________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૩૪૯ મેળવવું જોઈએ અને એ મેળવે તે જ યથાર્થ ધર્મની પ્રાપ્તિ થાય, અન્યથા ઠગાવાનું થાય.
નાના પ્રકારનાં દુઃખેને અનુભવતા પ્રાણને ત્રણેય લોકમાં કેાઈ શરણ નથી. ધર્મને શરણ માનીએ તો તે વ્યાજબી છે, પરંતુ એમ માનવા છતાં જે ધર્મની આરાધના કરવામાં ન આવે તે દુઃખને નષ્ટ કરવાનું ક્યાંથી બની શકે?
ધર્મ માનનાર-કરનાર કેઈ આખો સમુદાય મેક્ષે જશેએવું શાસ્ત્રકારનું કહેવું નથી, પરંતુ જેને આત્મા ધર્મત્વ ધારણ કરી તત્ત્વાર્થ પામશે તે સિદ્ધિપદ પામશે તેમ કહેવું છે.
આત્મયકારી-કેત્તર ઉપકારી ધર્મસાધનાને લગતાં કાર્યોની સિદ્ધિ સભ્યશ્રદ્ધા-આત્મશ્રદ્ધા વિના થવી અશક્ય છે. એ જ કારણે મુક્તિમાર્ગના વર્ણનમાં જ્ઞાન અને ચારિત્રની પણ પહેલાં દર્શન યા શ્રદ્ધાની જરુરીયાત ઉપર ભાર મૂક્યો છે.
કૃષિ ક્રિયાને વિકસાવવામાં મૂખ્ય હેતુ જેમ પાણી છે, તેમ જ્ઞાન, ચારિત્ર કે ધર્મ નિમિત્તક અનુષ્ઠાનેને શોભાવનાર, દીપાવનાર કે વિકસાવનાર મૂખ્ય હેતુ આત્મશ્રદ્ધા છે. શ્રદ્ધા જ્ઞાનને શેભાવે છે, ચારિત્રને દીપાવે છે અને ક્રિયાને વિકસાવે છે અથવા તે તે સર્વની સફળતા માટે આત્મશ્રદ્ધા એ એક અનિવાર્ય વસ્તુ છે.
ધર્મોન્નતિ અને પરિણામે થતી વિન્નતિ જે મેળવવી હોય, તે બીજા પ્રયત્નને ગૌણ બનાવી આત્મશ્રદ્ધાસભ્યશ્રદ્ધાને સુદઢ બનાવવાના પ્રયત્નને જ અગત્ય આપવાની જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org