Book Title: Parmarthasuchak Vastu Vichar Sangraha
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 76
________________ ૩૬૦ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા જ્યારે કેઈ પણ પ્રકારને પૂર્વગ્રહ બંધાઈ જાય છે, ત્યારે વિચારક ગણાતા સમર્થ આત્માઓ પણ સ્યાદ્વાદ પ્રધાન જૈનદર્શનની તત્વવ્યવસ્થાને સમજી શક્તા નથી અને પરિણામે વિજાતીય ભ્રમણાઓમાં અટવાઈ મિથ્યાત્વના ગાઢ અંધકારમાં ડૂબી જાય છે. સ્યાદ્વાદ સિદ્ધાંતને ઉદ્દેશ એ જ કે-કઈ પણ સમજદાર વ્યક્તિ કઈ વસ્તુના વિષયમાં સિદ્ધાંત નિશ્ચિત કરતી વખતે પોતાની પ્રમાણસિદ્ધ થતી પ્રામાણિક માન્યતાઓને ન છેડે, પરંતુ અન્યની પ્રામાણિક માન્યતાઓને પણ આદર કરે. સ્યાદ્વાદ સિદ્ધાંત હૃદયની ઉદારતા, દષ્ટિની વિશાળતા, પ્રામાણિક મતભેદની જિજ્ઞાસા અને વસ્તુના વિવિધ પણના ખ્યાલ પર જ છે. સ્યાદ્વાદી એટલે “આ પણ સાચું ને તે પણ સાચું” આમેય ખરું ને તેમેય ખરું”—એમ અવ્યવસ્થિત વિચારવાળા નથી હોતા. સ્યાદ્વાદ તેમ માનવા કે મનાવવા કહે પણ નથી, ઉલટું તે તો દષ્ટિને સ્થિર કરીને અનેક દૃષ્ટિએ વસ્તુને જોવાનું કહે છે. ભગવાન મહાવીરને સ્યાદ્વાદને પાઠ જગત્ની ભિન્ન ભિન્ન જણાતી વિચારસરણીઓને ભિન્ન ભિન્ન અપેક્ષાદષ્ટિએ સમન્વયના ધોરણ પર વિચારવાનું શીખવે છે. અનેકાન્ત એટલે કઈ પણ એક વસ્તુને પ્રામાણિકપણે અનેક દૃષ્ટિઓને તપાસપૂર્વકને અનેક દષ્ટિઓને-અપેક્ષાઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80