Book Title: Parmarthasuchak Vastu Vichar Sangraha
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 72
________________ ૩૫૬]. શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલ. છે. તેઓ એટલે ઉપર કહેલી બાહ્ય ક્રિયામાં પરિણામ પામેલા પુદ્ગલે કર્મનિરોધરૂપ ફળને વહન કરનારા-પ્રાપ્ત કરનારા થતાં નથી, પણ આત્માના સ્વભાવરૂપ જ્ઞાનાદિક-જ્ઞાન, દર્શન, નિવૃત્તિ, ક્ષમા વિગેરે ભાવે એટલે ચેતનના પરિણામે સંવરપણાને અર્થાત્ કર્મના નિરેધમાં કારણપણાને પામે છે. શિષ્યની જે ખામીઓ હોય છે તે જે ઉપદેશકના ધ્યાનમાં આવતી નથી, તે સાચો ઉપદેશક ન સમજે. આચાર્યાદિ એવા હોવા જોઈએ કે--શિષ્યના અલપ પણ દેષ જાણે અને તેને યથાસમયે બેધ પણ આપી શકે. ભૂલને વશ બનેલાને તિરસ્કાર કરે ચોગ્ય નથી, કેમકે–ત્યાં તેમને દેષ નથી. પૂર્વ પ્રબળ સંસ્કાર તેની વેગની દિશામાં ઝડપથી ગતિ કરતે હોવાથી તે સામે ટક્કર ઝીલી ઉભા રહેવું, એ ગમે તેવા પુરૂષાર્થી આત્માને માટે અશક્ય અને અસંભવિત પ્રાયઃ છે. કોઇના એકાદ સામાન્ય નિર્બળ ભાગને દેખી તેના આખા ચારિત્રનું માપ કાઢવું યોગ્ય નથી. આપણે બીજાના આશયોની તુલના કરવામાં ઘણી વાર ભૂલ કરીએ છીએ. આપણે અમુક કાર્ય જોઈએ છીએ, પણ તે કાર્ય કરવાને આશય જોતાં નથી. જેવી જેની મને વૃત્તિ હય, તદનુકૂળ મનોવૃત્તિ પ્રમાણે વધવાથી યા પ્રવૃત્તિથી મનમાં આનંદ પ્રગટે છે અને તેવી મને વૃત્તિથી પ્રતિકૂળ વદવાથી યા તેવા આચરણથી મનમાં અરૂચિ ઉત્પન્ન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80