી સાદસ્યને લઈને જે સમજવાનું હોય ને સમજાતું હોય, તે તે દૃષ્ટાંતને સ્વીકાર કરી શાસ્ત્રોના મહા વાકયેના અર્થને નિશ્ચય કરે; પણ કુતાર્કિકપણું રાખીને જેઓથી અનુભવનું ખંડન જ થાય એવાં અપવિત્ર વિચારથી પરમ પુરૂષાર્થને ધક્કો પહોંચાડે નહિ. એકી વખતે લખવા કે બેલવામાં બધી બાજુઓની પૂર્ણ હકીકતે આવી શકતી નથી. એક લખાતી કે બેલાતી બાબતમાં બીજું કહેવાની કે લખવાની બાબતે ઘણું રહી જાય છે, પણ મૂખ્ય–ગૌણપણે જ્યારે જે પ્રસંગ ચાલત હોય, કે જે અધિકારોને ઉદ્દેશી વાત ચાલતી હોય, તે જ રીતે બોલાય છે. આથી તેના હૃદયમાં બીજી બાબતે કહેવાની નહતી કે આ જ કહેવાની હતી અને બીજી નિષેધવાની હતી, એવું ધારણ કદી નક્કી કરી ન નાંખવું. સમ્યગ્રષ્ટિ આત્માઓ અપેક્ષાને સમજી ગૌણ–ભૂખ્ય અને અધિકારી-અધિકારી બાબતનું માધ્યસ્થ દૃષ્ટિએ સમાજનારા હોય છે. આત્માથે સિવાય શાસ્ત્રની જે જે પ્રકારે જીવે સ્વ૨છાએ માન્યતા કરી છે, તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ છે. જેઓ શાસ્ત્રકારોએ ગોઠવેલા અનુક્રમે નહિ ચાલતાં ગમે તે રીતે સ્વચ્છેદે વતવા માંડે છે, તે જરૂર નિષ્ફળ અને ઉભયભ્રષ્ટ થાય છે. એક માણસના હાથમાં ચિંતામણી આવ્યું હોય, પણ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬] શ્રી જી. એ. જન ગ્રન્થમાલા જે તેની ઓળખાણ ન પડે તે નિષ્ફળ છે અને જે ઓળખાણ પડે તે સફળ છે, તેમ જીવને ખરા જ્ઞાનીની ઓળખાણ પડે તે સફળ છે. જીવે અજ્ઞાન ગ્રહ્યું છે તેથી ઉપદેશ પરિણમે નહિ, કારણ કે-તેના આવરણને લીધે પરિણમવાને રસ્તે નથી. જ્યાં સુધી લેકના અભિનિવેશની કલ્પના કર્યા કરે, ત્યાં સુધી આત્મા ઉંચે આવે નહિ અને ત્યાં સુધી કલ્યાણ પણ થાય નહિ. ઘણા પુરૂષ જ્ઞાનીઓને બેધ સાંભળે છે પણ વિચારવાને એગ બનતું નથી. જે જીવ લૌકિક ભયથી ભય પામે છે તેનાથી કઈ પરમાર્થ થવો સંભવ નથી. લેક ગમે તેમ બોલે તેની દરકાર ન કરતાં, આત્મહિત જેનાથી થાય તેવા સદાચરણું સેવવાં જોઈએ. જ્યાં સુધી જીવ લૌકિક દૃષ્ટિને વમે નહિ તથા તેમાંથી અંતવૃત્તિ છૂટી ન પડે, ત્યાં સુધી જ્ઞાનીની દૃષ્ટિનું વાસ્તવિક માહાસ્ય લક્ષગત ન થાય એમાં સંશય નથી. લોકે જ્ઞાનીને લોકદષ્ટિએ દેખે તે ઓળખે નહિ. લૌકિક દૃષ્ટિ અને જ્ઞાનની દ્રષ્ટિમાં મહદ્ અંતર છે. જીવને અનાદિકાળથી પ્રમાદમાં રતિ હેવાથી જ્ઞાનીની દષ્ટિ લેકને (જીવન) રૂચિકર થતી નથી. આ ક્ષણભંગુર દુનિયામાં જ્ઞાની- પુરૂષને સમાગમ થવે એ જ અમૂલ્ય અને અનુપમ લાભ છે. - જો જ્ઞાનીની અને જ્ઞાનીના વચનની પરીક્ષા સર્વ અને સુલભ હોત, તે નિર્વાણ પણ સુલભ જ હોત. Page #29 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૯૭ શાસ્ત્રમાં કહેલી આજ્ઞાએ પક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ. જ્ઞાનીની વાણું પૂર્વાપર અવિરેધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે અને અનુભવસહિતપણું હેવાથી આત્માને સતત્ જાગ્રત કરનાર હોય છે. જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરૂષના વચનને લૌકિક આશયમાં ન ઉતારવા અથવા કેત્તર દષ્ટિએ વિચારવા ચોગ્ય છે અને જ્યાં સુધી બને ત્યાં સુધી લોકિક પ્રશ્નોત્તરમાં પણ વિશેષ ઉપકાર વિના પડવું ન ઘટે. તેવા પ્રસંગથી કેટલીક વાર પરમાર્થદષ્ટિને ક્ષોભ પમાડવા જેવું પરિણામ આવે છે. આત્માને ઉન્નતિકમ હદયની ઉચ્ચ વૃત્તિઓના પ્રવનવડે જ સાધી શકાય છે. અધ્યવસાયની વિશુદ્ધિથી અને પગલિક દશાના ત્યાગથી જીવે ઉચ્ચ સ્થાનમાં ચઢી શકે છે. ઈષ્ટ વસ્તુમાં મનાતું સુખ જેમ ક્ષણિક છે, તેમ અનિષ્ટ સંગેથી થયેલું દુઃખ પણ ક્ષણિક છે. કેઈ પણ પદાર્થને વિષે ઈચ્છાની પ્રવૃત્તિ અને કઈ પણ પરપદાર્થના વિયેગની ચિંતા, તેને શ્રી જિનદેવ આ ધ્યાન કહે છે. બાહ્ય સંગેના નિમિત્તે જીવની વૃત્તિ જ્યાં જેવા સંયોગો મળે છે, ત્યાં તેવા પ્રકારની થઈ જાય છે. WWW Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ] શ્રી છ. અ. જેના થથમાલા વસ્તુતઃ જોઈએ તે બહિર્મુખવૃત્તિ એ જ સંસાર છે. બહિર્મુખવૃત્તિમાં રાગ અને દ્વેષને રસ હોય છે, તેથી આત્માને કર્મ પણ ચીકણું બંધાય છે. * જ્યાં સુધી સંસારમાં આસક્તિ હોય છે, ત્યાં સુધી બહિર્મુખવૃતિનું વિશેષ પ્રાબલ્ય હોય છે. આત્મજ્ઞાન-સમ્યગદષ્ટિની પ્રાપ્તિ થતાં આત્મા પિતાના શુદ્ધ સ્વરૂપને ઓળખે છે અને તેથી અંતમુખવૃત્તિની સાથે રમણતા કરે છે. જ્યાં સુધી બહિર્મુખવૃત્તિ હોય છે ત્યાં સુધી સર્વ પ્રકારની વિદ્યાને અભ્યાસ પણ પરિભ્રમણહેતુ છે, કારણ કેતત્વને તત્વસ્વરૂપે જાણ્યા સિવાય સંસારને પાર આવતું નથી. અંતર્મુખવૃત્તિને સાધવા માટે જે જે નિમિત્તકારણેને અવલંબવા પડે અને જે જે વ્રત–બાહ્ય ક્રિયાઓ કરવી પડે, તેને વ્યવહારથી અંતર્મુખવૃત્તિ કહેવાય છે. રાગ-દ્વેષના પરિણામની મંદતા અને આત્મામાં મનની સ્થિરતાવડે જે જે અંશે આત્મરમણતા થાય અને મનની અમુક સાધન વડે એકાગ્રતા થાય, તેને અંતર્મુખવૃત્તિ કહેવાય છે. આત્માભિમુખવૃત્તિને અંતર્મુખવૃત્તિ કહેવામાં આવે છે. સંયમના બાહ્ય હેતુઓનું અવલંબન પણ અંતર્મુખવૃત્તિ માટે જ છે. પ્રભુપૂજા-ભક્તિ, ગુરૂનું અવલંબન, પ્રતિક્રમણ, પ્રતિલેખના, તીર્થયાત્રા વિગેરેને મૂખ્ય ઉદ્દેશ અંતર્મુખવૃત્તિ પ્રાપ્ત કરવાનું છે. ધાર્મિક ક્રિયાના રહસ્યોને અવબેધ્યા વિના અંતર્મુખવૃત્તિને પ્રયત્ન સિદ્ધ થતો નથી. સાધુઓને અગર શ્રાવકેને સદા અંતર્મુખવૃત્તિ રહેવી Page #31 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [૨૯૯ દુર્લભ છે, કિન્તુ સતત્ અભ્યાસબળથી અંતર્મુખવૃત્તિને અમુક કાળાવછેદન પ્રાપ્ત કરી શકાય છે. ધેય ગુણને ખીલવ્યા વિના અંતર્મુખવૃત્તિના સાધક બની શકાતું નથી. શાસ્ત્રોનું વાંચન અને મનન જેમ જેમ વિશેષ કરવામાં આવે, તેમ તેમ અંતર્મુખવૃત્તિ વિશેષ પ્રકારે ખીલતી જાય છે. બહિર્મુખવૃત્તિથી બાહ્ય સાધનમાં પડેલા ભેદની લડાઈઓ અને તેનાં વિવાદોમાં જેઓ સમય વ્યતીત કરે છે, તેઓ અંતર્મુખવૃત્તિને સ્પર્શ પણ કરી શક્તા નથી. ગચ્છાદિ ભેદને નિર્વહવા-નાના પ્રકારના વિક સિદ્ધ કરવા, તે આત્માને આવરણ કરવા બરાબર છે. સાધનધર્મોમાં તકરાર કરવી, એ મૂળ મુદ્દાને ક્ષતિ કરનાર છે. સાધ્યની સ્પષ્ટતા હોય છે, જેને જે સાધન એગ્ય લાગે તે દ્વારા પિતાની મુક્તિ સાધે. આ દષ્ટિ સહિષ્ણુભાવ, વિશાળ શાસ્ત્રજ્ઞાન અને ઉડા રહસ્યની આલોચના વગર આવે નહિ. જૈનદર્શનમાં અનંતજ્ઞાની પરમાત્માએ આત્માને તરવાના અનેક સાધને બતાવ્યાં છે. તેમાંનાં જે સાધનથી. સાધ્યનું સામીપ્ય થાય, સાધ્યનું દર્શન થાય અને સ્વ-અધિકાર મુજબ સમ્યુનિર્વહન થઈ શકે, તે સાધન સાધકને ઉપકારક છે. ઉપાયે કેટલાક વિધિરૂપે તે કેટલાક નિષેધરૂપે–એમ બે પ્રકારના હોય છે, પરંતુ ઉદ્દેશને એક બાજુ મૂકી દઈ કેવળ ઉપાય સંબંધી ઝગડા કરવાથી કાંઈ કલ્યાણ થઈ શક્યું નથી. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા જેઓના હૃદય ઉપર મેહની અસર થઈ હાય-મંદતા પામી ન હોય, તેઓનું શાસ્ત્રજ્ઞાન વાદવિવાદને માટે થઈ પડે છે અને મોહ વિનાના વિદ્વાનેએ સંપાદન કરેલ શાસ્ત્રજ્ઞાન તેના આત્માના ઉદ્ધારને માટે થાય છે. - જ્ઞાની પુરૂષોએ તિથિઓની મર્યાદા આત્માથે કરી છે. જે ચોક્કસ દિવસ નિશ્ચિત ન કર્યો હોત તે આવશ્યક વિધિએને નિયમ રહેત નહિ; માટે આત્માથે તિથિની મર્યાદાને લાભ લેવો. બાકી રાગ-દ્વેષની કલ્પના કરી ભંગજાળમાં પડતા આત્માને તે તે આવરણરૂપ થાય છે. પૂર્વાચાર્યોએ જીવોને સ્વભાવ પ્રમાદી જાણીને બબ્બે દિવસને આંતરે નિયમ પાળવાની આજ્ઞા કરી છે. તિથિને માટે ઉપવાસ નથી, પણ આત્માને અર્થે ઉપવાસ છે. હિતકારી શું તે સમજવું જોઈએ. આઠમ વિગેરે તિથિની તકરાર તિથિ અથે કરવી નહિ, પણ લીલેરી આદિના રક્ષણ અર્થે કરવી. અધ્યાત્મની વ્યાખ્યા જણાવતાં શાસ્ત્રકારે કહ્યું છે કેઅરમાનધિન્યવાવાર વારિમા” આત્માને ઉદ્દેશીને જે પાંચેય આચારની સાધના કરવી તેનું નામ અધ્યાત્મ કહેવાય છે. આ વ્યાખ્યા જ જણાવે છે કે-ભાવચારિત્ર ટકાવવાને દ્રવ્યચારિત્રની જરૂરીયાત છે, માટે દ્રવ્યને ભાવનું કારણ માનીને ઉત્તમ નિમિત્તોને સેવવાપૂર્વક પાંચેય આચારને પાળે, તે બધા અધ્યાત્મી કહેવા યોગ્ય છે. જે આત્મા જે છે તે પ્રકાશે એટલે પિતે જાણે, Page #33 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૩૦૧. અનુભવે અને લેાકાને સમજાવે, તે જ માત્ર ખરા અધ્યાત્મી છે. ખાદ્ય અને અભ્યંતર એકસરખી પ્રવૃત્તિ હોય તથા સ્વરૂપની મૂખ્યતા સહિત ક્રિયામાં જેની પ્રવૃત્તિ હોય (જેમાં આત્માની અધિકતા સિવાય બીજું કાંઇ ન હોય ), તેને અધ્યાત્મ કહેવાય છે. અધ્યાત્મરૂપી રથ શુદ્ધ જ્ઞાન અને શુભ ક્રિયારૂપી બે પૈડાથી ચાલે છે. શુદ્ધજ્ઞાન અને શુદ્ધક્રિયા-એ એ 'શે। સિવાય અધ્યાત્મના નિર્વાહ થઈ શકતા નથી. ક્રિયા ઉપર સંપૂર્ણ અભિલાષ અને અધ્યાત્મભાવનાવડે ઉજવળ એવી મનેાવૃત્તિને ચેાગ્યે હિતકારી કાય, એ એ આત્માને શુદ્ધિ કરનારા ઉપાસે છે. આત્મસ્વરૂપ જાણ્યા વિના અને શુભ ક્રિયા કર્યાં વિના ‘ અધ્યાત્મ-અધ્યાત્મ ' પેાકારવાથી કાંઇ લાભ મળતા નથી, પણ ચાગ્યતા મુજબ શ્રી જિનેશ્વરદેવે કહેલ શ્રાદ્ધધમ અને યતિધમને અનુસરીને શુદ્ધ વ્યવહારમાગમાં વર્તવાથી આત્મસ્વરૂપ પામવાને ચેાગ્ય અની શકાય છે. શુદ્ધ વ્યવહારદ્વારા જ નિશ્ચયમાં પહોંચી શકાય છે. તે બન્નેય અરસપરસ સંખ યુક્ત છે. ધ્યાન, મૌન, તપ અને અનુષ્ઠાન-એ બધું અધ્યાત્મમાની સન્મુખ હોવું જોઈ એ, જો એમ ન હોય તે કલ્યાણના સાધક થઈ શકાય નહિ. હંમેશાં દરેક પ્રવૃત્તિમાં લક્ષ બાંધવાની જરૂર છે. જો લક્ષને-સાધ્યને સ્થિર કરી તદ્દનુકૂળ પ્રવૃત્તિ કરવામાં આવે, તા જ પ્રવૃત્તિ સફળ થઈ શકે છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨]. શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા જ્યાં-ત્યાં ભટક્તી ચિત્તની વૃત્તિઓને આત્માના સ્વરૂપમાં જોડી રાખવી, એને “ગ–બીજા શબ્દમાં “અધ્યાત્મ” કહેવામાં આવે છે. એટલું જ નહિ પરંતુ એવી હદ ઉપર આવવાના જે સાધનભૂત વ્યાપારે છે, તેને પણ યોગના બીજા શબ્દમાં અધ્યાત્મના કારણ હોવાથી ઉપચારથી . ચેગ યા અધ્યાત્મ કહેવાય છે. સમ્યગ્રજ્ઞાન-આત્મજ્ઞાન થવાથી આત્મા જ પ્રિય લાગે છે અને તેનું જ્યાં સુધી જ્ઞાન થયું નથી, ત્યાં સુધી જડપિગલિક વસ્તુ પ્રિય લાગે છે. મેહદષ્ટિના ત્યાગથી અને અંતરદૃષ્ટિના પ્રગટીકરણથી આત્માનું યથાર્થ સ્વરૂપ ભાસે છે. શરીરથી આત્મા ભિન્ન છે-એમ વદવા છતાં, જ્યાં સુધી આત્માને દેહથી ભિન્નરૂપ જાણતો-અનુભવ નથી, ત્યાં સુધી મોક્ષ માટે નથી. આત્માની જ્ઞાનાદિક અદ્ધિને જે તિરભાવ અનાદિકાળથી છે, તેને આવિર્ભાવ થ તે જ પરમાત્મપદ છે. પરમાત્મા સાધ્ય છે, અંતરાત્મા સાધક છે અને બહિરાત્મભાવ ત્યાગ કરવા ગ્ય છે. બહિરાત્મપણું ટળી અંતરાત્મપણું પ્રાપ્ત થયું તે ખરેખરું કઠણ છે. જે પ્રાણ શરીરથી આત્મા ભિન્ન માને છે અને એમ માનીને નિશ્ચયપૂર્વક પિતાને શરીરની ક્રિયાને સાક્ષીરૂપ માને છે, તેને અંતરાત્મા જાણ. જ્યારે અંતરાત્મા થાય છે, ત્યારે જ શરીર ઉપરથી Page #35 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૩૦૩ મમત્વબુદ્ધિ દૂર થાય છે. એવી બુદ્ધિ થયા બાદ સમ્યગ્દષ્ટિજ્ઞાની જીવ અંતરથી ભિન્નપણે વર્તે છે. અજ્ઞાની જીવ શરીરના ધર્મને જ પાતાના કલ્પે છે, તે ઉપરાંત દુનિયાના પદાર્થોમાં મમત્વબુદ્ધિ કલ્પી શ્લેષ્મમાં માખીની જેમ સંસારમાં લપટાય છે. મિથ્યાત્વના નાશ થાય છે, ત્યારે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે, સમ્યકત્વની પ્રાપ્તિ થવાથી આત્માની શુદ્ધિ થાય છે અને આત્માની શુદ્ધિથી યાગ સિદ્ધ થાય છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા પછી શુદ્ધ એવી જ્ઞાનધારા હોય છે, જે પ્રાપ્ત થયા પછી ચેાગની ધારા પ્રવર્તે છે. ચેાગની ઈચ્છા રાખનારાને આવશ્યકાદિક ક્રિયા ચાગના કારણરૂપ થાય છે. સત્પુરૂષોએ જિજ્ઞાસા રાખવી એ ન્યાય છે. જે પુરૂષ ચૈાગના જ્ઞાતા ન હોય પર’તુ ચેાગની જિજ્ઞાસાવાળા હાય, તા પણ કાળાંતરે આત્મજ્ઞાનને પામે છે. જ્યાં સુધી આત્મજ્ઞાન ન થયું હાય ત્યાં સુધી સંન્યાસત્યાગ કહેવાતા નથી, કારણ કે-આત્મજ્ઞાન વિના વસ્તુતઃ તેનું સ્વરૂપ સાવદ્ય છે. આત્મજ્ઞાન ન થયું હાય, પરંતુ જો આત્મજ્ઞાન પામવાની સન્મુખતાપૂર્ણાંક આત્મજ્ઞાનને પામવાના સાધના સેવાતાં હાય, તેા ઉપચારથી સંન્યાસ-ત્યાગ કહી શકાય છે. આત્મા અને પરમાત્મા વિષે જે વિવાદ છે, બુદ્ધિથી કરેલા છે. જ્ઞાની ધ્યાનરૂપી સંધીથી એ તે ભેદ વિવાદને Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા દૂર કરી આત્મા અને પરમાત્માના મેળ કરી મતાવે છે. ઐકયતા અને ભિન્નતાથી (નિશ્ચય અને વ્યવહારથી) આત્માનું ધ્યાન હિતકારી છે અને તેથી જૂદી રીતે આગ્રહ રાખનારા પુરૂષાની જે બુદ્ધિ તે વૃથા વિડંબનારૂપ છે. આત્મસ્વરૂપના અનુભવ નિશ્ચયનયથી થાય છે અને વ્યવહારનય ભેદ્વારા આત્માથી પર એવા શરીર વિગેરેના અનુભવ કરાવે છે. વિશ્વમાં જે બધે જીવસમૂહ જૂદા જૂદા સ્વરૂપે છે, તે નામકર્મની પ્રકૃતિથી થયેલા છે. આત્માના એ સ્વભાવ નથી. આત્માને અજ્ઞાન અને વિષયે બધન આપે છે અને સમ્યગજ્ઞાન મુક્તિ આપે છે. જ્ઞાન વિના જો કેવળ શાસ્ત્રના અભ્યાસ કરે તે તે શાસ્ત્રના પુદ્ગલેાથી મુક્તિ થતી નથી. સઘળા સાઓ આત્માના અનુભવ થવામાં કારણ છે અને શુદ્ધ અનુભવજ્ઞાન કાર્ય છે. આ જગતમાં જીવને બંધન કરનાર વિષયે અને દુઃખા છે, જે ચાર કષાયામાંથી ઉત્પન્ન થાય છે. ધ્યાની પુરૂષ તેવા વિષયાથી અને દુઃખોથી ખંધાતા નથી, કારણ કે-તેને આત્માને વિષે જ પ્રીતિ–લીનતા છે. જેમ કુવાના જળની સિદ્ધિ આવકના ઝરણાં ઉપર રહેલી છે, તેમ કર્મોના ફળની સિદ્ધિ ઉંચા પ્રકારના ધ્યાનમાં રહેલી છે. એવું ધ્યાન જ પરમાનું કારણ છે. જ્ઞાન, દશ ન, ચારિત્ર અને વૈરાગ્યએ ચાર ભાવનાથી પુરૂષ ધ્યાનની ચાગ્યતાને પ્રાપ્ત કરે છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૨૧ પામીને, પ્રાણીને પિતામાં ગુણીપણું મનાવી અને બીજા ગુણીએમાં અવગુણીપણું મનાવી, તેઓની અવજ્ઞા અને પિતાના ઉત્કર્ષ દ્વારા અનંત કાળચક સુધી સંસારમાં રઝળાવે છે. સ્વરછ કે પરગચ્છમાં જે સંવિજ્ઞ એટલે તીવ્ર વૈરાગ્યવાન ભવભીરુ બહુશ્રુત ગીતાર્થ મુનિજને હેય, તેમને ગુણાનુરાગ કરવા મત્સર કે ગ૭ મમત્વભાવથી તું ચૂકીશ નહિ. ગુણાનુરાગીને “આ મારા ગુરૂ અને મારા ગચ્છના” એ વિચાર હેય નહિ. વેષ માન્ય છે. જ્યાં સુધી અવગુણે ન માલુમ પડે ત્યાં સુધી તેમને દૂરથી સામાન્ય રીતે નમન કરવા ગ્ય છે. પૂજા તે ગુણની જ છે અને અંતર-રાગ પણ તે પર જ હવે જોઈએ અને ગુરૂ થવા ગ્ય સાધુને તે આ મારા શ્રાવક છે એવી વૃત્તિ સ્વાર્થ સાધવાની બુદ્ધિએ ન જ હેવી જોઈએ. ગુણપૂજા છે તે યથાર્થ વિવેકમાર્ગ છે, પણ વ્યક્તિ પૂજા તે માર્ગ નથી-અથાર્થ વિવેક નથી. જ્યાં યથાર્થ ગુણ દેખાય ત્યાં આદર કરવા ચોગ્ય છે. અમુક જ વ્યક્તિને માનવી તે પક્ષપાત છે, એવું જૈન દર્શનમાં છે જ નહિ. જેનદર્શનમાં ગુણપૂજા છે પણ વ્યક્તિપૂજા છે નહિ. અમુક જ્ઞાન, ગુણ, પદ કે સ્થિતિને ધારણ કરનારા સાધુઓને વંદન અને નમન કરનારા, પિતે કપેલા જ્ઞાનાદિ ગુણેનું અંશે આરાધના કરવા છતાં, સાધુતાના બીજા ગુણેનું વિરાધન કરનારા થઈ જાય છે. | સર્વ ગુણેને આદર, એક ગુણને અનાદર કે અવજ્ઞા Page #38 -------------------------------------------------------------------------- ________________ , ૩૨૨] શ્રી છ. અ. જેના થથમાલા થતાં નાશ પામે છે. સર્વ ગુણે અને વેવીશ તીર્થકરેને માનનારે ગોશાળે એક જ ગુણી ભગવાન શ્રી મહાવીરદેવની વિરાધના કરવાથી અનંત સંસાર ઉપાર્જન કરનારે થયા. ગુણની આરાધના કબૂલ કરે, પણ ગુણવાની આરાધનાથી વિમુખ રહે કે ગુણવાળા એકની પણ વિરાધના કરે તે પણ તે સંસારચક્રમાં રખડી પડે. કારણ એ જ કે-ગુણવાનની આરાધના એટલે જ્ઞાનદર્શન–ચારિત્ર (રત્નત્રયી)ની આરાધના અને એ રત્નત્રયીરૂપ ગુણવાનની જે વિરાધના કરે, તે સંસારચક્રમાં રખડી પડે તેમાં નવાઈ નથી. વસ સ્થાનકાદિ તપ શક્તિના અભાવે નહિ કરવાથી અતિચાર લાગે નહિ. આત્મજ્ઞાન પ્રાપ્ત ગુણાધિકની પ્રશંસા ફરજીયાત હેવાથી તે નહિ કરનારને અવશ્ય અતિચાર લાગે. વૈયાવચ્ચ આદિ જેમ પદસ્થના કરવાના છે, તેમ સામાન્ય સાધુઓના પણ કરવાના છે. ભરત, બાહુબલી અને વસુદેવજી વિગેરેનું પૂર્વભવનું વૈયાવચ્ચ-વિશ્રામણ-સેવા સાધુ માત્રના અંગે હતું. નાના, મોટા, પદસ્થ, અપદસ્થ, કુટુંબી, અકુટુંબી વિગેરે ભેદ સિવાય વિનય-વૈયાવચ્ચ કરવા જોઈએ. સાધુને માટે માંદાની માવજત જેમ ફરજીયાત છે, તેમ રત્નત્રય માટેની સહાય તથા પ્રવૃત્તિ પણ ફરજીયાત છે. એક સાધુ અન્ય સાધુની સહાયની દરકાર ન કરે, પણ અન્ય સાધુએ તે સાધુને સહાય કરવા તત્પર રહેવું જોઈએ. Page #39 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૨૩ સમિતિ-ગુપ્તિએ ગુમ અને આચારમાં રહેલા સદાચારી મુનિવરો જગતુપૂજ્ય છે. પછી ચાહે તે ગરછ-સમુદાયના હોય અને તેવા જ સાધુ સાધુ તરીકે વૈયાવચ્ચાદિ સર્વમાં અપેક્ષિત છે. અંગે પાંગની સુંદરતા એ જ અંગની સુંદરતાની જડ છે, એ વાતને સમજનારે મૂળ ગુણના પાલનની માફક જ ઉત્તર ગુણના પાલનમાં કટિબદ્ધ થાય. ઉત્તર ગુણેનું દુર્લક્ષ્ય મૂળ ગુણના દુર્લફયમાંથી જ જન્મે છે અથવા ઉત્તર ગુણોનું દુર્લક્ષ્ય મૂળ ગુણના દુર્લક્ષ્યમાં પરિણમે છે. અન્ય બીજા પણ નાના ગુણોની વિરાધનાના પરંપરામાં મોટા પાપ, તેના પ્રસંગે અને પારાયણ ગણાવ્યા છે, તે આ દૃષ્ટિએ વાસ્તવિક છે. એક અંગ્રેજ વિદ્વાને ખરું જ કહ્યું છે કે-“જે માણસ નાની વસ્તુઓને ધિક્કારે છે તે ધીમે ધીમે પતિત જ થશે.” યથાર્થ બ્રહ્મચારી બનવા માટે સૌ પહેલાં સંયમ સંબંધી કઠોર વ્રતનિયમ પાળતાં શીખવું જોઈએ, સ્ત્રીઓના નામ અને ગંધથી તે દૂર રહેવું જ જોઈએ; એટલું જ નહિ પણ સ્ત્રીઓની સાથે સંસર્ગ રાખનારા ગૃહસ્થના સહવાસથી પણ ત્યાગી-બ્રહ્મચારીઓએ દૂર રહેવું જોઈએ. અનંતજ્ઞાનીઓએ નિયત કરેલા વેષની સાથે સમ્યદર્શનાદિ ગુણે પણ જોઈએ. તે સિવાયને સાધુ એ તાત્વિક દષ્ટિએ સાધુ નથી, માટે કેવળ વેષધારીને જોઈને પણ મુંઝાવાનું નથી. જેમ જગતમાં-વ્યવહારમાં શુદ્ધ ચાંદી અને મહાર Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ] શ્રી જી. અ. જૈન યુન્થસાલા સાચી હાય તે। તે નાણું ચાલે, અન્યથા નહિ; તેમ શ્રી જિનશાસનના વ્યવહારમાં જો ગુણ અને વેષ એ ઉભય હાય તા તે વંદનીય-પૂજનીય માન્યા છે. ગુણ પૂજનીય છે, પણ વેષ નહિ–એમ માની- વેષને ઉડાવનારા અગર તેા ભગવાન શ્રી મહાવીરદેવના વેષ પૂજ્ય છે-એમ માની કેવળ વેષમાં જ મુંઝાઈ જનારા શ્રી જૈનશાસનના મને સમજ્યા નથી. ગુણની પરીક્ષા બુધજન જ કરી શકે છે. માલ-અજ્ઞાની જીવ લિગ (વેષ) જૂએ છે, મધ્યમ બુદ્ધિવાળા જીવ આચરણાના વિચાર કરે છે અને મુધજીવ સર્વ પ્રયત્નવડે આગમતત્ત્વની પરીક્ષા કરે છે. ઉત્તમ પુરૂષ જે પ્રમાણે આચરણ કરે છે તે પ્રમાણે જ બીજા પ્રાકૃત જના પણ વર્તે છે અને તે સાધુપુરૂષ જે વસ્તુને પ્રમાણ માને છે તેને જ સામાન્ય લેાકેા અનુસરે છે, જેથી ધર્માધિકારી ઉત્તમ પુરૂષાએ પેાતાના આચારમાં જરા પણ ક્ષતિ ન આવવા દેવી જોઇએ. . : રઢ પ્રતિજ્ઞઃ ' દૃઢ પ્રતિજ્ઞા વગરના આત્માઓ ધમને માટે લાયક ગણ્યા નથી. આ ઉપરથી ચાક્કસ ઠરે છે કેધર્માંદાતા ગુરૂઓએ ધચિંતામણિ દેતાં, લેનાર ચાગ્ય છે કે નહિ–એ શાસ્ત્રવિધિ મુજબ જોવાની અનિવાય ફરજ છે. ઉત્તમ લેાજન કરવું તે શ્રેષ્ઠ છે, પણ તેના અભાવે તદ્ન ભૂખે મરવું–તેના કરતાં સામાન્ય ભેાજનથી પણ પેટ ભરવું તે ચેાગ્ય છે. આ ન્યાયે જ્યાં સુધી નિવૃત્તિના કે પરમ Page #41 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૨૫ શાંતિના ઉત્તમ માર્ગમાં આવવાને પિતાની ચોગ્યતા ન થાય, ત્યાં સુધી ગૃહસ્થ ધર્મ અંગીકાર કરે તે પણ શ્રેષ્ઠ છેયેગ્યતા વધારવાનું તે પરમ કારણ છે. રેગ્યતા સિવાય ઉચ્ચ પદારહણ કર્યા પછી ગુણેની વૃદ્ધિ કરવી એ મુશ્કેલીભર્યું કામ છે. તેવાઓને તે પદથી પાછું પડવું પડે છે, માટે યોગ્યતા ન હોય તે તે પદ સંપાદન કરવાની યેગ્યતા જ્યાં સુધી ન મેળવી શકાય, ત્યાં સુધી થોડી પણ ચગ્યતાવાળે કે પિતાની લાયક યોગ્યતાવાળો ગૃહસ્થ ધર્મ સ્વીકાર કરવો યોગ્ય છે. - સિદ્ધાંત જાણુને પણ, જેઓ તે સિદ્ધાંતની વિરૂદ્ધ અર્થ કહેનારા છે, તેઓ ઈષ્ટ કરતાં હોય તે પણ તેમનું ઈષ્ટ થવું દુષ્કર છે. વિધિનું કથન, વિધિ ઉપર રાગ, વિધિમાર્ગનું સ્થાપન, વિધિની ઈચ્છા અને અવિધિનો નિષેધ-એ શાસ્ત્રની ભક્તિ અને ઉત્કૃષ્ટ સિદ્ધાંત છે. સૂત્રશૈલીએ રહિત, ગતાનગતિકપણે, ઘસંજ્ઞાથી અથવા લેકસંજ્ઞાથી જે અનુષ્ઠાન કરવામાં આવે, તે અનનુકાન (અનુષ્ઠાન નહિ) કહેવાય છે, જે ત્યાગ કરવા લાગ્યા છે. પરમાર્થ શૂન્ય ધર્મશાસ્ત્રથી અવિરોધ નહિ પામતી અને સામાન્ય જનેએ શાસ્ત્રની અપેક્ષારહિત લેકરૂઢિએ કરેલા અનુષ્ઠાન-પ્રવૃત્તિ, એ લેકસંજ્ઞાનું લક્ષણ છે. કેઈ જીવ એમ સમજે કે-હું ક્રિયા કરું છું એથી મેક્ષ મળશે. તે માણસ ક્રિયા કરે છે એ સારી વાત છે, પણ જે લેકસંજ્ઞાએ કરે તે તેનું ફળ તુચ્છ મળે છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા જૈનશાસ્ત્રમાં ભાવની અભિલાષી એવી દ્રવ્યક્રિયા જ પ્રશસ્ત કહી છે અને એ જ પાંચ અનુષ્ઠાન પૈકી ચેાથા તહેતુ અનુષ્ઠાનમાં આવી શકે છે. એ સિવાય મીજા અનુછાના દ્વારા કરાતી ક્રિયા તુચ્છ હાઈ ત્યાજ્યમાં ગણી છે. ૩૨૬ ] ઉત્તમાત્તમ જન્મના લાભ થયા છતાં પણ પાછું હલકી ચેાનિમાં આવવું પડે છે, માટે ઉત્તમ લેાકની (દેવલેાકાદિકની) આશા તજવી જોઈએ, અર્થાત્ માત્ર મેાક્ષની ઈચ્છા રાખવી એ જ ઉત્તમ છે. જૈનદનમાં ઉત્તમ લેાકાદ્મિની આશાએ કરવામાં આવતાં અનુષ્ઠાનને ગરલાનુષ્ઠાન કહે છે, જે ત્યાજ્ય માન્યું છે. દાનાદિ ધર્મોથી વિરુદ્ધ વસ્તુ આચરવાના ભાવને શાસ્ત્રકારોએ કદી પણ ભાવ કહ્યો નથી, પરંતુ દાનાદિ ધર્માને અનુકૂળ પ્રવૃત્તિ આચરવાના ભાવને જ શાસ્ત્રકારાએ શુભ ભાવ તરીકે પ્રતિપાદિત કરેલ છે. ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને થતી ભક્તિ એ ભક્તિ જ કહેવાતી નથી. ભગવાનની આજ્ઞાને લક્ષ્યમાં રાખી કાળાનુસાર દાષાના પરિહારપૂર્વક થતી ભક્તિ એ જ સાચી શક્તિ કહેવાય છે. સંચમની રક્ષા કરતાં રહીને જીવનયાત્રા નિહૅવી. સ્વાધ્યાય, પૂજન, દાનાદિક ક્રિયામાં પણ એ જ હેતુ રહેલા છે. જો સચમની રક્ષા થતી ન હાય-સંયમ ન જ જળવાતું હાય અને ખાકીના ક્રિયાકાંડા ચાલતાં હાય, તે એ બધું એકડા વિનાના મીંડા જેવું છે. જડ પદાને લેવા-મૂકવામાં ઉન્માદથી વર્તે, તે તેને Page #43 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ ૩૨૭ અસંયમ કહ્યો છે. તેનું કારણ એ છે કે-ઉતાવળથી લેવામૂકવામાં આત્માનો ઉપગ ચૂકી જઈ તાદામ્યપણું ન થાય. આ હેતુથી ઉપયોગ ચૂકી જ તેને અસંયમ કહ્યો છે. વસ્તુતઃ ઉપયોગ ચૂકી એ જ ચિત્તની કિલષ્ટતા છે અને એનાથી કમબંધ થાય છે. જીવને સંગી ભાવમાં તાદામ્યપણું હોવાથી તે જન્મ-મરણાદિ દુઓને અનુભવે છે. | વિવેકગુણને લઈને આત્મા સર્વ પ્રકારના સંગથી ભિન્ન છે એમ માને છે અને વ્યુત્સર્ગ-ત્યાગના ગુણને લઈને દેહ તથા સર્વ ઉપકરણમાં આસક્તિ વગરને રહે છે. સ્વાધ્યાય એટલે સ્વને અધ્યાય-આત્માના સ્વરૂપનું ચિંતવન. “હું કેણ છું?, મારું સ્વરૂપ શું?, મારૂં કર્તવ્ય શું?, મારૂં સાધ્ય શું?–આવા વિચારો કરવા કે આત્માના સ્વરૂપને લગતું વાંચન કરવું, તે સ્વાધ્યાય છે. પિતાના જ્ઞાન અને શક્તિ બહાર હોય તેવા અનુકાનમાં પ્રવૃત્ત થવું, તે ખરેખર પિતાના અધિકારથી ભ્રષ્ટ થવા બરોબર છે. એટલા જ માટે પૂર્વાચાર્ય ભગવંતે કહે છે કે શક્ય કાર્ય આરંભ કરો અને શુદ્ધ પક્ષને સ્વીકાર કરે. તેનાથી ઉલટ અશક્ય કાર્ય આરંભ અને અશુદ્ધ પક્ષને સ્વીકાર કરે,-એ આત્મવિડંબનારૂપ હોઈ અહિતકર છે. જે કાર્ય કરવું શક્ય ન હોય અથવા તે તે કરવા પૂરતું આપણું વીર્ય–ઉત્થાન કહે કે સામર્થ્ય પણ ન હોય, Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા તે તેનો આરંભ જ ન કરો એ બુદ્ધિનું પ્રથમ લક્ષણ છે અને આરંભેલા કાર્યને નિર્વાહ કરવો એ બુદ્ધિનું બીજું લક્ષણ છે. જેઓ ચુનાના કણીઆની પેઠે પારકાને રંગવાની યોગ્યતા ધરાવે છે અર્થાત સ્વયં આત્મધર્મવિમુખ હેઈ અન્યને ધર્મી બનાવવાનો ડોળ કરે છે, તેવા કુગુરૂની કક્ષામાં ગણાય છે. સ્વ–આત્મામાં પ્રત્યેક ધર્મસ્થાન પ્રાપ્ત થયા પહેલાં, ગ્યતા આવ્યા પહેલાં, બરાબર પરિણમવા પૂર્વે વિધિજ્ઞાન અને સ્વરૂપ સમજ્યા વિના અન્યને ઉપદેશવા પ્રયત્ન કર, એ વિના રસવતીએ ભજનને આગ્રહ કરવા બરાબર છે. જ્યાં મનુષ્યના હૃદયમાં અધિકારની પ્રભુતા આવી જાય છે, ત્યાં ન્યાયની ઈચ્છા રાખવી તે વેળમાંથી તેલ કાઢવા બરાબર છે. જેઓ આત્મભેગ આપવાની તૈયારી બતાવ્યા સિવાય અને અધિકારની પ્રાપ્તિ વગર અધિપતિપણાનું પદ ધારણ કરે છે, તે પિતાની જાતને મહા નુકશાન કરે છે. પક્ષપાતયુક્ત બુદ્ધિવાળે માણસ અંધશ્રદ્ધાથી વસ્તુતત્વને યથાસ્થિત વિચાર કરી શક્તા નથી, તે પછી ગુણને આદર ને દેશને ત્યાગ તે શી રીતે જ કરી શકે? પક્ષપાત વિનાને જે વિશેષજ્ઞ હોય તે જ વિશેષજ્ઞ જાણ. પક્ષપાતી વસ્તુની બરાબર પરીક્ષા કરી શક્ત નથી અને પોતે જે વાત માની લીધી હોય તેનું જ સમથન કરે છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [૩૨૯ જેમ જેમ રાગ-દ્વેષને ઉપશમભાવ થાય છે, તેમ તેમ ન્યાયપ્રિયતા ખીલતી જાય છે. ન્યાયપ્રિય મનુષ્ય સત્ય ધર્મને ગ્રહી શકે છે અને અસત્યને ત્યાગ કરી શકે છે. જે મનુષ્ય ન્યાયપ્રિય હેતું નથી તે રાગ-દ્વેષના પક્ષપાતમાં પડે છે. - સત્યની ખાતર સત્ય છે, નહિ કે મને પ્રિય છે અથવા મારૂં છે માટે સત્ય છે. એ અમોઘ ચાવી જે ધ્યાનમાં હોય, તે દષ્ટિરાગ, લેકેષણા, ગાડરીઓ પ્રવાહ, દર્શનમોહ-એ બધાં ઝપાટામાં દૂર થઈ આત્મા પિતાના સનાતન–અનાદિનિધન સત્ ભણું સહેજે વળે. જ્યાં સુધી સાચી વાત કહેવાની તથા સાચી રીતે વર્તવાની આપણામાં હિંમત આવી નથી, ત્યાં સુધી આપણે ઉત્કર્ષ થે કદી પણ સંભવિત નથી. શુદ્ધ આશયથી સ્વ-પરહિતની ચગ્ય તુલના કરતાં જે લાગે તે કહેવામાં તથા કરવામાં જ પુરુષાર્થ છે. વિચક્ષણ બુદ્ધિશાળી માણસના વચનથી તેના ગુણઅવગુણને તેલ નિઃસંશય કરી શકે છે. અમુક વચને કૃત્રિમ છે અને અમુક તેના શુદ્ધ અંતઃકરણના સત્ય છે, એ તારવણી–એ પારખું તેઓ પોતાની બુદ્ધિવડે કરી શકે છે. મહંતતાના અભિમાની એવા વાચાળ મનુષ્ય અને ઘટાટેપ વાદળ ફેલાવતે પણ ખાલી ગર્જના કરતે એ મેઘ તે ઠામ ઠામ છે, પરંતુ જેનું હૃદય કેવળ ધર્મબુદ્ધિથી ભીંજાયું છે, આત્મજ્ઞાને કરી સહિત છે તથા સંસારપરિણામી આત્માઓને સંસારદુઃખથી મુક્ત કરવાની સાચી ઈચ્છા Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ] શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા માત્ર છે, એવા ઉત્તમ મનુષ્ય અને વર્ષા કરવાવાળે મેઘએ બે જગતમાં બહુ દુર્લભ છે. - જે લેકે માત્ર શબ્દગૌરવપૂર્વક બીજાઓને બોધ દેવામાં કુશલ હોય છે, પણ પોતે પોતાને એ ઉપદેશથી વિનાકારણ જ મુક્ત સમજે છે, એવા લોકોને ઉપદેશ નિરર્થક સિદ્ધ થાય છે અને તેનાથી વસ્તુતઃ કાંઈ લાભ થતો નથી. આજના મોટા ભાગના ઉપદેશકે, શિક્ષક, અધિકારીઓ અને નેતાઓમાં આ દેષ સાંભળવામાં આવે છે, તેથી જ તેઓ પોતાના ઉપદેશદ્વારા સુધારે કરવામાં જનતાને કુમાગથી હઠાવી સન્માર્ગ પર લાવવામાં નિષ્ફળ નિવડે છે. મૂખ્યત્વે કરીને ઉપદેષ્ટાના અંતરમાં સમતા રમી રહી હોય, માધ્યસ્થભાવ જાગૃત હાય, મત-મમત્વના પક્ષવલને ત્યાગ કર્યો હોય, તે જરુર મધુર વચનથી શ્રોતાના મન ઉપર તેવી જ સારી અસર કરી શકે છે, પરંતુ જે તેના મનમાં જ કેઈ બીજી વાત વસી હોય તે ગતિ કે અગતિ, સીધી કે આડકતરી ટીકાઓ કરી ઉભયના હિતને નુકશાન કરે છે. માટે જ વક્તાએ માધ્યસ્થતા, પક્ષત્યાગ, વિનય અને વચનશુદ્ધિ રાખવાની આવશ્યક્તા માની છે. તત્વજ્ઞાની મહાત્માઓએ આપેલો ઉપદેશ જે વારંવાર વિચારવામાં આવે, તે જ ઉત્તમ ફળ આપે છે. જે પુરૂષ અનાદરથી ઉપદેશના અર્થને ધારે નહિ, તેને તે ઉપદેશ કાંઈ પણ ફળ આપતા નથી. ખાનપાન, રહેઠાણ વિગેરેમાં જેમ માણસોની રુચિ Page #47 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ‘ગ્રહ [ ૩૩૧ ભિન્ન ભિન્ન હાય છે, તેમ વાંચન કે જ્ઞાનના સંબંધમાં પણ માણસાની રુચિ અલગ અલગ જોવામાં આવે છે. કોઈ પણ વસ્તુ વાંચી અને સાંભળી એટલે જ્ઞાની અની જવાતું નથી. તે તે વસ્તુઓના સ્વરૂપને અનુભવ કરવાથી જ જ્ઞાની થવાય છે. આત્માની વાત કરી કંઠે બેસાડવામાં આવે, પણ જ્યાં સુધી આત્માના સમ્યગદશનાદિ ગુણાને પ્રાપ્ત કરવા યથાશક્તિ માર્ગ પકડવામાં ન આવે, ત્યાં સુધી શુષ્ક જ્ઞાનીપણું છે. મધ્યસ્થ દૃષ્ટિ રાખી મહાત્માઓના સત્સ’ગ કરતાં, તેમણે આપેલા દિવ્ય વિચારરૂપ જ્ઞાનચક્ષુથી ભગવાનના માર્ગ જોનાર જ ખરેખરા માર્ગો પામી શકે છે: ખાકી જાતિ, કુળ, વેષ વિગેરે પર મમત્વ રાખનાર કીપણુ ભગવાનને મા જાણવાને સમર્થ થઈ શક્તા નથી. રાગ-દ્વેષથી જેમનાં ચિત્ત દૂષિત છે અને મતના આગ્રહરૂપ ગ્રાહથી ગ્રસાયલા છે, તેમની પાસેથી શાસ્ત્રશ્રવણુ ウ કરી ભગવાનના માર્ગ પામવા તે સર્પની પાસેથી-અમૃત અને મટની પાસેથી શાન્તતા મેળવવા જેવું છે. એક તરફ મત અથવા ગચ્છના મમત્વ અને બીજી તરફ્ નિર્માળ આત્મતત્ત્વની વાત કરવી, એ ખનતું નથી. જ્યાં મતના મમત્વ હાય, ત્યાં આત્મતત્ત્વનું જાણપણું હાતું નથી. જેમ વૃક્ષના મૂળમાં અગ્નિ ખળતા છતાં વૃક્ષ લીલું રહે તે સાવિત નથી, તેમ મમત્વ અને તત્ત્વની વાત તેને વિસ'વાદ છે. એટલે મમત્વ યથાર્થ તત્ત્વ જાણે અને કહે તે ઉપર કહેલા વૃક્ષના છાંત જેવું છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૩ર ] શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા, જે એકાંતપક્ષી, ગમે તે દયાપક્ષી, ભક્તિપક્ષી વા કિયા પક્ષી હોય, તે પણ નિરપેક્ષ વચન બોલનાર ચારેય ગતિઓમાં ભ્રમણ કરે છે. જે મતવાદી અથવા ગચ્છવાદી હોય તેનાથી પ્રાયઃ તમામ વચને સાપેક્ષ બેલાય જ નહિ, કારણ કે-મતના આગ્રહને લઈ તેવા મમતને કારણે નિરપેક્ષ વચન બેલે અને તેથી ગમે તેવી ક્રિયા કરતે હોય પણ તેનું ફળ સંસારની વૃદ્ધિ જ છે, માટે નિરપેક્ષ વચનવાળો વ્યવહાર જુઠે કહ્યો છે. - જે પરમાર્થને સાધક થાય તે જ સદ્વ્યવહાર છે અને જે પરમાર્થને બાધક થાય તે અસદ્વ્યવહાર છે. સમસ્ત જિનવાણી પણ પરમાર્થ સાધક વ્યવહારના વિવરણરૂપ છે. એટલે પરમાર્થમૂળ જિનવચન સાપેક્ષ જે વ્યવહાર છે તે સારો વ્યવહાર છે, બાકી બધા વચનનિરપેક્ષ વ્યવહાર જુઠે વ્યવહાર છે. જ્યારે કેઈ પણ વાતને પક્ષ થાય છે, ત્યારે તે પક્ષને મજબૂત કરવા વચન બોલવું પડે છે. આવા પક્ષગ્રહણ કરેલાએથી ખરેખરૂં બોલાતું નથી, તેથી જે પક્ષમાં પિતે હેય તે પક્ષની પરંપરામાં જે દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ કહ્યું હોય તે જ તે કહે છે અને તેમ ન કરનાર અથવા ન માનનાર ઉપર આક્ષેપ પણ કરે છે. આવા પક્ષપાતીના વચનથી ખરેખરા દેવ, ગુરુ અને ધમની ઓળખાણ થતી નથી અને સદેવ, સદ્ગુરુ અને સદ્ધર્મની શુદ્ધતા ન થઈ એટલે શુદ્ધ શ્રદ્ધા પણ રહેતી નથી. જ્યારે શુદ્ધ શ્રદ્ધા ન રહી ત્યારે સમ્યત્વ ન રહ્યું Page #49 -------------------------------------------------------------------------- ________________ ક પારમાર્થિક લેખસંગ્રહ [૩૩૩ અને સમકિત વિનાની સર્વ ક્રિયા ધૂળ ઉપર લીંપણ કરવા સમાન નિષ્ફળ માની છે. દેવતત્વ, ગુરુતત્વ અને ધર્મતત્ત્વને યથાર્થ નિર્ધારી જ્યારે તે શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ ઉપર આત્મપરિણતિપૂર્વકની શ્રદ્ધા હોય, ત્યારે જ સમકિત થાય છે. દેવાદિ ત્રણેય તત્ત્વ નવતત્વમાં જ અંતર્ગત છે. જીવાદિ પદાર્થોને યથાર્થ–આત્મપરિણતિપૂર્વક નિશ્ચય વિના જગના સ્થાવર-જંગમાદિ સર્વ ચર–અચર પદાર્થો ઈષ્ટ-અનિષ્ટરુપ ભાસ્યા કરે છે. પર–પદાર્થો પ્રત્યેની ઈષ્ટનિષ્ટ ભાવના એ જ રાગ-દ્વેષ છે. તે વાસ્તવિક પદાર્થશ્રદ્ધાન વિના ટળતું નથી. શરીર અને જીવ–એ બન્નેમાં જ્યાં સુધી ભેદબુદ્ધિ થઈને શરીરથી આત્મા ભિન્ન યથાવત્ આત્મસ્વરૂપ પ્રતીતિમાં ન આવે, ત્યાં સુધી જ્ઞાન અજ્ઞાનરૂપ છે. એક ક્ષેત્રાવગાહપણે પરિણમેલા અનાદિ સંબંધવાળા એ બન્ને પદાર્થોને ભેદ ભાસ, એ જ જ્ઞાનને મહિમા છે. ભેદજ્ઞાન થયા પછી જીવન અને પુદ્ગલને કર્તા-કમભાવ છે એવી બુદ્ધિ રહેતી નથી, કારણ કે-જ્યાં સુધી ભેદજ્ઞાન થતું નથી, ત્યાં સુધી અજ્ઞાનથી કર્તા-કર્મભાવની બુદ્ધિ થાય છે. જ્યારે આ આત્મા, આત્મા અને આશ્રોને ભેદ જાણે છે ત્યારે કષાયાદિ આશ્રોથી નિવૃત્ત થાય છે, કારણ કે તેનાથી જે નિવતત ન હોય તેને આત્મા અને આશ્રના પારમાર્થિક (સાચા) ભેદજ્ઞાનની સિદ્ધિ જ થઈ નથી. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા સત્ પ્રત્યેની અરુચિ એ અનંતાનુબંધી કષાય સમાન છે. અનાદિકાળના પરિભ્રમણમાં જીવને અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા અને અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું; માત્ર સત્ શુક્યું નથી અને સત્ શ્રદ્ધયું નથી. એ મળે, એ શુયે અને એ શ્રદ્ધયે જ છૂટવાની વાર્તાને આત્માથી ભણકાર થશે. પરમાથે જીવ-પુદ્ગલની પ્રવૃત્તિ ભિન્ન હોવા છતાં, જ્યાં સુધી ભેદજ્ઞાન ન હોય–થાય, ત્યાં સુધી બહારથી તેમની પ્રવૃત્તિ એક જેવી દેખાય છે. અજ્ઞાનીને જીવ–પુદુંગલનું, જડ-ચેતનનું ભેદજ્ઞાન નહિ હેવાથી ઉપલક દષ્ટિએ જેવું દેખાય તેવું માની લે છે. બે દ્રવ્યોની ક્રિયા ભિન્ન જ છે. જડની ક્રિયા ચેતન કરતું નથી અને ચેતનની ક્રિયા જડ કરતું નથી. જે પુરુષ એક દ્રવ્યને બે કિયા કરતું માને તે અજ્ઞાની છે, કારણ કેબે દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે છે એમ માનવું, તે શ્રી જિનને મત નથી. આત્મા પિતાના જ પરિણામને કરે છે, પુદ્ગલ પરિણામને કદી કરતા નથી. આત્માની અને પુદગલની બન્નેયની કિયા એક આત્મા જ કરે છે એમ માનનારા અજ્ઞાની છે. જે જડ-ચેતનની એક કિયા હેય, તે સર્વ દ્રવ્ય પલટી જવાથી સર્વને લેપ થઈ જાય-એ માટે દેષ ઉપજે. સમ્ય દૃષ્ટિ આત્માને ભેદજ્ઞાન હેઈ જડ-પુદ્ગલને આત્માથી ભિન્ન દષ્ટિએ નિહાળે છે અર્થાત એક જ્ઞાતા તરીકે જ રહે છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૩૫ “હું કર્તા પરભાવને, ઈમ જિમ જિમ જાણે, તિમ તિમ અજ્ઞાની પડે, નિજ કર્મને ઘાણે, ઉત્પત્તિ, સ્થિતિ અને વ્યય એ પદાર્થોનું સામાન્ય લક્ષણ છે. સર્વ પદાર્થ અંતર્ગત જીવ પણ એક દ્રવ્ય વા તત્ત્વ છે. તેને સામાન્ય સ્વભાવ ઉપગલક્ષણ એ જ છે. વળી દયા, દાન, ત્યાગ એ સર્વ કલ્યાણથી જ સાધી રહ્યા છે, એ પણ એક સામાન્ય પ્રવૃત્તિ છે; પરંતુ એ સર્વથી નિરાળી ઓળખ જીવતત્ત્વ–આત્મતત્ત્વની જે જીવને થાય, તે વાસ્તવિક એકનિષ્ટપણે સમ્યક્ પ્રકારે પ્રવર્તી શકે. સંસારનું મૂળ કારણ આત્મ-અજ્ઞાન છે અને તે સંસારી જીવને અનાદિકાળથી વર્તી રહ્યું છે તેથી જ વર્તમાન દેહમાં આત્મબુદ્ધિ કરી નવા નવા શરીર ધારણ કરી રહ્યો છે. જીવ અને દેહની ભેદબુદ્ધિરૂપ સુપ્રતીતિ કઈ તથા– ૫દશાવાન મહપુરૂષના જોગ અને સંગ વિના તથા જડથી ઓસરી કંઈક જીવ સન્મુખ દષ્ટિ થયા વિના આવતી નથી. મનુષ્યજન્મની સાર્થકતા બે વસ્તુઓ ઉપર આધાર રાખે છે, તે બુદ્ધિ અને કર્તવ્યપાલન છે. બુદ્ધિથી કર્તવ્યની શોધ કરવામાં આવે છે. બુદ્ધિના અજમાવ્યા વગર કર્તવ્ય પર પ્રકાશ પડતું નથી અને કર્તવ્ય સમજ્યા વગર કર્તવ્યપાલન બની શક્યું નથી. પિતામાં ગમે તેટલી મહાન શક્તિ, બુદ્ધિ અને ઉત્તમ શિક્ષણ હેય, છતાં આત્મશ્રદ્ધાના પ્રમાણમાં જ મનુષ્ય કાર્ય કરી શકે છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ --- ૩૩૬] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા અનંત જન્મથી કર્મ કલેશવાળા ગાઢ થયેલા આ આત્માને તે કર્મ કલેશથી જે રીતે છૂટકારો થાય, તેવા પ્રકારને પ્રયત્ન તે પરમાર્થ અર્થાત્ તે જ સ્વાર્થ–આત્માર્થ છે. અનાદિકાળના અજ્ઞાનને લીધે એટલે કાળ ગ. તેટલે કાળ મોક્ષ પ્રાપ્ત કરવા માટે જોઈએ નહિ, કારણ કે-પુરુષાર્થનું બળ કર્મના પ્રાબલ્ય કરતાં વધુ છે. કેટલાક જી બે ઘડીમાં કલ્યાણ કરી ગયા છે. સમ્યગ્દષ્ટિ જીવ ગમે તે રીતે આત્માને ઉંચે લાવે અર્થાત્ સમ્યકત્વ પ્રાપ્ત થયે જીવની દષ્ટિ ફરી જાય છે. અનાદિકાળથી આપણી દૃષ્ટિ અશુભ નિમિત્તાની પ્રબળતાને લઈને પરાધીનતા તરફ ધસી રહી છે. પર-પદાર્થોના નિમિત્તપણને લીધે ઈછાનિષ્ટ કલપનાઓ આપણા ઉપર સ્વારી કરીને બેસી જાય છે. તેને નાશ કરે અને તેવા નિમિત્તોને દૂર કરી આત્મદ્રવ્યની શુદ્ધ દષ્ટિ વિકસાવવી, એ જ સાચે મોક્ષમાર્ગ છે. આત્માએ આત્માના પિતાના) સન્મુખ થવું, પિતે પિતાને જાણ એ જ “ધમને યૌવનકાળ” છે. જ્યારે છેલ્લા પુદ્ગલપરાવર્તનકાળની અંદર જીવ પ્રવેશ કરે છે, ત્યારે જ પુરુષાર્થ ખરેખર વિજયી નિવડે છે. સિવાય દરેક મનુષ્યને પુરુષાર્થ સફળ થતું નથી. - પુરુષાર્થ વડે શુભાશુભ કર્મને પરાજય કરવા માટે તત્વજ્ઞાન જાણવું જોઈએ. આત્મા અને તેને વિરોધી પદાર્થ જડભાવ-આ બન્નેનું જ્ઞાન જાણવાથી જ સ્વભાવ તરફ પુરુષાર્થ કરવો સુગમ પડે છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૩૭ મોહનો વિનાશ તત્વચિંતન કરવાથી થાય છે. તત્ત્વચિંતન એ જ કે-સંસારસમુદ્રની નિર્ગુણતા (વિચિત્રતા, નિસારતા, દુઃખરૂપતા) અને જગત્ તથા આ સુખ-દુઃખ શું છે?-એ સંબંધી વિચારણા કરવી, તેમજ આત્મા અને જડ-પગલિક પદાર્થોનું પૃથક્કપણું વિચારવું. આત્મા શી વસ્તુ છે?, આત્માને સુખ-દુઃખને અનુભવ કેમ થાય છે?, આત્મા પોતે જ સુખ-દુખના અનુભવનું કારણ છે કે કોઈ અન્યના સંસર્ગથી આત્માને સુખ-દુઃખને અનુભવ થાય છે?, કર્મને સંસર્ગ આત્માને કેમ થઈ શકે છે?, તે સંસર્ગ અનાદિ છે કે આદિમાન?, અનાદિ હોય તે તેને ઉછેર કેવી રીતિએ થઈ શકે ?, કર્મનું સ્વરૂપ કેવા પ્રકારનું છે?, કર્મના ભેદાનભેદ કેવી રીતિએ છે?, કર્મને બંધ, ઉદય અને સત્તા કેવી રીતિએ નિયમબદ્ધ છે?—આ બધી બાબતે અધ્યાત્મરૂપી બગીચામાં વિહરવાના અભિલાષીઓએ જાણવાની હોય છે, તેમજ સંસારની નિર્ગુણતાનું-અસારતાનું અવલોકન કરવાની જરુરીયાત રહે છે. દુનિયાના છ જે જે વસ્તુથી વસ્તુતઃ સુખની પ્રાપ્તિ થવાની જ નથી પણ દુઃખની જ પ્રાપ્તિ થવાની છે, તે તે વસ્તુઓની પ્રાપ્તિ માટેના પ્રયત્નો કરી રહ્યા છે અને એથી મહેનત સુખ માટેની છતાં પરિણામ દુઃખમાં આવે છે. જે દુઃખને ટાળવું હોય અને સાચા સુખને પ્રાપ્ત કરવું હોય, તે પરવસ્તુને પરવસ્તુ તરીકે યથાસ્થિત સમજી સ્વવસ્તુને આત્મસાત્ કરવી જોઈએ, અર્થાત્ આત્મસ્વભાવ તરફ દષ્ટિ કરવી જોઈએ. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮] શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા શરીર એ પણ પરવસ્તુ છે. પરવસ્તુઓને સાચા સુખની સાધનામાં સહાયક બનાવી શકાય છે. દેહ જેને ધર્મોપયોગ માટે છે, તે દેહ રાખવા જે પ્રયત્ન કરે છે તે પણ ધર્મને માટે જ છે. અનંત વાર દેહને અર્થે આત્મા ગાળે છે. જે દેહ આત્માને અર્થે ગળાશે, તે દેહે આત્મવિચાર પામવા ગ્ય જાણું–સર્વ દેહાથની કલ્પના છોડી દઈ, એક માત્ર આત્માઈમાં જ તેને ઉપયોગ, એ મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય હવે જોઈએ. સાચી મુમુક્ષુતા-સાચો મુમુક્ષુભાવ આવ્યા વગર પરવસ્તુને પરવસ્તુ તરીકે ઓળખી શકાતી નથી અને તેને ત્યાગ થઈ શક્યું નથી. એક આત્મા સિવાય–આત્માના ગુણે સિવાય જગતમાં જેટલી દશ્યમાન વસ્તુઓ છે, તે તે બધી પરવસ્તુઓ છે. જગતમાં છ (ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, કાળ અને જીવ) જ દ્રવ્ય છે. તેમાં એક જીવાસ્તિકાય અર્થાત્ આત્માને જ ઓળખવાની પ્રથમ જરૂર છે. ચેતન-આત્માને ઓળખવા માટે જડના સ્વરુપને પણ જાણવું જોઈએ, કારણ કે-એક વસ્તુથી વિરોધી વસ્તુ જાણ્યા વિના વાસ્તવિક જ્ઞાન થતું નથી. છ દ્રવ્યમાં જીવ-આત્મા સિવાય સઘળાં દ્રવ્યે જડ છે અને જે જડ છે તે પરવસ્તુ–પગલિક વસ્તુ છે. ચેતન ફક્ત આત્મા જ છે, તે સસ્વરૂપ આત્માને Page #55 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૩૯ એળખ્યા વગર, આત્માનું પરિણતિ જ્ઞાન થયા વગર અને તેને ઓળખવાના સમ્યક્ સાધના સેવ્યા વિના આત્મામાં આત્માના ગુણે। મેળવવા પ્રવૃત્તિ થઈ શકતી નથી. જીવને જ્યાં સુધી વસ્તુસ્વરુપના યથાસ્થિત ધ થતા નથી, ત્યાં સુધી તે અસત્પરિણતિમાં રહી કાળ નિમન કરે છે. જીવ પેાતાનું સ્વરુપ જ જાણી શકતા નથી, તે પછી પરનું સ્વરૂપ જાણવા ઇચ્છે તે તેનાથી શી રીતિએ જાણીસમજી શકાય ? અને જયાં સુધી તે ન સમજવામાં આવે, ત્યાં સુધી ત્યાં રહી ગુંચવાઈ ડાળાયા કરે છે. શ્રેયકારી એવું નિજસ્વરૂપનું જ્ઞાન તેણે જ્યાં સુધી પ્રગટ નથી કર્યું, ત્યાં સુધી પરદ્રવ્યનું ગમે તેટલું જ્ઞાન મેળવે તે કશાય કામનું નથી; માટે ઉત્તમ રસ્તા એ છે કે-બીજી બધી વાતા મૂકી દઈ પેાતાના આત્માને ઓળખવા પ્રયત્ન કરવા. પેાતાને શાની જરૂરીયાત છે અને શું મેળવવું છે?-- એ જ્યાં સુધી નક્કી ન કર્યું હોય, ત્યાં સુધી નિશાન વિનાના ફેકેલા ખાણાની માફક તેમના પ્રયાસ સફળ થતા નથી. એટલે પ્રથમ પેાતાને મેળવવા ચેાગ્ય શુદ્ધ આત્માને આધ કરવા જોઈ એ અને પછી તેને પ્રગટ કરવામાં સહાયક ક્રિયા કરવી જોઈએ. સભ્યષ્ટિ આત્માને શુદ્ધ આત્માના એપ હાય છે અને ત્યાર પછી જ ક્રિયા ફળદાયક થાય છે. પેાતાનું શું છે અને શું નથી એ જો સ્પષ્ટ સમજાઈ જાય, તા પાતાનું જે હાય તે પ્રગટ કરવા અને જાળવવા પ્રયાસ થાય. એમ કરતાં સાધ્ય પણ સ્પષ્ટ થાય, પેાતાનું અને પારકું સમજવાના જ્ઞાનને જૈન પરિભાષામાં ભેદજ્ઞાન કહેવામાં Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા આવે છે અને એ ભેદજ્ઞાન થાય ત્યારે સર્વ જડ–પરદ્રવ્ય ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. અનાદિકાળથી આ જીવ પરભાવમાં–પરવસ્તુઓમાં રમણ કરતા આવ્યા છે. પોતાનું શું છે ?, પિતાનું શ્રેય શું કરવામાં છે?, પિતાને આત્મવિકાસ કર યુક્ત છે કે નહિ? અને હોય તે તે કેવી રીતિએ થાય?–એ સંબંધી એને વિચાર જ આવતું નથી. અનાદિકાળના અતઓ વિચારોએ આત્માને એવો છુંદી નાંખે છે કે-હવે તેને પિતાની તરફ મોં ફેરવવાની શુધબુધ રહી નથી. પરકીય પદાર્થોની પરિણતિમાંથી છૂટા થવું એ જ અંતરતરત્વ પ્રાપ્ત કરવા બરાબર છે. આત્માનું અજ્ઞાન-આત્મભાન ભૂલવું તે જ કૃષ્ણ પક્ષ છે, તે જ પુદ્ગલપરાવર્તન છે, તે જ દુષમકાળ છે, તે જ દુર્ગતિને માગે છે, અશાંતિની ઉત્પત્તિ પણ તે જ છે અને રાગ-દ્વેષ, વેર-વિરોધ, વિષય-કષાય સર્વ તેમાંથી જ પ્રગટે છે. ઈન્દ્રિયના નિગ્રહનું ન હોવાપણું, કુલધર્મને આગ્રહ, માનશ્લાઘાની કામના, અમધ્યસ્થપણું-એ સર્વ કદાગ્રહરૂપ છે. તે કદાગ્રહ જ્યાં સુધી જીવ ન મૂકે, ત્યાં સુધી તેનું કલ્યાણ થાય નહિ. નવ પૂર્વ ભર્યો તોય રખડડ્યો! ચૌદ રાજલોકનું સ્વરૂપ જાણ્યું પણ દેહમાં રહેલા આત્માને ન ઓળખ્યો ! જ્યાં સુધી જીવનું-આત્માનું સ્વરુપ જાણવામાં ન આવે, ત્યાં સુધી અનંતા જન્મ-મરણ કરવાવડે જીવની શું ભૂલ છે Page #57 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૪૧ તે ધ્યાનમાં આવતું નથી. શાસ્ત્રના સઘળા પ્રપ`ચ-વિસ્તાર એ જાણવાને માટે જ છે. સ્વભાવમાં રહેવું અને વિભાવથી મૂકાવું એ જ મૂખ્ય સમજવાનું છે. ખલજીવાને સમજવા માટે સિદ્ધાંતાના મોટા ભાગનું વર્ણન જ્ઞાની પુરૂષાએ ઉપકારષ્ટિથી કર્યું છે. આત્મવિચારના અભાવે આ જીવ અનેક પ્રકારના સાંસારિક વૃત્તિના વમળમાં અટવાયા કરે છે અને જીવનના હેતુ શું છે ?, સાધ્ય શું છે ?-તેના સ્પષ્ટ ખ્યાલ કર્યાં વગર દુર્લભ મનુષ્યભવ પૂર્ણ કરી નાંખે છે. જેટલા વખત આયુષ્યના તેટલે જ વખત ઉપાધિના જીવ રાખે, તેા મનુષ્યપણાનું સફળ થવું કયારે સંભવે ? મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણકારક છે એવા નિશ્ચય કરવા જોઈએ અને તેના સફળપણા માટે જે જે સાધનાની પ્રાપ્તિ કરવા ચેાગ્ય હાય તે તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઇએ. નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન જ ટળે. લૌકિક ભાવ આડે જયાં આત્માને નિવૃત્તિ નથી આવતી, ત્યાં હિતવિચારણા ખીજી રીતિએ સભવતી નથી. એકની નિવૃત્તિ તેા બીજાનું પરિણામ થયું સંભવે છે. અહિત હેતુ એવા સ’સાર સંબધી પ્રસંગ, લૌકિક ભાવ, લેકચેષ્ટાએ સૌની સ*ભાળ જેમ બને તેમ જતી કરીને સંક્ષેપીને આત્મહિતને અવકાશ આપવામાં આવે, તે જ હિતવિચારણા સ'ભવે છે. જ લેાકની ષ્ટિને જ્યાં સુધી જીવ વધે નહિ તથા Page #58 -------------------------------------------------------------------------- ________________ - ૩૪૨]. શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા તેમાંથી અંતત્તિ છૂટી જાય નહિ, ત્યાં સુધી જ્ઞાનીની દષ્ટિનું વાસ્તવિક મહાસ્ય લક્ષગત થઈ શકે નહિ. આત્માનુભવ મેળવવાના જિજ્ઞાસુ એવા ત્યાગીઓ, પિતાના મનમાં નિરંતર એકાંત સ્થાનમાં જઈ આત્મા કયાં છે, તેનું મૂળ સ્વરુપ કેમ પ્રગટ થાય ? એ જ ચિંતા કર્યા કરે છે. તેઓ લેકસંજ્ઞા, લોકહેરી ને લોકેષણના ત્યાગી હોય છે અને જરૂર પૂરતો જ ઉપકાર કરવા માટે લેકપરિચય રાખી અવકાશના વખતમાં આત્મા સાથે આત્માની જ-આત્માના હિત સંબંધી જ વાત કર્યા કરે છે. જે જ્ઞાની–ધ્યાની આત્મા છે, તે નિરીહપણે બાજીગરની બાજી જેવી દુનિયામાં સ્વાધિકારે કર્મો કરે છે. એવી આત્મદશા પાક્યા વિના જ્યાં-ત્યાં પરોપકાર કરવા પ્રવૃત્તિ કરવી તે વસ્તુતઃ બંધન છે, તેથી આત્માની વાસ્તવિક શુદ્ધિ થતી નથી; માટે આત્મોન્નતિને ઉપગ પ્રગટે તેવી દશા પ્રથમ પ્રાપ્ત કરવી એ જ સત્ય કર્તવ્ય છે. પશ્ચાત્ સેવાધર્મથી આત્માની શુદ્ધિ થયા કરે છે. - નિગ્રંથ મહાત્માને વેદનાને ઉદય પ્રાયઃ પ્રારબ્ધ-નિવૃત્તિરૂપ હોય છે, પણ નવીન કર્મબંધ હેતુરૂપ હેતું નથી. દેહમાં આત્મબુદ્ધિ અને આત્માને વિષે દેહબુદ્ધિ નહિ હેવાથી, તેઓ તીવ્ર રેગના ઉદયકાળે પણ ભય કે લોભને પામતા નથી. જેઓ પિતાને સ્વાર્થ–આત્માર્થ પણ પૂરે સાધી શકતા નથી, તેઓ પારકાનું કલ્યાણ શી રીતિએ કરી શકવાના હતા ? મન જે જે સ્થિતિઓને વશ વતે છે, તે તેના પૂર્વ Page #59 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ ગામી કારણેાને લીધે હાઈ આત્મા તે પ્રકારે વર્તે છે. જગમાં શરીર અને મન સંબંધી દુઃખા પ્રાપ્ત થવાનું કારણ શરીર અને મન જ છે. મન સ્વતંત્ર નથી, પણ આત્મા સ્વતંત્ર છે. આપણા બધા વિચારે અને ભાવનાએ તેના પૂર્વગામી વિચારશ અને ભાવનાઆના પરિણામરુપે અને અવલખનભૂત છે. પૂર્વજન્મના સંસ્કાર અને આ જન્મના આજુબાજુના સંચાગા--એ મન્નેને લઈને અત્યારની આપણી સ્થિતિનું સ્વરૂપ બનેલું હાય છે. [ ૩૪૩ જેવી જેવી લાગણીથી જે જે કાળે કમ બંધ કર્યો હાય, તેવા તેવા પ્રમળ કે નિળ, તીવ્ર કે મદરસે તે ક્રમ ઉદયમાં આવે છે અને તે પ્રમાણે સુખ-દુઃખના અનુભવ થાય છે. આ સ'સારની સઘળી પ્રવૃત્તિઓ કમની પ્રેરણા પ્રમાણે વર્તે છે, એટલે જેવું કમાઁ તેવી પ્રવૃત્તિ થાય છે. હૃદયના શુભાશુભ વિચારમાં પ્રથમ રસ, પછી નિશ્ચય-ખળ, પછી પ્રયત્ન અને પછી ફળ-એમ અનુક્રમ ઉદ્ભવે છે. જેમ રસના ધાત થાય છે, તેમ સ્થિતિને પણ ઘાત થાય છે. વ્યવહારનયથી દરેક જીવ પાતપાતાના શુભાશુભ ક્રમના કોં અને તે જ તેના ભક્તા છે. ઈશ્વર આ લાકમાં કોઈના પણ કાઁપણાને અથવા Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા કર્મોને સર્જતું નથી, તેમ જ કર્મોનાં ફળનાં સંગને પણ ઉત્પન્ન કરતું નથી. માત્ર મનુષ્ય સ્વભાવ-પ્રકૃતિથી જ શુભાશુભ કર્મો કરે છે અને તેનાં ફળને ભેગવે છે. સંસ્કારનું એવું સામર્થ્ય છે કે-પરભવમાં પણ તેવા જ પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. અર્થા-આ ભવના સંસ્કારો જેવી બુદ્ધિમાં દઢ થયેલા હોય છે, તેવા પ્રકારનાં પરભવમાં જન્મ થતાં પ્રગટ થાય છે. ગત ભવમાં આપણે જે કૃત્ય કર્યું હશે, તે આજે આ ભવમાં આપણે ભેગવી રહ્યા છીએ અને આવતા ભવ માટેની પણ આજે જ તૈયારી કરી રહ્યા છીએ. આજનું જીવન એ પૂર્વે બાંધેલા કર્મોની પ્રસાદીરૂપ છે, આજના આપણા સુખ–દુઃખ કે તડકા-છાંયડા-એ બધુંય ભૂતકાળની આપણું કરણનું જ પરિણામ છે અને ભૂતકાળની કરણું તે જ આજના અનુભવાતાં કર્મો છે. રાજા, રંક વિગેરેની વિશ્વમાં જે વિચિત્રતા છે, તે જીવે કરેલા કર્મથી થયેલી છે. જે એમ ન હોય તે સુખદુખ વિગેરેનું વેતન ન થાય. આ સંસારસમુદ્ર જીવનાં કર્મથી ઉત્પન્ન થયેલ છે, એટલે કર્મ ભેગવવાને જીવને સંસારમાં આવવું પડે છે. જેમ વાદળાં વિગેરેના ચિહ્નો ઉપરથી વરસાદનું અનુમાન થાય છે, તેમ આ જીવની આ ભવની ચેષ્ટા ઉપરથી તેના પૂર્વ અને પશ્ચાત્ ભવ કેવા હોવા જોઈએ તે પણ થોડે ઘણે અંશે સમજી શકાય છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ પરમાર્થિક લેખસંગ્રહ [૩૪૫ કઈ પણ વસ્તુને સર્વથા નાશ થતું નથી પણ તેના પર્યાયે બદલાય છે. પુદ્ગલની આકૃતિ બદલાય છે પણ તેના પરમાણુ તે જગતમાં કાયમ જ રહે છે. આ રૂપાંતર થવું તે જ દરેક વસ્તુને “પુનર્જન્મ સમજે. સુખ-દુઃખ એ પૂર્વકમને અનુસાર પ્રાપ્ત થાય છે, એ વાત સ્વાનુભવસિદ્ધ છે. તે ગર્ભમાં આવ્યું તે ક્યા કર્મથી? તે કર્મને કાળ ગર્ભમાં આવ્યા પહેલાંને માનવો જ પડશે, એટલે ગર્ભમાં આવ્યા પહેલાને જન્મ તે જ આત્માને “પુનર્જન્મ.” કાર્યકારણને વિચાર કરતાં કારણ પહેલું સંભવે છે, તે માનવદેહરૂપ કાર્ય તેનું કારણ આ દેહત્પત્તિની પહેલા જ માનવું પડશે. એ જ પુનર્જન્મની સિદ્ધિ. દરેક કાર્ય ભૂતકાળમાં થયેલા કારણનું કાર્ય છે અને તે જ કાર્ય ભવિષ્યમાં થવાના કાર્યનું પાછું કારણ થાય છે. આ પ્રમાણે જોતાં દરેક કર્મ એક રીતે કાર્ય છે અને બીજી રીતે જોતાં કારણ છે. આ રીતે કાર્ય માત્રને કાર્ય-કારણ સંબંધ છે. જે પુનર્જન્મ ન હોય તે આ ભવમાં નીતિના નિયમેને અનુસરવાની કઈ પણ લાલચ રહેતી નથી. ફક્ત વ્યવહારમાં કમાઈ ખાવા ખાતર નીતિને દેખાવ કરવાની જરૂર જણાય છે. જે જીવનભાવનામાં પરલોક સંબંધીની જવાબદારી મૂખ્યપણે હોય અને મનુષ્ય આદિ આત્માનું અનંતપણું સ્વીકારાતું હોય, ત્યાં જ હૃદયપૂર્વકની નીતિ, ન્યાય, સદ્વર્તન, પ્રેમ અને ઉત્તમ વ્યવહારની આશા રાખી શકાય. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા આ ભવ સિવાય બીજો ભવ છે-એવી નીતિ જે સ્વકારતી નથી, તે નીતિવડે પિવાયેલી ભાવનાઓ દેહ અને તેનાં ધર્મો સિવાય ક્યાં નજર જ નાંખી શકે? ભવિતવ્યતાથી પ્રેરાએ જંતુ, પરિણામને અનુસાર પુણ્ય તથા પાપને બાંધતે તે પ્રમાણે વતે છે. રેગની સ્થિતિને અનુસાર જેમ રોગીની પ્રવૃત્તિ હોય છે, તેમ સંસારની સ્થિતિને અનુસાર બંધની પ્રવૃત્તિ વર્ણવી છે. મનુષ્ય પરિણામ ભણી જૂએ છે, કારણ ભણી જોવાને પ્રસંગ તત્વો જ મેળવી શકે છે. દુઃખમાં પ્રસન્નતાને અનુભવ કરે અને સુખને સમાન દષ્ટિએ–મધ્યસ્થપણે વેદવું,એ જ જ્ઞાનીઓને પ્રાધે માર્ગ છે. જ્યાં જ્યાં પરાધીનતા ત્યાં ત્યાં અલ્પજ્ઞતા અને જ્યાં જ્યાં અલ્પજ્ઞતા ત્યાં ત્યાં પરાધીનતા. - જ્યારે ઈરછા થાય છે, ત્યારે તે ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે પ્રવૃત્તિ પણ થાય છે. દરેક કાર્યની ઉત્પત્તિ તે તે વસ્તુના કાળ, સ્વભાવ, નિયતિ, ઉદ્યમ અને કર્મ–એ પાંચ કારણેને આભારી છે. પાંચ કારણે મળે ત્યારે કાર્ય થાય. તે પાંચ કારણેમાં મૂખ્ય પુરુષાર્થ છે. અનંતા ચોથા આરા મળે પણ પિતે જે પુરુષાર્થ કરે, તે જ મુક્તિ પ્રાપ્ત થાય. જીવે અનંતાકાળથી પુરુષાર્થ કર્યો નથી, પણ બધા બેટા આલંબને લઈ આડા વિદને નાંખ્યા છે. એ પુરુષાર્થ મનુષ્યપર્યાયમાં જ Page #63 -------------------------------------------------------------------------- ________________ -- પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૪૭ સાધી શકાય છે. જીવને જ્યારે સાચી લ્યાણવૃત્તિ જાગે, ત્યારે ભાવસ્થિતિ પાકી છે એમ સમજવું. જગમાં જીવોની અનંતાનંત રાશિ છે, એમાં મનુષ્યસંખ્યા તે અતિ અલ્પ છે. તે નાની હોવા છતાં સર્વ પર્યાયમાં મૂખ્ય છે. આ જ પર્યાયમાં જીવ પોતાની શક્તિને વિકાસ સાધીને અનાદિ સંસારના બંધનજન્ય-મર્મભેદી દુઃખને સમૂળે નાશ કરી અનંત સુખના આધારરૂપ પરમપદને મેળવી શકે છે. સંયમગુણની પૂર્ણતા પણ આ જ પર્યાયમાં સધાય છે, જે પરમપદના હેતુરૂપ છે. સંસારરૂપ સમુદ્રને તરવાના ઉપાયરૂપ ચારિત્રરૂપી વહાણ છે, પણ તેમાં કર્મોને આશ્રવરૂપ છિદ્રો ન પડે તેની સતતુ સાવધાની રાખવી પડે છે. મજબૂત નાવ અને માહિતગાર નાવિકથી જેમ સાગરને તરીને પાર પમાય છે, તેમ સંસારસાગર સદ્ધર્મરૂપી નાવ અને સદ્ગુરુરૂપી નાવિકથી પાર પામી શકાય છે. સેનાના ગ્રાહકો સેનું લીધા પહેલાં ચાર પ્રકારે તેની પરીક્ષા કરે છે. પ્રમથ કસોટી ઉપર ઘસે છે, તેથી નિશ્ચય ન થાય તે તેને કાપ મારે છે, તેથી પણ નિશ્ચય ન થાય તે અગ્નિમાં તપાવે છે અને હડીથી ટીપે છે. તેવી રીતે ધર્મના જિજ્ઞાસુઓએ ધર્મની ચાર પ્રકારે પરીક્ષા કરવી જોઈએ. પ્રથમ ધર્મના ઉપદેશકે કેવા ચારિત્રવાળા છે તે જોવું અને પછી ધર્મના શાસ્ત્રો કેવા સંગત છે અર્થાત્ પૂર્વાપર અવિરેાધ છે કે નહિ તે જોવું. એટલેથી જ નિશ્ચય ન થાય તે ધર્મને સ્યાદ્વાદ સિદ્ધાંત અને આચાર–વતન કેવા Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮]. શ્રી જી. એ. જેન ચન્થમાલા પ્રકારનું છે તે જોવું અને તેમાં આત્માનુભવ, શાંતિ-સમાધિને આવિર્ભાવ કેટલા અંશે છે તે જોવું. આ ચાર બાબતે જેમાં બરાબર હોય, તે જ ધર્મ માનનીય થઈ શકે. એક-બે પૈસાની હાંડલી લેવી હોય તે પણ ચારેય તરફ ટકોરા મારી તેની પરીક્ષા-તપાસ કરવામાં આવે છે, તે આ લેક-પરલોકના સુખનું અદ્વિતીય સાધન એવા ધર્મની પિછાન માટે પૂરી તપાસ કેમ ન કરવી? - જે વસ્તુ સકલસિદ્ધિ, દિવ્યસિદ્ધિ અને આત્મસિદ્ધિને આપનાર છે, તે ધર્મનું શું સ્વરૂપ છે તેને વિચાર કરવો જોઈએ. તે વિચાર કેઈ પણ જાતિને પક્ષપાત રાખીને ઉપલક બુદ્ધિથી કરવાને હેત નથી, પણ નિષ્પક્ષપાતપણેતાવિક બુદ્ધિવડે કરવાનું હોય છે. કઈ પણ બાબતમાં એકાંત આગ્રહ જે થઈ જાય, તે પ્રશ્ચાત્ ખરા સત્યને નિશ્ચય કરવાની શક્તિ પ્રાપ્ત થતી નથી. દષ્ટિરાગથી વા મૂઢતાથી મનુષ્ય દેવ-ગુરુ-ધમની પરીક્ષા કરી શકતો નથી. ધર્મ, એ ઈહલૌકિક અને પારલૌકિક અથવા વ્યવહારિક અને પારમાર્થિક–એ બન્ને પ્રકારની ઉન્નતિ મેળવવાનું સાધન છે, પરંતુ ધર્મનું યથાર્થ સ્વરૂપ જ્યાં સુધી સમજવામાં આવે નહિ, ત્યાં સુધી ધર્મની આરાધના આરાધનારૂપ થઈ શકતી નથી. વસ્તુનું ફળ સમજે, પણ જે સ્વરૂપ ન સમજે તે ઈષ્ટની સિદ્ધિ થઈ શક્તી નથીઃ હીરા, મેતી કે પન્નાની કિંમત સમજે, પણ જે સ્વરૂપ ન સમજે તે ઠગાયા વગર રહે નહિ, તેવી જ રીતે ધર્મના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન Page #65 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૪૯ મેળવવું જોઈએ અને એ મેળવે તે જ યથાર્થ ધર્મની પ્રાપ્તિ થાય, અન્યથા ઠગાવાનું થાય. નાના પ્રકારનાં દુઃખેને અનુભવતા પ્રાણને ત્રણેય લોકમાં કેાઈ શરણ નથી. ધર્મને શરણ માનીએ તો તે વ્યાજબી છે, પરંતુ એમ માનવા છતાં જે ધર્મની આરાધના કરવામાં ન આવે તે દુઃખને નષ્ટ કરવાનું ક્યાંથી બની શકે? ધર્મ માનનાર-કરનાર કેઈ આખો સમુદાય મેક્ષે જશેએવું શાસ્ત્રકારનું કહેવું નથી, પરંતુ જેને આત્મા ધર્મત્વ ધારણ કરી તત્ત્વાર્થ પામશે તે સિદ્ધિપદ પામશે તેમ કહેવું છે. આત્મયકારી-કેત્તર ઉપકારી ધર્મસાધનાને લગતાં કાર્યોની સિદ્ધિ સભ્યશ્રદ્ધા-આત્મશ્રદ્ધા વિના થવી અશક્ય છે. એ જ કારણે મુક્તિમાર્ગના વર્ણનમાં જ્ઞાન અને ચારિત્રની પણ પહેલાં દર્શન યા શ્રદ્ધાની જરુરીયાત ઉપર ભાર મૂક્યો છે. કૃષિ ક્રિયાને વિકસાવવામાં મૂખ્ય હેતુ જેમ પાણી છે, તેમ જ્ઞાન, ચારિત્ર કે ધર્મ નિમિત્તક અનુષ્ઠાનેને શોભાવનાર, દીપાવનાર કે વિકસાવનાર મૂખ્ય હેતુ આત્મશ્રદ્ધા છે. શ્રદ્ધા જ્ઞાનને શેભાવે છે, ચારિત્રને દીપાવે છે અને ક્રિયાને વિકસાવે છે અથવા તે તે સર્વની સફળતા માટે આત્મશ્રદ્ધા એ એક અનિવાર્ય વસ્તુ છે. ધર્મોન્નતિ અને પરિણામે થતી વિન્નતિ જે મેળવવી હોય, તે બીજા પ્રયત્નને ગૌણ બનાવી આત્મશ્રદ્ધાસભ્યશ્રદ્ધાને સુદઢ બનાવવાના પ્રયત્નને જ અગત્ય આપવાની જરૂર છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ] શ્રી જી. એ. જન ગ્રન્થમાલા જૈનધર્મ પ્રત્યે સામાન્ય શ્રદ્ધા થયા પછી સભ્યશ્રદ્ધાસાચી શ્રદ્ધા પ્રાપ્ત થવાની જરૂર છે. શ્રદ્ધા એ એક શુકલ આત્મપરિણતિ છે. સમ્યગદર્શન કહે કે શ્રદ્ધા કહે એ એક જ છે. જૈન ધર્મના જીવ-અછવાદિતત્વજ્ઞાનના યથાસ્થિત અભ્યાસપરિશીલન સિવાય સભ્યશ્રદ્ધા થવી અતિ દુષ્કર છે. એ થયા પછી જ ધર્મને લાયક બની શકાય છે. સંક્ષેપમાં જે વિચારે, જે વચને અને જે આચરણે આત્માને સ્વભાવ ભર્યું આકર્ષે અથવા સ્વભાવમાં જેડે, તે ધર્મ. કેવલજ્ઞાની ભગવાનના અવિધી એવા વચનના અનુસારે મૈત્રી આદિ સાત્વિક ચાર ભાવનાઓવાળું જે પ્રવર્તન થાય તે ધર્મ છે અને એ વચનના અનુસાર મિત્રી આદિ ચાર ભાવનાઓવાળું જીવન જેઓ જીવે તેઓ યથાર્થ ધમી છે. જૈનધર્મની ટૂંકી વ્યાખ્યા એટલી જ, કે જેમાં સ્વાદ્વાદ–અનેકાન્તવાદ રહેલો છે, કેઈને પણ પક્ષપાત નથી અને સર્વથા અવિરુદ્ધ-અવિસંવાદી છે; તે ધર્મ શ્રી જૈનધર્મ છે. વેદાદિ અન્ય શાસ્ત્રોમાં જે કેટલાક અવિસંવાદી ઉપદેશે મળી આવે છે, તે શ્રી જિનાગમરૂપી મહાસાગરમાંથી ઉછળેલા વચનરૂપી બિન્દુઓ માત્ર છે. દરેક ધર્મ પાતપિતાને સ્થાને અપેક્ષાએ સાચા છે એમ માનવું, પણ તેથી “બધા ધર્મો સરખા છેએમ સિદ્ધ થતું નથી. બધા ધર્મોના ચઢતા-ઉતરતા દરજજા અવશ્ય છે. સાધકે પિતાને આત્મોન્નતિને ચોગ્ય ઉરચ કેટિને ધર્મ Page #67 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૫૧ ક–તેની સ્વયં શેધ કરવી જોઈએ અને મધ્યસ્થષ્ટિથીપક્ષપાતરહિતપણે જે ધાય તે સ્વીકારવા તત્પર રહેવું જોઈએ. સઘળાં દર્શનકારે શબ્દથી સ્યાદ્વાદને નહિ માનવા છતાં, અર્થથી જૈન સ્યાદ્વાદ ચક્રવતિની આજ્ઞાને સીધી કે આડકતરી રીતે સ્વીકાર કર્યા વિના ચાલતું નથી. સર્વ નય સાપેક્ષ જ્ઞાન પ્રાપ્ત થવાથી ધર્મશાસ્ત્રોમાં પ્રગટતાં અનેક વિરોધે શમે છે અને મિથ્યાજ્ઞાન તથા રાગછેષને પણ ઉપશમ થાય છે. સદ્ગુરુ સર્વનની અપેક્ષાએ સર્વ ધર્મદર્શને સમજાવીને શિષ્યને સમપે છે, ત્યારે શિષ્યમાં ગ્યતા પ્રગટે છે. વિશ્વમાં પ્રવર્તિત સર્વ ધર્મના મૂળ સિદ્ધાંતનું સ્વરૂપ અનુભવ્યાથી તથા સર્વ ધર્મોની વૃદ્ધિમાં હેતુઓને અનુભવ ક્યથી, સર્વધર્મ પ્રવર્તક વિચાર-આચરાની કુશલતા પ્રાપ્ત કરી શકાય છે. સર્વ ધર્મના સિદ્ધાંતની માન્યતાઓને સાપેક્ષપણે સમજનાર તથા વર્તમાનકાળમાં ધર્મપ્રવર્તક માન્યતાઓને તથા પ્રવૃત્તિઓને સાપેક્ષપણે સમજનાર, ધર્મની અને ધર્મીએની વૃદ્ધિ કરી શકે છે. વિશ્વવર્તી સર્વ ધર્મમાં જે સત્ય સાર છે, તે સર્વજ્ઞ– વિરપ્રભુ પ્રતિપાદિત વેદવચને છે-એમ જાણું, સર્વ ધર્મના સત્ય સારને જે ગ્રહણ કરે છે તે સત્ય જ્ઞાની બની શકે છે. સમ્યદૃષ્ટિ આત્માની આ દષ્ટિ હોય છે. જે સ્યાદ્વાદષ્ટિ યાને અનેકાન્તષ્ટિ પ્રાપ્ત થાય, તે Page #68 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨]. શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા અનેક નોની સાપેક્ષતાએ સર્વ ધર્મોમાંથી સત્ય ગ્રહી શકાય છે. આ વિશ્વમાં જ્યાં-ત્યાં સત્ય ઘણું છે–એમ શ્રી વીતરાગ-સર્વજ્ઞદેવ પ્રરૂપે છે. સત્યના અંશ વિના કેઈ ધર્મ વિશ્વમાં જીવી શકતો નથી. હિંસા, મિથ્યા માન્યતા વિગેરે અસત્ય પણ હોય છે, પરંતુ સમ્યગદૃષ્ટિ જ્ઞાની પુરુષ હંસની દષ્ટિ ધારણ કરી અસત્ય ધર્મને મૂકી સત્યને ગ્રહે છે. દુનિયામાં જે કઈ નીતિમાન માણસના ચેપડા શંકાશીલ કે ખોટા છે–એમ કઈ કહે તે ગુન્હેગાર ગણાય છે, તે સર્વજ્ઞ ભગવાન જેવા પરમ વીતરાગ પરમાત્માના વચનમાં શંકા ધારણ કરનારે, તેને બેટે કહેનારો ગુન્હેગાર કેમ ન ગણાય? સ્વયં સત્યવાદી ન બનવું એ જેટલો ગુન્હો છે, એના કરતાં પણ જેઓ સત્યવાદી છે એમના પ્રત્યે અસદુભાવ ધારણ કરે એ મેટો ગુન્હો છે અને એ અસદ્ભાવ થાય એવું પ્રવર્તન કરવું એ તેથી પણ મટે ગુન્હ છે. અસત્યવાદી જીવ સત્યવાદી થઈ શકે છે, પણ સત્યવાદી પ્રત્યે અસદ્ભાવ ધારણ કરનાર કદી પણ સત્યવાદી બની શક્તો નથી. જે મનુષ્ય તત્વજ્ઞાનમાં કાંઈ સમજતા નથી–જેઓને શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મનું જ્ઞાન નથી, તેઓ પરમાત્માના સાચા સેવક બની શકતા નથી. જેઓને મુક્તિની ઈચ્છા નથી અને જેઓ પરમાત્માની આજ્ઞા યથાર્થ પાળતા નથી, તેઓ પણ પરમાત્માના સેવક બની શકતા નથી, Page #69 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૩૫૩ જૂદા જૂદા મનુષ્યા, જૂદા જૂદા સંપ્રદાયા અને જૂદા જૂદા દાનિક વિચારા ધરાવતા હાય તેાય, જે તે સદ્વિચાર અને સદાચરણુ, સહિષ્ણુતા, ઉદારતા, સુશીલતા અને સભ્યતા, તેમજ પવિત્ર વન-પ્રવત નથી પેાતાના જીવનવિકાસ સાધી રહ્યા હાય, તે તે બધા ભિન્ન ભિન્ન સંપ્રદાયના છતાં ધૃમમાં એક છે. જેઓએ ઇન્દ્રચાને જય કરી ક્રોધને જય કર્યાં છે, ક્રોધના જય કરી મનના જય કર્યો છે અને મનના જય કરી જેમના આશય શુભ થઈ ગયા છે અર્થાત્ જેમનાં હૃદય પૂર્ણ` પવિત્ર છે, એવા મહાનુભાવ પુરુષા જૂદા જૂદા ધર્મમાગે પણ પરમાત્મતિ પ્રાપ્ત કરી શકે છે. ખરેખર સ મુમુક્ષુઓ પરમેશ્વરરૂપી સેન્યના સેવકો છે અને કોઈ દૂર અને કાઈ પાસેના સેવક એવા ભેદે મટાડી શકાતા નથી. જે પરમાત્માના નામે કરી વિષ્ટ અની થયા છે અને જ્ઞાનમાગ થી વિમુખ છે, તેઆ ઘુવડા જેમ સૂર્યને જોઈ શકતા નથી તેમ પરમાત્માને જેઈ શકતા નથી. ધમના વિભાગો પડી શકતા નથી, પણ ધર્માંના સાધનાના વિભાગે પડી શકે છે. પરમાત્મદશામાં કોઈના પણ મતભેદ નથી, પરંતુ પરમાત્મદશા પ્રાપ્ત કરવાના ધના સાધનામાં-વ્યાપારામાં મતભેદ છે. સર્વ આસ્તિક્દશન પારિણામિક ભાવે મુક્તિના ઉપદેશ કરે છે એ નિઃસ`શય છે, પણ યથાસૃષ્ટિ-સમ્યષ્ટ થયા વિના સર્વ દનનું તાત્પર્ય જ્ઞાન હૃદયગત થતું નથી. ૨૩ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪] શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા જૈનધર્મને આશય, દિગંબર તેમજ શ્વેતાંબર આચાને આશય ને દ્વાદશાંગીને આશય માત્ર સનાતન ધર્મ પમાડવાને છે અને તે જ સારરૂપ છે. આ વાતમાં કેઈ પ્રકારે જ્ઞાનીઓને વિકલ્પ નથી અને તે જ ત્રણેય કાળમાં જ્ઞાનીઓનું કહેવું છે, હતું અને હશે. મૂળ તત્ત્વમાં કયાંય ભેદ ન હોય-માત્ર દષ્ટિમાં જ ભેદ જણાય, તે આશય સમજી પવિત્ર ધર્મમાં પ્રવૃત્તિ કર! વર્તમાનકાળ દુષમકાળ વતે છે. મનુષ્યોના મન પણ દુઃષમ જ જોવામાં આવે છે. ઘણું કરી પરમાર્થથી શુષ્ક અંતકરણવાળા પરમાર્થને દેખાવ કરી સ્વેચ્છાએ વતે છે. એવા વખતમાં કેને સંગ કરે?, કેની સાથે કેટલું કામ પાડવું?, કેની સાથે કેટલું બોલવું?, કેની સાથે પિતાના કેટલા કાર્ય–વ્યવહારનું સ્વરૂપ વિદિત કરી શકાય? એ બધું લક્ષમાં રાખવાનો વખત છે, નહિ તે સદુવૃત્તિવાન્ જીવને એ બધા કારણે હાનિકર્તા થવાને સંભવ છે. વાતાવરણ તથા સ્થાનના પરિવર્તનથી મનુષ્યના મને ભાવ તથા વિચારનું કેટલેક અંશે પરિવર્તન થઈ જાય છે. જે સ્થલમાં રહેવાથી આત્મા શુભ ભાવમાં ન રહી શકે, તે સ્થલને તુરત જ ત્યાગ કરે. નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શેક થાય છે, નિમિત્તે કરીને જેને ઈન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઈન્દ્રિયને પ્રતિકુળ એવા પ્રકારને વિષે દ્વેષ થાય છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્ભવે છે; Page #71 -------------------------------------------------------------------------- ________________ પારમાધિક લેખસંગ્રહ [ ૩૫૫ એવા જીવને બને તેટલા તે તે નિમિત્તવાસી અને સંગ ત્યાગ ઘટે છે અને નિત્ય પ્રત્યે સત્સંગ કરે ઘટે છે. સત્સંગના અગે તથા પ્રકારના નિમિત્તથી દૂર રહેવું ઘટે છે. જે સત્સંગતિ, ધર્મશાસ્ત્રોનું વાંચન અને તત્વમનનએ ત્રિપુટીને અહનિશ સમાગમ રાખવામાં આવે, તે ગમે તેવા વિષમકાળમાં પણ મનુષ્ય પોતાની જીંદગીને પવિત્ર બનાવી શકે છે. સાંભળવા ગ્ય તત્વ સાંભળવાની ઉત્કટ ઈચ્છા, પરિ હારને ચોગ્યને પરિવાર, સશાસ્ત્રનું શ્રવણ અને આત્મધર્મને વિષે સ્થિત એવા સત્પષને ઓળખી તેમની હૃદયથી પ્રશંસા કરવી–એ ચાર આત્માને પરમ હિતકારી છે. સત્પની પ્રશંસા એ છે કે-ગુણવાન મહાત્માઓની ગુણવાન તરીકેની ઓળખાણપૂર્વક તેમને યથાયોગ્ય પ્રણામ નમસ્કાર કરવા અને અંતઃકરણમાં પૂજ્યબુદ્ધિ ધારણ કરવી. દરિદ્ય મનુષ્ય જેમ ધનવાનને ત્યાં રહેલું સુવર્ણ જુએ તથા સ્પર્શ કરે તો પણ ભાગ્યહિનને તે દ્રવ્યની પ્રાપ્તિ થઈ શકતી નથી, તેમ સચ્ચિદાનંદ સ્વરૂપવાળા આત્માનું શ્રવણ તથા મનન કર્યા છતાં પણ વૈરાગ્યરૂપ ભાગ્ય વિના વિષયી જનેને તે આત્માની પ્રાપ્તિ થઈ શક્તી નથી. શાસ્ત્ર, ગુરૂને વિનય, ક્રિયા અને આવશ્યક-એ સર્વ વ્યવહારને વિષે નિપુણ પુરુષોએ સંવરના અંગરૂપ એટલે સાધનપણે કહ્યા છે, પણ સંવરરૂપ કહ્યા નથી. વાણું, શરીર અને મનના પુગલો એટલે પરમાણુસમૂહ (સ્ક) પ્રાણુના સંબંધમાં સ્વભાવથી વિલક્ષણ હોય Page #72 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬]. શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલ. છે. તેઓ એટલે ઉપર કહેલી બાહ્ય ક્રિયામાં પરિણામ પામેલા પુદ્ગલે કર્મનિરોધરૂપ ફળને વહન કરનારા-પ્રાપ્ત કરનારા થતાં નથી, પણ આત્માના સ્વભાવરૂપ જ્ઞાનાદિક-જ્ઞાન, દર્શન, નિવૃત્તિ, ક્ષમા વિગેરે ભાવે એટલે ચેતનના પરિણામે સંવરપણાને અર્થાત્ કર્મના નિરેધમાં કારણપણાને પામે છે. શિષ્યની જે ખામીઓ હોય છે તે જે ઉપદેશકના ધ્યાનમાં આવતી નથી, તે સાચો ઉપદેશક ન સમજે. આચાર્યાદિ એવા હોવા જોઈએ કે--શિષ્યના અલપ પણ દેષ જાણે અને તેને યથાસમયે બેધ પણ આપી શકે. ભૂલને વશ બનેલાને તિરસ્કાર કરે ચોગ્ય નથી, કેમકે–ત્યાં તેમને દેષ નથી. પૂર્વ પ્રબળ સંસ્કાર તેની વેગની દિશામાં ઝડપથી ગતિ કરતે હોવાથી તે સામે ટક્કર ઝીલી ઉભા રહેવું, એ ગમે તેવા પુરૂષાર્થી આત્માને માટે અશક્ય અને અસંભવિત પ્રાયઃ છે. કોઇના એકાદ સામાન્ય નિર્બળ ભાગને દેખી તેના આખા ચારિત્રનું માપ કાઢવું યોગ્ય નથી. આપણે બીજાના આશયોની તુલના કરવામાં ઘણી વાર ભૂલ કરીએ છીએ. આપણે અમુક કાર્ય જોઈએ છીએ, પણ તે કાર્ય કરવાને આશય જોતાં નથી. જેવી જેની મને વૃત્તિ હય, તદનુકૂળ મનોવૃત્તિ પ્રમાણે વધવાથી યા પ્રવૃત્તિથી મનમાં આનંદ પ્રગટે છે અને તેવી મને વૃત્તિથી પ્રતિકૂળ વદવાથી યા તેવા આચરણથી મનમાં અરૂચિ ઉત્પન્ન થાય છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ * પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૫૭ અસમ્યક બાબતમાં સામાને અનુકૂળ થવું, તે અહિતકારી હોઈ તજવા ચોગ્ય છે. અમુકને ઉપકાર કરીશ તે તેનાથી અમુક જાતિને મને લાભ થશે–એવી બુદ્ધિ રાખીને જે ઉપકાર કરે છે, તે ઉપકાર નથી પણ એક જાતિને લેવડ-દેવડને વ્યાપાર છે. કેટલીક વાર આપણે બીજાની દાક્ષિણ્યતા રાખવી પડે છે અને તેથી કરીને આપણું મનને અણગમતું કામ કરવાની ફરજ પડે છે. જે ધાર્મિક અને સાંસારિક ઉત્તમ કાર્યમાં પ્રેરણા હોય, તે જ દાક્ષિણ્યતા સાચવવી અને તેનું જ નામ દાક્ષિણ્યતા કહેવાય છે. માત્સર્યભાવરહિત અને પાપકાર્ય પ્રતિ તિરસ્કારસહિત ગાંભીર્યતા ને ધૈર્યતા–એ બન્ને પવિત્ર આશયયુક્ત જેમાં દાક્ષિણ્યપણું હોય, તે જ તેનું સત્ય દાક્ષિણ્યપણું કહેવાય. અન્યથા, એ બન્ને આશય વિનાનું દાક્ષિણ્ય પણું ભદ્રિક આત્માને મારનારૂં કાતિલ શસ્ત્ર જાણવું. પાણીમાં મીઠું જેમ એક રસ થઈ જાય છે, તેમ આત્મામાં મનનું ઐકય થવું તેનું નામ સમાધિ છે. કહેવું તે રૂપું અને કરવું તે સેનું તેમજ તેને અનુભવ લે તે રત્નસમાન છે. આત્મપ્રસન્નતા “સત્વગુણનું ચિહ્ન છે, પરિતાપ ઉપજાવ એ “રજોગુણનું ચિહ્ન છે અને દીનતા ક્રોધપ્રમુખ તમે ગુણનું ચિહ્ન છે. અધમાધમ પુરૂષના લક્ષણ આ પ્રમાણે હોય છે. સાચા–સપુરૂષને દેખી ઢેષ ઉત્પન્ન થાય, તેનાં સાચા વચન Page #74 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ]. શ્રી જી. એ. જેન ચન્થમાલા સાંભળી નિંદા કરે, સાચી બુદ્ધિવાળાને દેખી રેષ કરે, સરળને મૂર્ખ કહે, વિનય કરનારને ખુશામતીઆ કહે, પાંચ ઈન્દ્રિયો વશ કરી હોય તેને ભાગ્યહીન કહે, સાચા ગુણવાળાને દેખી રાષ–ઈર્ષા કરે, વિષયાસક્તિમાં લયલીન થાય અને નિત્ય વિકથા કરે,- આવા અશુભ ગતિને પ્રાપ્ત કરે છે. પાશવીય–૧, ધર્માન્ય-૨, વિવેકશૂન્ય-૩, શારીરિક-૪, સ્વાર્થ-૫, વૈકારિક-૬, અનાર્ય–૭, ઇન્દ્રજાલ-૮, વિષયપ્રેમ-૯, અવિવેક-૧૦, ચલ-૧૧, વ્યક્તિ પ્રેમ-૧૨, સાધ્યશૂન્ય-૧૩, નૈતિક-૧૪, ક્ષયિક-૧૫, નિસાર–૧૬, ધમબીજ-૧૭, પૂર્વસંસ્કાર-૧૮,ગુણપ્રેમ-૧૯, અને આત્મિક પ્રેમ-૨૦. આ વીસ જાતિના પ્રેમ છે. પ્રથમના સેલ સંસારવૃદ્ધિના હેતુ છે, જ્યારે ધર્મબીજ આદિ છેલલા ચાર પ્રેમ મુક્તિના ઉત્તરોત્તર કારણરૂપ છે. ધર્મબીજ પ્રેમની સામાન્યથીમાર્ગાનુસારીપણાથી શરૂઆત થાય છે અને વિશેષથી સમ્યકુત્વથી શરૂઆત સમજવી. આ પ્રેમ સિવાય ધર્મની શરૂઆત થતી જ નથી. મેક્ષ આપણું પરમ સાધ્ય હોવું જોઈએ. આપણે શુભ કાર્યો કરીએ છીએ તેને તથા દાન, જ્ઞાન, ક્રિયા, ઇન્દ્રિયનું દમવું વિગેરેને હેતુ શે ? કેઈ કહેશે કે-જનહિત. જનહિત કરવાને હેતુ શ? આ પ્રમાણે સવાલ પૂછતાં પૂછતાં છેવટે મોક્ષ પ્રાપ્ત કરવાનો હેતુ જ આવશે. આત્મા સર્વ વ્યવહારિક ઉપાધિઓથી મૂકાઈ સ્થિર તામાં રહે, એ સ્થિતિ પ્રાપ્ત કરવાનું સર્વનું અંતિમ સાધ્ય Page #75 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૫૯. છે, અને હંમેશને માટે અવિનાશી એવા મોક્ષસુખને પ્રાપ્ત કરવું એ પરમ સાધ્ય છે, તથા તેને માટે જ પ્રયાસ છે અને હવા જોઈએ. જે લોકના વ્યવહારમાં પ્રવર્તે તે જ વ્યવહારોગ્ય કહેવાય. લેકે ઉપાદેય પદાર્થોમાં પ્રવૃત્તિ અને હેય પદાથથી નિવૃત્તિ શ્રુતજ્ઞાન દ્વારા જ કરે છે, માટે વ્યવહારગ્ય કૃતજ્ઞાન હેવાથી તે જ અત્યંત લેકે પકારી છે. શ્રુતજ્ઞાનની ભાવનાથી આત્મજાગૃતિ, વિવેકદૃષ્ટિને વિકાસ અને બુદ્ધિ સૂફમ પદાર્થો સમજવાને લાયક બને છે, ઉત્સર્ગ–અપવાદ સમજાય છે, વસ્તુની બધી દિશાએ જાણી શકાય છે અને સાપેક્ષવૃત્તિએ વસ્તુતત્વને વિચાર કરવાનું બળ આવે છે. સ્યાદ્વાદ દષ્ટિ તે જ કહેવાય છે. તેને લઈને દરેક વસ્તુ તથા દર્શનના ભેદને અપેક્ષાએ સદ્ભાવ સમજી શકાય છે. સર્વ જિનમતનું ચિહ્ન સ્યાદ્વાદ છે. “સ્થાત્ ” પદને અર્થ “કથંચિત્ ” છે, માટે જે ઉપદેશ હોય તેને સર્વથારૂપ જાણી ન લે, પણ ઉપદેશના અર્થને જાણી ત્યાં આટલે વિચાર કરો કે-આ ઉપદેશ ક્યા પ્રકારે છે?, કયા પ્રોજન સહિત છે? અને કયા જીવને કાર્યકારી છે? ઈત્યાદિ વિચાર કરીને અર્થ ગ્રહણ કરે. વિવિધ દૃષ્ટિબિન્દુઓ દ્વારા નિરીક્ષણ કર્યા વગર કઈ વસ્તુ સંપૂર્ણ વરુપે સમજવામાં આવે નહિ. આ માટે સ્યાદ્વાર ઉપયોગી અને સાર્થક છે. વસ્તુસ્વરૂપ જેવા પ્રકારનું હેય તેવી રીતિએ તેની વિવેચના કરવી જોઈએ. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા જ્યારે કેઈ પણ પ્રકારને પૂર્વગ્રહ બંધાઈ જાય છે, ત્યારે વિચારક ગણાતા સમર્થ આત્માઓ પણ સ્યાદ્વાદ પ્રધાન જૈનદર્શનની તત્વવ્યવસ્થાને સમજી શક્તા નથી અને પરિણામે વિજાતીય ભ્રમણાઓમાં અટવાઈ મિથ્યાત્વના ગાઢ અંધકારમાં ડૂબી જાય છે. સ્યાદ્વાદ સિદ્ધાંતને ઉદ્દેશ એ જ કે-કઈ પણ સમજદાર વ્યક્તિ કઈ વસ્તુના વિષયમાં સિદ્ધાંત નિશ્ચિત કરતી વખતે પોતાની પ્રમાણસિદ્ધ થતી પ્રામાણિક માન્યતાઓને ન છેડે, પરંતુ અન્યની પ્રામાણિક માન્યતાઓને પણ આદર કરે. સ્યાદ્વાદ સિદ્ધાંત હૃદયની ઉદારતા, દષ્ટિની વિશાળતા, પ્રામાણિક મતભેદની જિજ્ઞાસા અને વસ્તુના વિવિધ પણના ખ્યાલ પર જ છે. સ્યાદ્વાદી એટલે “આ પણ સાચું ને તે પણ સાચું” આમેય ખરું ને તેમેય ખરું”—એમ અવ્યવસ્થિત વિચારવાળા નથી હોતા. સ્યાદ્વાદ તેમ માનવા કે મનાવવા કહે પણ નથી, ઉલટું તે તો દષ્ટિને સ્થિર કરીને અનેક દૃષ્ટિએ વસ્તુને જોવાનું કહે છે. ભગવાન મહાવીરને સ્યાદ્વાદને પાઠ જગત્ની ભિન્ન ભિન્ન જણાતી વિચારસરણીઓને ભિન્ન ભિન્ન અપેક્ષાદષ્ટિએ સમન્વયના ધોરણ પર વિચારવાનું શીખવે છે. અનેકાન્ત એટલે કઈ પણ એક વસ્તુને પ્રામાણિકપણે અનેક દૃષ્ટિઓને તપાસપૂર્વકને અનેક દષ્ટિઓને-અપેક્ષાઓને Page #77 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૬૧ સમુચ્ચય. આ માત્ર વિચારને જ વિષય નથી, પરંતુ આચરણામાં પણ તેને સ્થાન છે. સ્યાદ્વાદનું આ શિક્ષણ જગતના સાંપ્રદાયિક કલહકેલાહલને શમાવવામાં અને રાગ-દ્વેષને ઠારવામાં મહાન ઉપયોગી છે. સ્યાદ્વાદની પાછળ સામ્યવાદનું રહસ્ય છે, અર્થાત–તેમાં સમભાવપૂર્વકનો વાદ છે. સ્યાદ્વાદના અભ્યાસપાઠમાં “અપેક્ષાવાદ અને સમન્વયવાદ પ્રાધાન્ય ધરાવતાં હોઈ એ બન્ને સ્યાદ્વાદના જ નામાન્તર થઈ પડ્યા છે. અનેકાન્તવાદ જનતામાં શાન્ત ભાવનું વાતાવરણ ઉપજાવનાર છે અને એથી જ એ સમભાવનું મૂળ છે. એટલા માટે પુરુષો એને સામ્યવાદ પણ કહે છે. નયવાદ મનુષ્ય-પ્રજાની દૃષ્ટિને વિશાળ અને હૃદયને ઉદાર બનાવી મૈત્રીભાવને રસ્તે તેમને સરળ કરી આપે છે. આ રીતે જીવનના કહો શમાવવામાં અને જીવનવિકાસને માર્ગ સરળ કરી આપવામાં નયવાદ સંસ્કારી જીવનનું સમર્થ અંગ છે. અનેકાન્તવાદનું મૂખ્ય ધ્યેય સંપૂર્ણ દર્શનેને સમાનભાવથી (સરખા ભાવથી નહિ) દેખી માધ્યચ્યભાવ પ્રાપ્ત કરવાનો છે. આ જ ધર્મવાદ છે અને આ જ શાસ્ત્રનો મર્મ છે. જેવી રીતિએ પિતા પિતાના સર્વ પુત્ર ઉપર સમભાવ રાખે છે, તેવી રીતિએ અનેકાન્તવાદ સંપૂર્ણ નાને સમાનભાવથી દેખે છે. જેમ સઘળી નદીઓ એક સમુદ્રમાં જઈને મળે છે, તેમ સઘળાં દર્શનેને અનેકાન્ત દર્શનમાં Page #78 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨] શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા. સમાવેશ થાય છે. એથી જ જૈનદર્શન સર્વ દર્શને સમન્વય કરે છે. જેમ અનેકાન્તદષ્ટિ એ એકાન્તદષ્ટિ ઉપર પ્રવર્તતા મતાંતરના અભિનિવેશથી બચવાની શિક્ષા આપે છે, તેમ તે અને કાન્તદષ્ટિને નામે બંધાતા એકાન્ત ગ્રહથી બચવાની પણ શિક્ષા આપે છે. જૈન પ્રવચન અનેકાન્તરૂપ છે-એમ માનનાર પણ, જો તેમાં આવેલા વિચારોને એકાન્તરૂપે ગ્રહણ કરે, તે તે સ્થૂલદષ્ટિએ અનેકાન્તસેવી છતાં તાત્વિકદષ્ટિએ એકાન્તી જ બની જાય છે. જેમાં અનેકાન્તદષ્ટિ લાગુ કરવી હોય, તેનું સ્વરૂપ બહુ બારીકાઈથી તપાસવું. તેમ કરવાથી સ્થૂલદષ્ટિએ દેખાતાં કેટલાક વિરે આપેઆપ શમી જાય છે અને વિચારણીય વસ્તુનું તાત્તિવક સ્વરૂપ ચક્કસ રીતે ધ્યાનમાં આવે છે. શ્રી આનંદઘનજી મહારાજ પિતાના રચેલા પદમાં બળાપ કરી એવો ભાવ જણાવે છે કે જે આ સાતેય નયાદિને-અનેકાન્તવાદને એક બાજુથી જોઈએ તે તે સ્વાત અસ્તિ લાગે છે, બીજી દૃષ્ટિથી જોઈએ તે તે સ્થાત્ નાસ્તિ લાગે છે, વળી અવક્તવ્ય લાગે છે,-એમ અનેક રુપે દેખાય છે. વળી એ સાતેય ન તેના જૂદા જૂદા આકારમાં બતાવે છે. આવું તેનું સ્વરૂપ તે કઈ નિષ્પક્ષ થઈને જૂએ તે જ દેખી શકે ને તેવા તે જગતમાં વિરલા જ છે. પોતાના મતમાં આસક્ત હોય તે તેને સમજાવી શકતા નથી. સત્યને સત્ય ન માનતાં પિતાનું સત્ય માનવા૫ આગ્રહમાં મસ્ત બની ગયા હોય, તે કેવી રીતિએ દેખી શકે? WWW. Page #79 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [૩૬૩ ભગવાન મહાવીર જમાલીને કહે છે કે-વ્યવહાર અને નિશ્ચય એ ઉભય દૃષ્ટિને આધારે કઈ પણ માન્યતા સ્થિર કરવામાં આવે અગર પ્રવૃત્તિ રહી શકે. કેવળ વ્યવહારદષ્ટિ પ્રમાણે વર્તતા ભેદ અથવા વિરેાધબુદ્ધિ વધારે કેળવાય અને ટૂંકી દૃષ્ટિ ને હૈર્ય ખૂટી જતાં સાધ્ય સુધી ન જ પહોંચી શકાય અને વ્યવહાર વિનાની કેવળ નિશ્ચયદષ્ટિને ખરા અર્થમાં અનુસરતાં નુકશાન થાય. વળી તેમ કરનાર પણ ઘણા અલ્પ હોય, પણ સામુદાયિક હિતની સંભાવના ઘણી ઓછી રહે છે. આથી નિયષ્ટિને લક્ષ્યગત રાખી વ્યવહારદષ્ટિ અનુસાર વર્તન કરવામાં જ કેમિક વિકાસને વધારે સંભવ છે. જેમાં પ્રત્યક્ષ, અનુમાન આદિ પ્રમાણેથી વિરુદ્ધ કથન ન હોય અને આત્માની ઉન્નતિને લગતા જેમાં ભૂરિ ભૂરિ ઉપદેશ કર્યો હોય, એવું તત્વના ગંભીર સ્વરુપ ઉપર પ્રકાશ પાડનારું અને રાગ-દ્વેષ ઉપર દબાણ કરી શકનારું પરમ પવિત્ર શાસ્ત્ર “આગમ” કહેવાય છે. આગમમાં પ્રકાશ કરેલું તત્વજ્ઞાન અતિ ગંભીર હોય છે. એથી જ તટસ્થભાવથી વિચારવામાં ન આવે તે અર્થને અનર્થ થઈ જવાને પૂર્ણ સંભવ રહે છે. દુરાગ્રહને ત્યાગ, જિજ્ઞાસાગુણની પ્રબળતા અને સ્થિરતા તથા સૂમદષ્ટિ– એટલાં સાધને પ્રાપ્ત થયા છે, તે આગમતના ઊંડાણમાં નિર્ભીકતાથી વિચારી શકાય છે. સાત નય અથવા અનંત નય છે, જે બધાં એક આત્માને જ અર્થે છેઃ અને આત્માર્થ એ જ એક ખરો Page #80 -------------------------------------------------------------------------- ________________ 364] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા નય છે. નયને પરમાર્થ જીવથી નીકળે તે ફળ થાય, છેવટે ઉપશમભાવ આવે તે ફળ થાય, નહિ તે જીવને નયનું જ્ઞાન જાળરૂપ થઈ પડે અને વળી અહંકાર વધવાનું ઠેકાણું પણ બને. જગતમાં મનુષ્યને કેઈ પણ વિષય સંબંધી એકસરખે મત હેત નથી, સર્વના વિચારે જૂદા જૂદા હોય છેઃ છતાં અપેક્ષાવાદથી--અનેકાન્તવાદથી ભિન્ન ભિન્ન વિચારમાં રહેલું સત્ય તારવી લેવું અને જે જે અસત્ય વિચારે હોય તે સંબંધી મૌન રહી સહનશીલતા ધારણ કરવી. વિચારોની ભિન્નતાથી વ્યક્તિ ઉપર દ્વેષ ન કરે. શ્રેષને શમાવવા માટે જ ભગવાને અનેકાન્તવાદ પ્રરુપે છે. મધ્યસ્થ પુરુષ સર્વ નયને જૂદી જૂદી દષ્ટિએ માન આપી તત્ત્વક્ષેત્રની વિશાળ સીમાનું અવલોકન કરે છે અને એથી જ એને રાગ-દ્વેષની નડતર નહિ થતી હોવાથી આત્માની નિર્મળ દશા મેળવવા ભાગ્યશાળી થઈ શકે છે. દુવિદગ્ધ, પક્ષદ્રષ્ટિ અને ઈર્ષાળુ મનુષ્ય અન્યના સત્ય લખાણને અસત્-વિપરીત દષ્ટિથી જુએ છે. એનામાં અદેશકભાવ તથા દષ્ટિભેદને ત્યાગ નહિ થયેલ હઈ સત્ય વસ્તુ પ્રત્યે પ્રેમશૂન્યતા હોય છે. ધર્મરૂપ આત્મભાવ જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે, તે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્ય ભાવ પામે, તે પ્રકાર અન્ય રૂ૫ છે પણ ધર્મરૂપ નથી.