________________
૨૭૪ ]
શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા તવવા પડે છે અને જ્ઞાનમાર્ગમાં પ્રવેશ કરનાર મનુષ્ય ક્રિયામાર્ગમાં દઢતા થયા પછી અહોનિશ આત્મા પગમાં તત્પર રહેવું પડે છે.
જે ભૂમિકામાં જે ઘટે નહિ તે જીવ કરે, તે તે ભૂમિકાને સહેજે ત્યાગ થાય છે.
જ્ઞાનપક્ષી સર્વથી આરાધક છે અને દેશથી વિરાધક છે, જ્યારે કિયા પક્ષી દેશથી આરાધક છે અને સર્વથી વિરાધક છે. જ્ઞાન અને ક્રિયા-બન્નેને માનનાર તથા આચરનાર અનેકાન્તવાદી હોવાથી સર્વથી આરાધક છે. | સર્વ નયને આશ્રય કરનારા મહાત્માઓ નિશ્ચયમાં ખેંચાતા નથી, વ્યવહારને તજી દેતાં નથી, જ્ઞાનને સર્વોત્કૃષ્ટ માનીને સ્વીકારે છે પણ ક્રિયાને અનાદર કરતાં નથી, ઉત્સર્ગને આદરે છે પણ અપવાદને ભૂલી જતાં નથી, ભાવમાં તત્પર રહે છે પણ દ્રવ્યનું નિમિત્તાપણું યાદ રાખે છે, એવી રીતિએ સાપેક્ષપણે અહર્નિશ વર્તન કરે છે.
ક્ષપશમથી સર્વ મનુષ્યની ભિન્ન વૃત્તિ હોવાથી પિતાનું અન્યને સર્વ પસંદ ન આવે અને સર્વનું પિતાને સર્વથા પ્રકારે પસંદ ન આવે,-આવી સ્થિતિ સર્વત્ર થડા-ઘણા અંશે
જ્યાંત્યાં દેખાય છે, તેમાં જ્ઞાની સાપેક્ષબુદ્ધિ ધારણ કરીને સાપેક્ષભાવે વ્યવહાર અને નિશ્ચયથી મધ્યસ્થવૃત્તિએ આત્મકલ્યાણમાં પ્રવર્તે છે.
સાપેક્ષ એટલે વસ્તુ સ્વરૂપની અપેક્ષા રાખીને ઉત્સર્ગ તથા નિશ્ચયને પામવા માટે અપવાદ કે વ્યવહારનું સેવન કરવું તે? અને તેનાથી રહિત એકાંત વ્યવહાર અવિવેકથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org