Book Title: Parmarthasuchak Vastu Vichar Sangraha
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 39
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૨૩ સમિતિ-ગુપ્તિએ ગુમ અને આચારમાં રહેલા સદાચારી મુનિવરો જગતુપૂજ્ય છે. પછી ચાહે તે ગરછ-સમુદાયના હોય અને તેવા જ સાધુ સાધુ તરીકે વૈયાવચ્ચાદિ સર્વમાં અપેક્ષિત છે. અંગે પાંગની સુંદરતા એ જ અંગની સુંદરતાની જડ છે, એ વાતને સમજનારે મૂળ ગુણના પાલનની માફક જ ઉત્તર ગુણના પાલનમાં કટિબદ્ધ થાય. ઉત્તર ગુણેનું દુર્લક્ષ્ય મૂળ ગુણના દુર્લફયમાંથી જ જન્મે છે અથવા ઉત્તર ગુણોનું દુર્લક્ષ્ય મૂળ ગુણના દુર્લક્ષ્યમાં પરિણમે છે. અન્ય બીજા પણ નાના ગુણોની વિરાધનાના પરંપરામાં મોટા પાપ, તેના પ્રસંગે અને પારાયણ ગણાવ્યા છે, તે આ દૃષ્ટિએ વાસ્તવિક છે. એક અંગ્રેજ વિદ્વાને ખરું જ કહ્યું છે કે-“જે માણસ નાની વસ્તુઓને ધિક્કારે છે તે ધીમે ધીમે પતિત જ થશે.” યથાર્થ બ્રહ્મચારી બનવા માટે સૌ પહેલાં સંયમ સંબંધી કઠોર વ્રતનિયમ પાળતાં શીખવું જોઈએ, સ્ત્રીઓના નામ અને ગંધથી તે દૂર રહેવું જ જોઈએ; એટલું જ નહિ પણ સ્ત્રીઓની સાથે સંસર્ગ રાખનારા ગૃહસ્થના સહવાસથી પણ ત્યાગી-બ્રહ્મચારીઓએ દૂર રહેવું જોઈએ. અનંતજ્ઞાનીઓએ નિયત કરેલા વેષની સાથે સમ્યદર્શનાદિ ગુણે પણ જોઈએ. તે સિવાયને સાધુ એ તાત્વિક દષ્ટિએ સાધુ નથી, માટે કેવળ વેષધારીને જોઈને પણ મુંઝાવાનું નથી. જેમ જગતમાં-વ્યવહારમાં શુદ્ધ ચાંદી અને મહાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80