Book Title: Parmarthasuchak Vastu Vichar Sangraha
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 73
________________ * પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૫૭ અસમ્યક બાબતમાં સામાને અનુકૂળ થવું, તે અહિતકારી હોઈ તજવા ચોગ્ય છે. અમુકને ઉપકાર કરીશ તે તેનાથી અમુક જાતિને મને લાભ થશે–એવી બુદ્ધિ રાખીને જે ઉપકાર કરે છે, તે ઉપકાર નથી પણ એક જાતિને લેવડ-દેવડને વ્યાપાર છે. કેટલીક વાર આપણે બીજાની દાક્ષિણ્યતા રાખવી પડે છે અને તેથી કરીને આપણું મનને અણગમતું કામ કરવાની ફરજ પડે છે. જે ધાર્મિક અને સાંસારિક ઉત્તમ કાર્યમાં પ્રેરણા હોય, તે જ દાક્ષિણ્યતા સાચવવી અને તેનું જ નામ દાક્ષિણ્યતા કહેવાય છે. માત્સર્યભાવરહિત અને પાપકાર્ય પ્રતિ તિરસ્કારસહિત ગાંભીર્યતા ને ધૈર્યતા–એ બન્ને પવિત્ર આશયયુક્ત જેમાં દાક્ષિણ્યપણું હોય, તે જ તેનું સત્ય દાક્ષિણ્યપણું કહેવાય. અન્યથા, એ બન્ને આશય વિનાનું દાક્ષિણ્ય પણું ભદ્રિક આત્માને મારનારૂં કાતિલ શસ્ત્ર જાણવું. પાણીમાં મીઠું જેમ એક રસ થઈ જાય છે, તેમ આત્મામાં મનનું ઐકય થવું તેનું નામ સમાધિ છે. કહેવું તે રૂપું અને કરવું તે સેનું તેમજ તેને અનુભવ લે તે રત્નસમાન છે. આત્મપ્રસન્નતા “સત્વગુણનું ચિહ્ન છે, પરિતાપ ઉપજાવ એ “રજોગુણનું ચિહ્ન છે અને દીનતા ક્રોધપ્રમુખ તમે ગુણનું ચિહ્ન છે. અધમાધમ પુરૂષના લક્ષણ આ પ્રમાણે હોય છે. સાચા–સપુરૂષને દેખી ઢેષ ઉત્પન્ન થાય, તેનાં સાચા વચન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80