Book Title: Parmarthasuchak Vastu Vichar Sangraha
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 60
________________ ૩૪૪] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા કર્મોને સર્જતું નથી, તેમ જ કર્મોનાં ફળનાં સંગને પણ ઉત્પન્ન કરતું નથી. માત્ર મનુષ્ય સ્વભાવ-પ્રકૃતિથી જ શુભાશુભ કર્મો કરે છે અને તેનાં ફળને ભેગવે છે. સંસ્કારનું એવું સામર્થ્ય છે કે-પરભવમાં પણ તેવા જ પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. અર્થા-આ ભવના સંસ્કારો જેવી બુદ્ધિમાં દઢ થયેલા હોય છે, તેવા પ્રકારનાં પરભવમાં જન્મ થતાં પ્રગટ થાય છે. ગત ભવમાં આપણે જે કૃત્ય કર્યું હશે, તે આજે આ ભવમાં આપણે ભેગવી રહ્યા છીએ અને આવતા ભવ માટેની પણ આજે જ તૈયારી કરી રહ્યા છીએ. આજનું જીવન એ પૂર્વે બાંધેલા કર્મોની પ્રસાદીરૂપ છે, આજના આપણા સુખ–દુઃખ કે તડકા-છાંયડા-એ બધુંય ભૂતકાળની આપણું કરણનું જ પરિણામ છે અને ભૂતકાળની કરણું તે જ આજના અનુભવાતાં કર્મો છે. રાજા, રંક વિગેરેની વિશ્વમાં જે વિચિત્રતા છે, તે જીવે કરેલા કર્મથી થયેલી છે. જે એમ ન હોય તે સુખદુખ વિગેરેનું વેતન ન થાય. આ સંસારસમુદ્ર જીવનાં કર્મથી ઉત્પન્ન થયેલ છે, એટલે કર્મ ભેગવવાને જીવને સંસારમાં આવવું પડે છે. જેમ વાદળાં વિગેરેના ચિહ્નો ઉપરથી વરસાદનું અનુમાન થાય છે, તેમ આ જીવની આ ભવની ચેષ્ટા ઉપરથી તેના પૂર્વ અને પશ્ચાત્ ભવ કેવા હોવા જોઈએ તે પણ થોડે ઘણે અંશે સમજી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80